Type Here to Get Search Results !

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ ના કેપ્ટન નિકોલસ પૂરને T20 WCમાં પરાજય બાદ કેપ્ટન્સી છોડી

તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટ્વેન્ટી વર્લ્ડ કપ 2022 મા વેસ્ટ ઈન્ડિઝ ટીમ અપેક્ષા મુજબ પર્ફોર્મન્સ આપી શકી નહોતી, બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલી ટીમ વેસ્ટ ઈન્ડિઝ ક્વોલિફાયર રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી અને સુપર-12માં પણ જગ્યા બનાવી શકી નહોતી. વેસ્ટ ઈન્ડિઝના ખરાબ પ્રદર્શનને કારણે નિકોલસ પૂરને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના કેપ્ટન પદથી રાજીનામું આપ્યું છે. ટી20 વર્લ્ડ કપમાં ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ આ નિર્ણય લીધો છે.

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ ના કેપ્ટન નિકોલસ પૂરને T20 WCમાં પરાજય બાદ કેપ્ટન્સી છોડી

વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ દ્રારા નિકોલસ પૂરનની કેપ્ટનસી પરથી રાજીનામાં ના સમાચારની પુષ્ટિ કરે છે. નિકોલસ પૂરને મે માહીનાં માં કેપ્ટનસી પદ સંભાડયું હતું. આમ તે કુલ 6 મહીના માટે ટીમના કેપ્ટન પદે રહ્યા. જે ખુબજ ટુંકો સમયગાળો કહેવાય.કિરોન પોલાર્ડની નિવૃત્તિ બાદ પૂરનને વિન્ડીઝનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

નિકોલસ પૂરનનું રાજીનામું

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ દ્રારા જારી કરાયેલા એક નિવેદનમાં કે નિકોલસ પુરન એ T20 વર્લ્ડ કપમાં ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. નિકોલસ પુરન કહે છે કે તેને કેપ્ટનસી નું પદ જવાબદારી સાથે સંભડયું છે. અને આવનારા સમાય માં તે ટીમના પ્લેયર તરીકે રમસે અને સાથે જણાવ્યું જે હજી નવા કેપ્ટન માટે  ઘણો સામે છે. ટીમને નવેસરથી બનાવવા માટેનો આગામી સમયમાં માર્ચ-2023 માં દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી છે તેના માટે હું વેસ્ટ ઈન્ડિઝ ટીમ ને સમય આપવા ઈચ્છું છું.

વેસ્ટ ઈન્ડિઝે ICC T20 વર્લ્ડ કપનો ક્વોલિફાયર રાઉન્ડ રમ્યો હતો અને આ રાઉન્ડમાં તે બે અપસેટનો શિકાર થઈ હતી. આ પહેલા તેને સ્કોટલેન્ડે 42 રને પરાજય આપ્યો હતો.આ પછી આયર્લેન્ડે તેને નવ વિકેટે હરાવ્યો હતો. ડેરેન સેમીની કપ્તાનીમાં વેસ્ટ ઈન્ડિઝે 2012 અને 2016માં બે T20 વર્લ્ડ કપ જીત્યા હતા. T20 વર્લ્ડ કપની ટ્રોફી બે વખત ઉપાડનારી વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ ટીમ હતી. આ વખતે ઈંગ્લેન્ડે ખિતાબ જીતીને તેની બરાબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સિવાય કોઈ દેશ બે વખત T20 વર્લ્ડ કપ જીત્યો નથી.

Tags