Type Here to Get Search Results !

કસ્તુરબા ગાંધી પર નિબંધ ગુજરાતી Essay on Kasturba Gandhi in Gujarati

સ્તૂરબા ગાંધી
જન્મ એપ્રિલ 1869
મૃત્યુઃ 22 ફેબ્રુમારી, 1944
જન્મ સ્થળ પોરબંદર

 કસ્તુરબા ગાંધી પર નિબંધ ગુજરાતી Essay on Kasturba Gandhi in Gujarati : તદ્દન સાદા, પવિત્ર તપસ્વીની એટલે કસ્તૂરબા ગાંધી. રાષ્ટ્રપિતા ગાંધીજીના આ ધર્મપત્ની ખરેખર હિંદના મહારાણી હતાં.

કસ્તુરબા ગાંધી પર નિબંધ ગુજરાતી Essay on Kasturba Gandhi in Gujarati

કસ્તૂરબાનો જન્મ પોરબંદરના એક નાના વેપારી ગોકુલદાસ મકનજીને ત્યાં એપ્રિલ, 1869માં થયો હતો. શાળા શિક્ષણ તો મળેલું નહિ, પરંતુ વૈષ્ણવ કુટુંબનો સંસ્કાર વારસો મળ્યો હતો. 13 વર્ષની ઉંમરે ગાંધીજી સાથે તેમના લગ્ન થયા હતાં.

બાળપણની નિરક્ષરતાને એમણે પ્રયત્નપૂર્વક દૂર કરી, ગાંધીજીની અંગત દેખભાળ સાથે તેમણે ઉપાડેલી દેશની આતદીની પ્રત્યેક પ્રવૃત્તિમાં સક્રિય ફાળો આપ્યો હતો. તેમના પ્રસન્ન અને મધુર સ્વભાવના કારણે જેલવાસ દરમિયાન એટલાં જ પ્રસન્ન અને કાર્યરત હતાં.

ગાંધીજી સાથે મે, 1882માં તેમના લગ્ન થયા હતા. ગાંધી કુટુંબ વૈષ્ણવી તેમજ સમગ્ર ઘરનું વાતાવરણ ધર્મમય હતું. આના કારણે બાની બૌદ્ધિક, આધ્યાત્મિક શક્તિઓ મજબૂત બની. એમની આત્મિક તાકાતે રાષ્ટ્રીય તપશ્ચર્યામાં એમને સફળતા અપાવી. આમ, ગાંધીજીના રાષ્ટ્રકાર્યમાં સાચા અર્થમાં જીવનસંગિની બની ગયાં.

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ દેશવાસીઓના પ્રશ્નો કાજે અંગ્રેજ સરકાર સાથે સંઘર્ષ સમયે બા દ.આફ્રિકામાં વસતા હજારો ભારતીયો માટે તેમજ નારી સમાજ માટે પ્રતિષ્ઠામૂર્તિ બની રહ્યાં. આ સમયે બા સ્ત્રી સત્યાગ્રહીઓમાં પ્રથમ મહિલા સત્યાગ્રહી બન્યાં. 1917માં બિહારમાં ચંપારણ સત્યાગ્રહ વખતે બાએ બિહારના ગ્રામીણ વિસ્તારની રૂઢિચૂસ્ત અને અનપઢ બહેનોને જાગૃત કરી, ઘરે ઘરે ફરી સાક્ષરતાનો સંદેશો પહોંચાડ્યો.

ખેડા સત્યાગ્રહ વખતે બાએ નિરક્ષર સ્ત્રીઓને ચેતનાનો સંચાર કરી સત્યાગ્રહમાં સહકાર આપવા તૈયાર કરી. 

બા જે કામ કરતાં હતાં તે કુશળતાથી ચીવટથી કરતાં તે વ્યવસ્થાના સાક્ષાત મૂર્તિ હતાં.

ગાંધીજીની સત્યાગ્રહના કાર્યક્રમોમાં બાએ જે નિર્ણયાત્મક ભાગ ભજવ્યો તેના કારણે તેઓ સત્યાગ્રહની જન્મદાત્રી ગણાયાં.

કસ્તૂરબાના વિચારો દિલમાંથી પ્રગટ થતાં હતાં અને તેથી તેની લોકો ઉપર સારી અસર થતી.

દક્ષિણ આફ્રિકામાં બા જાહેર રાજકીય પ્રવૃત્તિમાં થોડા ઘણે અંશે જોડાયા હતાં, પણ ભારત આવી રચનાત્મક પ્રવૃત્તિ બની મુખ્ય પ્રવૃત્તિ બની ગઈ અને એમાં તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું.

મહાત્મા ગાંધીને જયારે જયારે કારાવાસ થયો ત્યારે બાએ દેશને નેતૃત્ત્વ પૂરું પાડવાનું કર્તવ્ય દૃઢપણે નિભાવ્યું હતું.

કસ્તૂરબાના આ સેવા અને સમર્પણના ગુણો થકી જ આતદીના આંદોલનમાં દેશની સ્ત્રીઓને જોડાવાની પ્રેરણા મળી હતી. તે નિર્વિવાદ છે. હિંદની મર્યાદા પ્રધાન સ્ત્રીશક્તિને જગાડનાર અને તેને જેલ કે પોલીસ અત્યાચારના ભયમાંથી મુક્ત કરનાર કસ્તૂરબાએ સ્વાતંત્ર્ય આંદોલનમાં અમૂલ્ય ફાળો આપ્યો હતો.

ચંપારણી બોરસદ, બારડોલી અને દાંડીકૂચ સુધીની લડાઈઓમાં બા સક્રિય રીતે ભાગ લઈ આ સમયે દારૂબંધી વિદેશી કાપડ બહિષ્કાર, સ્વદેશી પ્રચાર જેવા કાર્યક્રમોમાં પ્રભાવી નેતૃત્વ હતું અને સક્રિય માર્ગદર્શન પણ લોકોને મળતું.

આમ, કસ્તૂરબાનું જીવન વાત્સલ્યભર્યું, પ્રેમાળ, વ્યવહારું, ઉષ્માભર્યું, માતૃત્વભર્યું સાથે સાથે સહૃદયી અને ત્યાગી રહ્યું હતું. "યોગ કર્મસુ કૌશલમ્" અનુરૂપ બા એક પ્રકાંડ કર્મયોગી હતાં.

Tags