Type Here to Get Search Results !

જળ એજ જીવન નિબંધ Jal Ej Jivan Nibandh In Gujarati

 જળ એજ જીવન નિબંધ Jal Ej Jivan Nibandh In Gujarati | jal ej jivan essay in gujarati | jal ej jivan gujarati nibandh lekhan

જળ એજ જીવન નિબંધ Jal Ej Jivan Nibandh In Gujarati
જળ એજ જીવન નિબંધ Jal Ej Jivan Nibandh In Gujarati 

જળ એજ જીવન નિબંધ

'THOUSAND HAVE LIVED WITHOUT LOVE,
NOT ONE WITHOUT WATER.'

‘જળ છે તો જીવન છે.' પાણી વિના પૃથ્વી પર કોઈ પ્રકારના જીવનની કલ્પના થઈ ન શકે. તેના ઉપયોગની યાદી અતિશય લાંબી છે. વધતી જતી વસતી અને ઉદ્યોગોને કારણે પાણીની અછત સર્જાતી જાય છે. સમગ્ર માનવજાત અને પ્રાણીમાત્ર તમામનો આધાર પાણી છે. ઉનાળાની શરૂઆત થઈ નથી કે પાણીનો કકળાટ શરૂ. દર વર્ષે ચોમાસું સારું રહે, વરસાદ પણ સારો થાય, પણ ઉનાળો આવતા એ કકળાટ કરી શરૂ. આવું કેમ થાય છે ? પાણી વિના કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ અટકે છે. પાણી એ વિકાસની ગુરુ ચાવી છે.

આજે દિનપ્રતિદિન પ્રદૂષણને કારણે વરસાદનું પ્રમાણ સતત ઘટતું જાય છે. ચોમાસામાં વરસાદ આવતો નથી, તો ક્યારેક શિયાળા કે ઉનાળામાં માવઠું બની ધોધમાર વરસે છે. પૂરતા પ્રમાણમાં વરસાદ થાય તો પણ ઉનાળો આવતા પાણીની તંગી વર્તાય છે. પૃથ્વી પરનું 97% પાણી દરિયામાં છે જે ખારુ હોવાથી ઉપયોગમાં લઈ શકાય તેમ નથી, તે પીવા માટે કે ખેતી માટે પ્રતિકૂળ છે. 2% પાણી બરફ અને હિમશિલાઓમાં રહેલું છે. ફક્તને ફક્ત 1% જેટલું જ પાણી મનુષ્ય માટે પીવાલાયક કે વપરાશમાં લઈ શકાય તેમ છે. આંક્ડા પરથી જાણી શકાય છે કે પાણી સજીવ સૃષ્ટિ માટે કેટલું અમૂલ્ય છે. પાણીની કિંમત આ ઉક્તિ પરથી જાણી શકાય છે.

'Walk in the desert,
you will realize the cost of water.'

પાણીની અછતના કારણે જંગલોનું પ્રમાણ દિવસે દિવસે ઘટી રહ્યું છે. જંગલમાં પાણીની રામસ્યાને કારણે અમુક પ્રાણીઓ તેમજ પક્ષીઓ, વનસ્પતિઓ લુપ્ત થતા જાય છે. આજે માનવી પાણીનો અણધડ ઉપયોગ કરી રહ્યો છે. તે ભવિષ્ય માટે ખૂબ ચિંતાજનક વિષય છે. પાણીનો સદુપયોગ કરવો જરૂરી બન્યુ છે. ફક્ત મનુષ્ય જાતિ માટે નહિ પણ સમગ્ર સજીવ માટે પાણી એ જીવનનો પર્યાય છે.

UNCએ તેના એક રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારી છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે ઈ.સ. 2040 સુધીમાં દુનિયાના દરેક ચાર બાળકમાંથી એક બાળકને પીવા માટે શુદ્ધ પાણી નહિ મળે. આગામી 20 કે 30 વર્ષમાં પાણીની સમસ્યા અતિ વિકટ બનવાની છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ભારત દેશ માટે ચિંતાજનક બાબત એ છે કે દુનિયામાં શુદ્ધ પાણીની સમસ્યાથી પીડાતા દેશોમાં આપણો દેશ ભારત ત્રીજા ક્રમે આવે છે. માનવજાતે કુદરતી સંસાધનોને જે રીતે પ્રદૂષિત કર્યા છે, વેડફાટ કર્યો છે તેમા પાણીનો નંબર સૌથી પહેલો છે.

પાણીની અછતનાં કારણો

  • કૂદકે ને ભૂસકે વધી રહેલી વસતી સામે પાણીની અછત સર્જાય છે.
  • પૃથ્વી પર રહેલ પાણીના સ્રોતમાંથી ફક્ત 1% પાણી જ પીવાલાયક છે.
  • ભૂગર્ભમાંથી વધુ ને વધુ પાણી મેળવવાની માનવીની ભૂખને કારણે જળસ્તરો ખૂબ જ નીચે જઈ રહ્યા છે.
  • પાણીના અણઘડ ઉપયોગના કારણે પાણીનો ખૂબ જ વ્યય થઈ રહ્યો છે.
  • જાગરૂકતાના અભાવના કારણે કૃત્રિમ જળ સંચય પ્રથાને આપો સમાજ સમજતો નથી, જેના કારણે વરસાદનું બધું પાણી દરિયામાં વહી જાય છે, જે ઉપયોગમાં લઈ શકાતું નથી.

જળ સંરક્ષણના ઉપાયો | પાણી બચાવવાના ઉપાયો

પાણીની સમસ્યા છે ગંભીર પણ એવું નથી કે પાણીની સમસ્યા સામે આપણે જીતી નહી શકીએ. જો યોગ્ય રીતે પાણીની કરકસર કરવામાં આવે તેમજ બને તેટલા પાણીનો બગાડ અટકાવવામાં આવે તો સમસ્યાનું સમાધાન અત્યંત સરળ થઈ જશે, પરંતુ તેના માટે વિશ્વમાં દરેક વ્યક્તિએ પાણીને બચાવવું તેને પોતાનો ધર્મ સમજવો પડશે. પાણી પ્રત્યેની આવી જાગૃતિ જ આપણને બચાવી શકશે.

તાજેતરમાં ભારતના જાણીતા દૈનિક પત્ર ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા ‘જળ શ્રી કૃષ્ણ' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરાહનીય બાબત છે. સમગ્ર ભારત આ અભિયાનમાં જોડાય તો પાણીનો વ્યય અટકાવી શકાશે. ‘ દિવ્ય- ભાસ્કર' દ્વારા મહિલાઓને જળ ક્રાંતિકારી બનવાની પહેલ કરી છે. દેશની તમામ મહિલાઓ દિવસમાં ફક્ત 1 લિટર પાણીનો બચાવ કરે તો દેશમાં કોઈ વ્યક્તિ તરસ્યું નહિ રહે.

  • ભૂજ પાસે આવેલ માધોપુર ગામમાં ખારા પાણીનો ડેસિલેશન (મીઠું પાણી બનાવવા) કરવા સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. દેશમાં આવા સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપી પાણીની સમસ્યા નિવારી શકાય તેમ છે.
  • ભારત ખેતીપ્રધાન દેશ છે. ખેતી માટે પાણી જરૂરી છે. પણ વર્ષો જૂની ધોરિયા પદ્ધતિથી પાણીનો ખૂબ જ વ્યય થાય છે. ડ્રીપ ઈરિગેશન કે ફુવારા પદ્ધતિથી પાણીની સમસ્યા નિવારી શકાય છે.
  • આપણે કૂવા, તળાવો કે ખેતરમાં સીમતલાવડીના નિર્માણથી વરસાદનું પાણી રોકી શકીએ છીએ. પેલી કહેવત છે ને – ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં.
  • લોકજાગૃતિના કાર્યક્રમો જેવા કે ‘વિશ્વ જળ દિવસ’ કે અન્ય કોઈ જાગૃતિ અભિયાન યોજી પાણીનું મહત્ત્વ સમજાવી પાણીની સમસ્યાને હલ કરી શકાય છે.

Tags