Type Here to Get Search Results !

ધીરુભાઈ અંબાણી વિશે | Dhirubhai Ambani Gujarati Information | Biography In Gujarati

 ધીરુભાઈ અંબાણી વિશે | Dhirubhai Ambani Gujarati Information | Biography In Gujarati | ટૂંકો જીવન પરિચય

ધીરુભાઈ અંબાણી વિશે | Dhirubhai Ambani Gujarati Information | Biography In Gujarati

ધીરુભાઈ અંબાણી વિશે

ચીથરેહાલમાંથી કુબેરપતિ (Regs to Riches) ધીરૂભાઈના કિસ્સામાં લાગુ પડે છે. ગરીબ શિક્ષકને ત્યાં જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં એમનો જન્મ થયો હતો. બાળપણ ગરીબાઈમાં વીત્યું. મેટ્રિક થયા પછી રૂ. 500/- ઉધાર લઈને 17 વર્ષની ઉંમરે એડન ગયા. ત્યાં પેટ્રોલ પંપ પર એટેન્ડન્ટ અને કારકુનની નોકરી કરી. એડનના ચલણી સિક્કા અને તેમાંથી ચાંદીના કિંમતના તફાવતનો લાભ લઈ રૂ. 15 હજાર મેળવ્યા – કમાયા. ત્યાંથી મુંબઈ પરત આવ્યા.

શરૂઆતમાં મરી-મસાલા, તેજાનાનો વેપાર કર્યો. અમદાવાદમાં નરોડામાં રિલાયન્સ મિલ શરૂ કરી. તેમનું પોલિયેસ્ટર ટકાઉ કાપડ બજારમાં બહુ ચાલ્યું. ત્યાર બાદ ઊર્જા, પેટ્રોલિયમ, પાવર, માળખાની સેવાઓ ટેલિકોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે ક્ષેત્રે પદાર્પણ કરી ઔદ્યોગિક વિસ્તાર વધાર્યો. તેમણે શેરધારકો પર આધાર રાખી મોટા પાયે મૂડી ઊભી કરી. ઈ.સ. 1972માં 58 હજાર શેરધારકોથી શરૂ કરી 30 લાખ શેરધારકોની સંખ્યા ઊભી કરી અને તેઓમાં વિશ્વાસ પ્રદાન કરી લોકોને શેરમાં રોકાણ કરવા તરફ આકર્ષિત કર્યા. ધીરૂભાઈના ઉદ્યોગ જૂથ રિલાયન્સનું વાર્ષિક ટર્નઓવર એક લાખ કરોડ કરતાં પણ વધારે છે. તથા આ યુનિટમાં 85 હજારથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. ભારતીય વેપાર-ઉદ્યોગ મંડળે અને ટાઈમ્સની ગણતરીએ ધીરૂભાઈ ‘સદીના મોટા સંપર્તિ સર્જક’ ગણાય. એક સર્વેક્ષણ મુજબ તેઓ શ્રેષ્ઠ સંપત્તિસર્જક હતા.

છેલ્લા વર્ષોમાં દેશમાં આવી પડેલી કુદરતી આપત્તિઓના પ્રસંગે, દેશમાં ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે તેમજ જેમાં માનવ કલ્યાણ છે તેવા પ્રોજેક્ટો હાથ ધરવામાં રિલાયન્સ ગ્રુપ દેશનું ગૌરવ ગણાય છે. દેશ અને દુનિયામાં ઔદ્યોગિક ક્ષેત્રે ટેકનોલોજી ક્ષેત્રે, પાવર ક્ષેત્રે નામના મેળવનાર ગુજરાતના અતિ ધનિક, મહેનતું એવા ધીરૂભાઈનું તા. 6 જુલાઇ 2002ના રોજ અવસાન થયું.

Tags