Type Here to Get Search Results !

સરકારી કચેરીઓમાં કામકાજનો સમય

સરકારી કચેરીઓમાં કામકાજનો સમય : નિયમ-૩૪ પ્રમાણે કર્મચારીને બધો જ (સંપૂર્ણ) સમય સરકારના નિયમનપાત્ર ગણાશે અને યોગ્ય અધિકારી જણાવે તેવી કોઈપણ રીતે વધુ વળતરની માંગણી કર્યા સિવાય તેને કોઈ કામે લગાડી શકાશે.

સરકારી કચેરીઓમાં કામકાજનો સમય

સરકારી કચેરીઓમાં કામકાજના કલાકો નિયત કરતા હુકમો ૧૯૪૯ થી જુદા જુદા સમયે બહાર પાડવામાં આવ્યા હતા. આવા બધા જ હુકમો એકત્રિત કરીને હવે સામાન્ય વહિવટ વિભાગ નંબર : ઓએફટી-1081-ઘ, તા. 24-8-84 થી એક જ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ ઠરાવની મુખ્ય જોગવાઈઓ આ પ્રમાણે છે :-

  1. સચિવાલયના વિભાગો સહિત બધી જ સરકારી કચેરીઓમાં કચેરીનો સમય કામકાજનો દિવસોએ સવારે 10:30 થી સાંજના 06:10 સુધીનો છે.
  2. દરેક મહિના પહેલા અને ત્રીજા શનિવાર અને મહિનામાં પાંચો શનિવાર હોય તો તે પાંચમાં શનિવારને પણ કામકાજના આખા દિવસ તરીક ગણવો. દરેક મહિનાના બીજા અને ચોથા શનિવારે સંપૂર્ણ રજા ગણવી.
  3. આ હુકમ, ગુજરાત હાઈકોર્ટના વહીવટી નિયંત્રણ હેઠળની કચેરીઓ સિવાયની તમામ કચેરીઓને લાગુ પડે છે.
  4. સચિવાલયના વિભાર્ગોને સચિર્વાને અને રાજ્યમાંના બીજાં ખાતાં તથા કચેરીઓના વડાઓને વિરામની જરૂર હોય તેવા કર્મચારી વર્ગના સભ્યોને કામકાજના વર્ગના સભ્યોને કામકાજનો બધા દિવસોએ, અડધા કલાક સુધીનો વિરામ આપવાની સત્તા આપવામાં આવી છે.
  5. સરકારના મુસ્લિમ કર્મચારીઓ તેમની જુમ્મા નમાજ માટે કચેરી છોડવાની પરવાનગી માગે તો શુક્રવારે તેમને અનુકુળ હોય તે સમયે ભોજન માટેનો વિરામ લેવાની તેમને છૂટ આપવી.
  6. રાવણ માસના સોમવારે મહાપુજાના દર્શન કરવા માટે કચેરીમાંથી બપોરના 12:00 કલાક થી 12:30 કલાક સુધી બપોરના વિરામ (લંચ) ના નિયત સમયના બદલે રજા મેળવી શકે. (સા.વ.વિ. 7. તા. 22-6-1992)
  7. સ્થાનિક ખાતા વડાને અથવા કચેરીના વડાને, અપવાદરૂપ સંજોગોમાં સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા એમને જરૂરી જણાય, તો કામકાજના તેટલા કલાક બીજી રીતે નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે.
  8. સરકારી કચેરીઓના (હાઈકોર્ટના નિયંત્રણ હેઠળની સરકારી કચેરીઓમાં હોય તે સિવાયના) વર્ગ-4ના કર્મચારીઓ માટે કામકાજના નીચેના કલાક નિયત કરવામાં આવે છે :-
    સપ્તહના  દિવસ ________ સવારના 10:00 વાગ્યાથી સાંજના 06:45 સુધી.
  9. ખાતા અને કચેરીઓના વડાઓને, વિરામની જરૂર હોય તેવા વર્ગ-૪ ના કર્મચારીઓને સપ્તાહના દિવસોએ પોણો કલાક સુધીનો વિરામ આપવાની સત્તા આપવામાં આવે છે. ખાતાના અને કચેરીઓના વડાઓને જરૂર હોય તેટલી સંખ્યાના વર્ગ-4 ના કર્મચારીઓને નક્કી કરેલા સમય કરતાં અડધો કલાક અગાઉ વારાફરતી કચેરીમાં હાજર રહેવા માટે ફરમાવવાની પણ સત્તા આપવામાં આવે છે. આ હુકમો, પ્રવાસમાં જવાનું જરૂરી હોય તેમને લાગુ પડતા નથી.
  10. વ્યક્તિગત મનસ્વીપણાને કારણે તેમણે કચેરીમાં કર્મચારીઓને મોડે સુધી રોકવા નહીં કે, રજાના દિવસોએ કચેરીમાં હાજર રહેવા તેમને જણાવવું નહીં. કોકટીના સમયમાં અથવા ખાસ સંજોગોમાં કર્મચારી વર્ગના કોઈપણ સભ્યને કચેરીના સામાન્ય કલાકો ઉપરાંત અથવા રવિવારે અથવા રજાના અન્ય દિવસોએ કામ કરવાનું કહેવામાં આવે તો કચેરીના વડા અથવા તરતના જવાબદાર અધિકારીના લેખિત હુકમથી આમ કરવું. સાથોસાથ સરકાર એવી પણ અપેક્ષા રાખે છે કે, કર્મચારીઓએ કામકાજના નિયમિત્ સમય દરમિયાન કોઈપણ રીતે સમયનો દુર્વ્ય કરવો નહીં તથા તેમનું કામ ચઢચા કરે તેમ થવા દેવું નહીં.
  11. કચેરીઓના વડાને તથા બીજા જવાબદાર અધિકારીઓને એમ લાગે કે કામ એવા પ્રકારનું છે કે, કચેરીના સામાન્ય કલાકો ઉપરાંત કચેરીમાં હાજર રહીને પણ તે પૂરૂં કરવું જ જોઈશે, ત્યારે તેઓ તેમના તાબાના કર્મચારીઓને કચેરીના સામાન્ય કલાકો ઉપરાંત કામ કરવા જણાવી શકે છે અથવા એમને રવિવારે અને બીજા જાહેર રજાના દિવસોએ બોલાવી શકે છે.
  12. સામાન્ય રીતે મહિલા કર્મચારીઓને કચેરી સમયથી વધુ રોકવા નહીં. કોઈ પણ તાત્કાલિક જરૂરિયાતના કામમાં એક કલાક અગાઉ તેમને જાણ કરવી. કચેરી સમય પછી એક કલાક સુધી જ કામ કરવાનું એમને જણાવી શકાશે. મહિલા કર્મચારીને બે વર્ષ સુધીની વર્ષનું બાળક હોય ત્યારે તેને સોંપવામાં આવેલ ન હોય તેવા કામ માટે રોકવા નહીં.
  13. સાંપ્રદાયિક રજાઓ તરીકે માન્ય ન રખાયેલ ધાર્મિક ઉત્સવોના કારણે કચેરીના કલાકો સંબંધી ખાસ રાહત એટલે કે, મોડા હાજર થવાની અથવા વહેલી જવાની પરવાનગી આપવી નહીં.
  14. જરૂરિયાત મુજબ જુદી જુદી કર્મચારીઓ માટે ચોકીદારોની વ્યવસ્થા કરવામાં આવે છે અને એમણે દિવસના સમયે અથવા રાત્રે કામ કરવાનું હોય છે. દિવસ દરમિયાન ફરજ પર હોય એ ચોકીદારો રાત્રે છૂટા થશે અને જેઓ રાત્રે ફરજ ઉપર હોય તેઓ દિવસના સમયે છૂટા થશો. તેમ છતાં પણ સરકારના ધ્યાન પર આવ્યું છે કે, કેટલાક કેસોમાં ચોકીદારો પાસેથી તેમની ફરજ ઉપરાંત વધુ કામ લેવામાં આવે છે, એટલે કે રાત્રિના સમય માટે જે ચોકીદારોની ફરજ નક્કી કરવામાં આવી હોય તેમને દિવસના સમયે પણ કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. ફરજના નિયત કરાયેલા કલાકો કરતાં ચોકીદારો પાસેથી વધુ કામ લેવું તે યોગ્ય નથી.