Type Here to Get Search Results !

Instagram પર mention off કઈ રીતે કરવું ?

 Instagram પર ફોટો અને વિડિયો અપલોડ કરવાના સમયે આપણે સૌને એક ઓપ્શન tag people નો વિકલ્પ જોવા મળે છે. આ વિકલ્પ ના કારણે તમે તમારા ફોટો કે વીડિયોમાં instagram પર રહેલા તમારા અન્ય મિત્રો કે સ્નેહીઓને તમારી પોસ્ટમાં જોડી શકો છો. અને તમે તેને પોસ્ટમાં mention પણ કરી શકો છો.

આપણે આજના આર્ટીકલ માં આ મેન્શનને ઓફ કરવા વિશે જાણીશું. કદાચ તમે પણ જાણતા હશો કે instagram માં અનેક લોકો તેના બિનજરૂરી ફોટા અને વીડિયોમાં તમને મેન્સન કે ટેગ કરી નાખતા હોય છે. જે તમારી પ્રોફાઈલ કે તમારી છબી માટે નુકસાનકારક પણ હોઈ શકે. instagram વાપરતા ઘણા ખરા લોકો આવા લોકોથી ત્રાસી ગયા હોય છે. કારણ કે આમ કરવાથી તમારું instagram માં રહેલું યુઝરનેમ પણ જે તે વ્યક્તિના મિત્રો ની સામે પ્રસ્તુત થાય છે. અને જે તે ટેગ કરવા વાળા મિત્રોના મિત્રો પણ તમારું યુઝરનેમ અને તમને જે તે પોસ્ટમાં ટેગ કરેલા છે તે જાણી શકે છે. અને તેના થકી તે તમારી પ્રોફાઈલ પર આવી તમારી પ્રોફાઈલ પણ વ્યુ કરી શકે છે.

જો તમે તમારા instagram પ્રોફાઈલ પર પ્રાઇવેસી સેટિંગ ના કર્યું હોય તો તમને કોઈ પણ instagram યુઝર પોતાની પોસ્ટ જેમાં વિડિયો કે ફોટો પણ સામેલ હોય તેમાં mention કરી શકે છે. પછી ભલે તમે તે વ્યક્તિને ફોલો કરતા હોય કે ના કરતા હોય. જોવા જઈએ તો એક રીતે આ સારી સુવિધા છે જેના કારણે instagram પર તમે તમારા ફોલોવર વધારી શકો છો. કારણ કે તમે જે તે વ્યક્તિને તમારી પોસ્ટ કે વીડિયોમાં મેનશન કરો છો તો તેના ફોલોવર પૈકી અમુક ફોલોવર તમારી પ્રોફાઈલ પર આવીને તમારી પ્રોફાઈલ વિઝીટ કરી શકે છે અને જો તેમને તમારી પ્રોફાઇલ સારી લાગે તો તે તમને ફોલો પણ કરી શકે છે. આ રીતે તમે તમારા ફોલોવર્સની સંખ્યા વધારી શકો છો.

Instagram પર mention off કઈ રીતે કરવું ?

Instagram પર mention off કઈ રીતે કરવું ?

ઇન્સ્ટાગ્રામ પર યુઝરને mention કરવાનો વિકલ્પ મળી જાય એટલે તે યુઝર પોતાની વીડિયો, ફોટો પોસ્ટ કે instagram story માં કોઈપણ ઇન્સ્ટાગ્રામ યુઝરને મેનશન કરી શકે છે. ઉપર વાત કરી તેમ આ વિકલ્પ ઇન્સ્ટાગ્રામ પર તમારા ફોલોઅર્સ વધારવા ઉપયોગી છે પરંતુ એ ઉપરાંત તમે તેનો ઉપયોગ તમારા ઇન્સ્ટાગ્રામ વપરાશ કરતા મિત્રને તેના જન્મદિવસ વિશ કરવા માટે, તહેવારની ઉજવણી સમયે અને ઉજવણી કરવા માટે તથા તે સંબંધિત પોસ્ટ પબ્લિશ કરવા સમયે કરી શકો છો. પરંતુ ઘણા ખરા નવરી બજાર યુઝરો વારંવાર અન્ય ઇન્સ્ટાગ્રામ યુઝરને પોતાની પોસ્ટ માં mention અને tag કરતા રહેતા હોય છે એટલું જ નહીં તેઓ જે તે પોસ્ટની કોમેન્ટમાં પણ અન્ય યુઝરને મેનશન કરતા રહેતા હોય છે.

કોઈપણ instagram યુઝરને અન્ય instagram યુઝર જો વારંવાર કરતા હોય તો તેને સારું ન લાગે એ પણ સ્વાભાવિક બાબત છે. જો તમે પણ આવી રીતે પરેશાન થઈ રહ્યા હોય એટલે કે કોઈ તમને વારંવાર પોતાની પોસ્ટમાં કરી રહ્યું હોય તો તમે અમુક સેટિંગ્સ કરીને આ મુસીબત માંથી છુટકારો મેળવી શકો છો. આ સેટિંગ કર્યા બાદ કોઈ પણ instagram યુઝર તમને પોતાની પોસ્ટ કે instagram સ્ટોરીમાં મેન્સન કે ટેગ નહીં કરી શકે.

Instagram Mention ને Off કઈ રીતે કરવું ?

જેમ આપણે ઉપર વાત કરી તેમ મોટા ભાગની સોશિયલ સાઇટ્સ પર જે તે સાઇટ્સના યુઝરો પોતાની પોસ્ટ માં અન્ય સોશિયલ મીડિયા યુઝરોને પોતાના ફાયદા માટે tag કે મેન્શન કરવાની આદત ધરાવતા હોય છે. ઇન્સ્ટાગ્રામ પર પણ યુઝરને Tag People, add Location, Also Post To Facebook, Twitter જેવા વિકલ્પો આપવામાં આવે છે. તેમાં પણ tag people પર ક્લિક કરીને યુઝર પોતાની ફોટો કે વીડિયો પોસ્ટમાં અન્ય યુઝરને mention કે teg કરી શકે છે.

ઘણા ખરા instagram યુઝરો પોતાની instagram સ્ટોરીમાં ફોટો કે વિડીયો બનાવીને પોસ્ટ કરે છે. જે પોસ્ટ કરવાની પ્રક્રિયા ઘણી સરળ હોય છે. જો તમે પણ instagram સ્ટોરીમાં ફોટો કે વિડિયોમાં સોંગ એડિટ કરીને પોસ્ટ કરતા હોય તો તમે તેમાં તમારા ફ્રેન્ડ્સ ને પણ મેન્શન કરી શકો છો. પરંતુ ઉપર જેમ આપણે વાત કરી તેમ જો આ રીતે તમને કોઈ બિનજરૂરી રીતે વારંવાર mention કે ટેગ કરી રહ્યું હોય તો તમે તેનાથી છૂટકારો મેળવવા માટે થોડાક સેટીંગ કરીને મૂકી શકો છો. ત્યારબાદ તમને કોઈ પણ અન્ય instagram યુઝર તમારી પરવાનગી વિના તેની પોસ્ટમાં મેન્સન કે ટેગ નહીં કરી શકે.

How To Turn Off Instagram Mention In Gujarati

  1. આ માટે સૌથી પહેલા તમારે તમારા મોબાઇલમાં રહેલ instagram એપ ને ઓપન કરવાની રહેશે. અને ત્યારબાદ તમારી પ્રોફાઈલ આઈકોન પર ક્લિક કરીને એકાઉન્ટ પ્રોફાઇલમાં જવાનું રહેશે. અહીં તમને તમારી પોસ્ટ તમારા ફોલોવર અને તમે જેમને ફોલો કરો છો તે તમામ માહિતી જોવા મળશે.
  2. અહીં તમને ત્રણ લાઇન (મેનુ) જોવા મળશે તેના પર ક્લિક કરો. ત્યારબાદ તમને જે વિકલ્પ જોવા મળશે તેમાં setting લખેલ વિકલ્પ પર ક્લિક કરો.
  3. Instagram Setting માં Notification, Privacy, Security, Account જેવા વિકલ્પો પણ જોવા મળશે. જે પૈકી તમારે privacy ના વિકલ્પ પર ક્લિક કરો.
  4. અહીં તમને mentions નું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો.
  5. ઇન્સ્ટાગ્રામ mention માં પહેલાથી જ Everyone select હશે અને 2 અન્ય વિકલ્પ જોવા મળશે. People You Follow અને No one.
People You Follow ના વિકલ્પને પસંદ કરવા પર તમને એ લોકો જેમને તમે ફોલો કરી રહ્યા હોય તેવા યુઝરો જ તમને તેમની પોસ્ટમાં mention કરી શકશે. જો તમે આ ઇચ્છતા હોય તો આ વિકલ્પને સિલેક્ટ કરો.

No one : જો તમે એવું ઇચ્છતા હોય કે કોઈપણ ઇન્સ્ટાગ્રામ યુઝર પછી ભલે તે તમારા follwer પૈકી હોય તે તમને તેની પોસ્ટમાં mention નહીં કરી શકે. જો તમે આવું ઇચ્છતા હોય તો આ વિકલ્પને પસંદ કરી શકો છો. એક વખત આ સેટિંગ કરી લીધા બાદ તમને બિનજરૂરી mention માંથી છુટકારો મળી જશે.

Instagram પર Tag કઈ રીતે બંધ કરવું ?

ઉપર આપણે વાત કરી તેમ instagram પર ઘણા ખરા યુઝરો પોતાના ફોલોવર્સ વધારવા માટે પોતાની instagram story માં બિનજરૂરી રીતે અનેક લોકો ને ટેગ કરતા હોય છે. જેના કારણે તેના ફોલોવર્સની સંખ્યામાં પણ વધારો થઈ શકે તેવી શક્યતા હોય છે. અને આ રીતે પોતાના ફોલોવર વધારવાની લાલચમાં તેઓ બીજા instagram યુઝરોને ટેગ કરી બિનજરૂરી રીતે પરેશાન કરતા હોય છે. જો તમે પણ આવી રીતે મુશ્કેલી વેઠી રહ્યા હોય તો તમે મેન્શન ઓફ ની જેમ ટેગ ઓફ નું ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો. જેથી કરીને તમને અન્ય instagram યુઝર તેની પોસ્ટમાં ટેગ નહીં કરી શકે. આ માટે તમારે નીચે જણાવેલ સ્ટેપ્સ મુજબ સેટિંગ કરવાનું રહેશે.

  1. સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામ setting માં જાવ અને અહીં જોવા મળતા privacy ના વિકલ્પ પર ક્લિક કરો.
  2. ત્યારબાદ તમને અનેક વિકલ્પ જોવા મળશે જે પૈકી Post ના વિકલ્પ પર ક્લિક કરો.
  3. અહીં તમને Allow Tags From માં Everyone Select હશે તેમાંથી બદલીને No one પસંદ કરવાનું રહેશે.
આટલું સેટિંગ કર્યા બાદ કોઈપણ ઇન્સ્ટાગ્રામ યુઝર પોતાની ઇન્સ્ટાગ્રામ story માં તમને tag નહીં કરી શકે.

સારાંશ

ઇન્સ્ટાગ્રામ mention ને ઓફ કઈ રીતે કરવું, ઇન્સ્ટાગ્રામ પર યુઝરને હેશટેગ, story highlight વગેરે જેવા અનેક વિકલ્પ મળી જાય છે. જેનો યુઝ કરીને તમે તમારા એકાઉન્ટમાં ફોલોઅર્સની સંખ્યા વધારી શકો છો. તમે instagram પર જે instagram સ્ટોરી ને હાઈલાઈટ કરશો તે સ્ટોરી તમારી પ્રોફાઈલ પર પણ દેખાડવામાં આવશે. એના કારણે તમારા પ્રોફાઈલની ક્વોલિટી પણ સારી થશે. instagram પર ઘણા ખરા યુઝરો હવે instagram ના રીલ્સ ઓપ્શનને પસંદ કરી રહ્યા છે. એમાં યુઝરો અન્ય યુઝરે અપલોડ કરેલ વિડીયો જોઈ શકે છે અને પોતાનો શોર્ટ વિડીયો બનાવીને પોતાના એકાઉન્ટ પર અપલોડ પણ કરી શકે છે. જેને અન્ય યુઝરો સાથે tag કે mention કરીને પોતાના ફોલોઅર્સની સંખ્યા વધારી શકે છે.

મિત્રો, આ આર્ટિકલમાં આપણે જાણ્યું કે ઇન્સ્ટાગ્રામ mention ને કઈ રીતે off કરવું. અને અમને આશા છે કે તમે ઉપર જણાવ્યા મુજબ steps ફોલો કરીને setting કરવાનું શીખી ગયા હશો. હવે જ્યારે પણ તમને એવું લાગે કે ઇન્સ્ટાગ્રામ પર અન્ય યુઝરો તમને mention કે tag કરીને પરેશાન કરી રહ્યા હોય તો તેનાથી કઈ રીતે છુટકારો મેળવવો.

Tags