Type Here to Get Search Results !

ગાંધી - ઇરવીન કરાર (1931)

ગાંધી ઇરવીન કરાર અને કરારની શરતો

ગાંધીજી અને ઇરવીન વચ્ચે 5 માર્ચ 1931 ના રોજ કરાર થયો જેને ‘ગાંધી ઇરવીન કરાર’ તરીકે ઓળખવામાં આવે છે.
ગાંધી - ઇરવીન કરાર (1931)

ગાંધી-ઇરવીન કરારની શરતો :

  • ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની લડત પાછી ખેચવાનું મંજુર રાખ્યું.
  • ભારતમાં જવાબદાર શાસન સુરક્ષા ,વિદેશી બાબતો તથા લઘુમતીઓ બાબતે ચર્ચા કરવામાં આવે તો કોંગ્રેસ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેશે.
  • રાજનૈતિક અહિંસાપૂર્ણ પકડાયેલા કેદીઓને છોડી દેવું.
  • વિદેશી કપડાઓ તથા દારૂની દુકાનો પર શાંતિપૂર્ણ ધરણાનો અધિકાર આપવામાં આવે.
  • મીઠા પરનો વેરો નાબૂદ કરવું તથા દરિયા કિનારાના લોકોને મીઠું બનાવવાની પરવાનગી આપવું.
  • ગાંધી ઇરવીન કરાર માં 26 થી 29 માર્ચ, 1931 દરમિયાન કરાંચી કોંગ્રેસ અધિવેશનમાં અનુમોદન આપી દીધું.
  • ગાંધી-ઇરવીન કરારની સમગ્રદેશમાં નીંદા કરવામાં આવી કેમકે ગાંધીજીએ ફક્ત અહિંસક રીતે ક્રાંતિ કરતાં કેદીઓને જ છોડવા માંગણી કરી હતી.
  • ઇન્કલાબ જિન્દાબાદ’ નું સૂત્ર આપનાર ભગતસિંહ તથા તેમના સાથી રાજગુરુ અને સુખદેવને જેલ મુક્ત કરવાની વાત કરવામાં આવી નહોતી.
  • જે સમયે કરાંચી અધિવેશન ચાલી રહ્યું હતું ત્યારે ભગતસિંહને ફાંસી આપવાની તૈયાર ચાલી રહી હતી.
  • ગાંધીજીએ ગાંધી – ઇરવીન કરારમાં અશસ્ત્ર ક્રાંતિઓને કંઇ પણ મદદ કરી નહિ જે એક ગાંધીજીની ભૂમિકાને ટીકાત્મક રીતે હમેશા ઇતિહાસમાં રહેશે.

સવાલ – જવાબ : 

  1. ગાંધી ઇરવીન કરાર કયારે થયું ? – 5 માર્ચ 1931
  2. ગાંધી – ઇરવીન કરારની સમગ્ર દેશમાં નીદા શા માટે થઇ ? – માત્ર અહિંસક કેદીઓની મુકિતની ગાંધીજીની માંગણી
  3. ‘ઇન્કલાબ જિંદાબાદ’ નું સૂત્ર કોણે આપ્યું ? – ભગતસિંહ
  4. સ્વતંત્રતા ચળવળમાં ગાંધીજીની કલંકિત ઘટના કઈ ગણાય છે ? – ગાંધી ઇરવીન કરાર