Type Here to Get Search Results !

AutoCAD પરિચય AutoCAD in Gujarati

AutoCAD પરિચય

આપણા પૂર્વજો ફરી એક વાર દુનિયાની મુલાકાત આવે તો આશ્ચર્યમાં મુકાઇ જાય. કારણ કે આજે દુનિયાએ અલગ જ રૂપ ધારણ કરી લીધું છે. આપણે જીવનને ઘણુ સુખદ અને આરામદાય રીતે માણી રહ્યા છીએ. માનવજાતની આ સુખકારીમાં અગત્યનો ભાગ જે ક્ષેત્રોએ ભજવ્યો છે, તેમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્ર મોખરે છે. યંત્ર ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, રસાયણ ક્ષેત્ર, અવકાશન ક્ષેત્ર, માહિતી વિજ્ઞાન અને તેવા અનેક ક્ષેત્રોમાં દુનિયાએ પ્રગતિ કરી છે. ટેકનોલોજી ક્ષેત્રે થયેલ પ્રગતિ અને ક્રાંતિ લાવનાર ક્ષેત્રોમાં કમ્પ્યૂટરનું મહત્વનું યોગદાન છે, નાનકડા  ટાઇપરાઇટર જેવા કાર્યથી માંડીને અવકાશન ક્ષેત્રે સેટેલાઇટ પ્રસ્થાન અને નિયંત્રણ સુધીના દરેક કાર્યોમાં કમ્પ્યૂટરનો ઉપયોગ થાય છે. દુનિયાનું કોઇપણ ક્ષેત્ર શોધ્યુ નહિ જડે કે જેમાં કમ્પ્યૂટરનો ઉપયોગ ન થતો હોય! ડિઝાઇનીંગ અને ડ્રાફ્ટિંગએ એન્જિનિઅરીંગ ક્ષેત્રે મહત્વનું કાર્ય છે. એન્જિનિઅરો અને ટેકનિશિયનો દ્વારા કોઇપણ ઉપકરણ કે વસ્તુ બનાવતા પહેલા તેની ડિઝાઇન બનાવવી પડે છે. પહેલા જ્યારે કમ્પ્યૂટર અસ્તિત્વમાં આવ્યા ન હતા ત્યારે એન્જિનિઅરો જે-તે ડિઝાઇનને કાગળ (શીટ) પર હાથ વડે દોરીને તૈયાર કરતા હતાં. પરંતુ કમ્પ્યૂટર આવતાની સાથે ડિઝાઈનિંગ ક્ષેત્રે પણ તેનો ઉપયોગ થઇ રહ્યો છે. મોટી-મોટી ઇમારતોથી લઇ વાહનો, યંત્રો અને દરેક સાધનોની ડિઝાઇન કમ્પ્યૂટર દ્વારા જ બનાવવામાં આવે છે. અરે, કમ્પ્યૂટરનાં વિવિધ ભાગોની ડિઝાઇન પણ કમ્પ્યૂટર પર તૈયાર થાય છે! કમ્પ્યૂટર દ્વારા કરવામાં આવતા ડિઝાઇનીંગના કાર્યને CAD તરીકે ઓળખવામાં આવે છે. જેને Computer Aided Designing / Drafting કહે છે. CAD ક્ષેત્રે ઘણા સોફ્ટવેર ઉપલબ્ધ છે. પરંતુ તેમાં AutoCAD સૌથી વધુ પ્રચલિત અને બહોળ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું CAD સોફ્ટવેર છે. ડ્રાફટ્સમેનથી માંડીને એન્જિનિઅરો અને આર્કિટેકટો AutoCAD નો ઉપયોગ કરે છે.
 
AutoCAD પરિચય AutoCAD in Gujarati

CAD અને AutoCAD

કમ્પ્યૂટરના ઉપયોગ દ્વારા ડિઝાઇન બનાવવાના ક્ષેત્રને CAD તરીકે ઓળખવામાં આવે છે. આપણી આજુ-બાજુ જોવા મળતી ઇમારતો, વાહનો, જુદા-જુદા પ્રકારના ગેઝેટ્સ વગેરેને બનાવતા પહેલા તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. આ માટે CAD નો ઉપયોગ થાય છે. અગાઉ જણાવ્યું તેમ CAD માટે ઉપલબ્ધ ઘણા સોફ્ટવેરમાં AutoCAD પણ એક પ્રકારનું CAD સોફ્ટવેર છે. ટૂંકમાં CAD એ સોફ્ટવેર નથી, પરંતુ કમ્પ્યૂટર આધારીત ડિઝાઇન તૈયાર કરતું ક્ષેત્ર છે. જ્યારે AutoCAD એ CAD માટે ઉપયોગમાં લેવાતું પ્રચલિત સોફ્ટવેર છે.

AutoCAD કોના માટે?

AutoCAD ડિઝાઇનીંગ અને ડ્રાફટીંગ તથા મોડલીંગને લગતા દરેક ક્ષેત્ર માટે ઉપયોગી સોફુટવેર છે. તેથી ડિઝાઇનીંગ, ડ્રાફ્ટીંગ અને મોડલીંગ ક્ષેત્રમાં કાર્ય કરતા દરેક ડ્રાટ્સમેન, ડિઝાઇનર, એન્જિનિઅર, આર્ટિકટ તેમજ આ ક્ષેત્ર સાથે સંકળાયેલ દરેક માટે AutoCAD ઉપયોગી સોફ્ટવેર છે, એન્જિનિઅરીંગ અને ડિઝાઈનીંગ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ AutoCAD દ્વારા ડિઝાઇનીંગ (CAD) નું કાર્ય શીખી શકે છે.

AutoCAD શીખવું કેમ જરૂરી ?

જેવી રીતે કૅલ્કયુલેટરનો ઉપયોગ સર્વસામાન્ય છે, અને તે આવડવું દરેક માટે સ્વાભાવિક છે, અને એન્જિનિઅરો ને કેલ્કયુલેટર ન આવડે તે નવાઇની વાત છે. તેવી જ રીતે AutoCAD આવડવું દરેક એન્જિનિઅરો માટે આવશ્યક છે. ડિઝાઇનીંગ અને ડ્રાફટીંગ ક્ષેત્રે કાર્ય કરતા દરેક વ્યકિત માટે AutoCAD શીખવું જરૂરી છે. જેના આધારે કોઇપણ વ્યક્તિ કમ્પ્યૂટર દ્વારા ઓછા સમયમાં સારી ડિઝાઇન બનાવી શકે છે.

AutoCAD કાર્ય પધ્ધતિ

જ્યારે કાગળ કે શીટ પર ડ્રોઇંગ બનાવવામાં આવે ત્યારે માપપટ્ટી, ડ્રાફટર, ત્રિકોણીયા, રબર (ઇરેઝર), આર્ક અને વર્તુળ દોરવા માટે કંપાસ, ટેક્ષ્ટ લખવા માટે સ્ટેનસીલ વગેરેનો ઉપયોગ થાય છે. જો લાઇન (રેખા) દારતા આવડ, વર્તુળ કે આર્ક બનાવતા કે ટેક્ષ્ટ લખતા આવડે તો કોઇપણ ડ્રોઇંગ સરળતાથી બનાવી શકાય છે. તેવી જ રીતે AutoCAD માં પણ ડ્રોઇંગ દોરવા માટે Line, Circle, Arc, Text વગેરે ક્રમાન્ડ ઉપલબ્ધ છે, જેના દ્વારા સરળતાથી ડ્રૉઇંગ બનાવી શકાય છે. તદ્દઉપરાંત ડ્રૉઇંગમાં સુધારા-વધારા કરવા માટે પણ AutoCAD માં અલગ-અલગ કમાન્ડ આપેલા છે. મેન્યુલી (જાતે) બનાવેલ ડ્રોઇંગને શીટ ૫ર સાચવવામાં આવે છે, તેમ AutoCAD માં બનાવેલ ડ્રોઇંગને કમ્પ્યૂટરની હાર્ડ ડ્રાઇવમાં સ્ટોર કરી સાચવી શકાય છે. જ્યારે પણ સ્ટોર કરેલ ડ્રોઇંગનો ઉપયોગ કરવો હોય ત્યારે તે ડ્રોઇંગને ઓપન (oper) કરી તેનો ઉપયોગ કરી શકાય છે. તેમજ AutoCAD દ્વારા બનાવેલ ડ્રોઇંગને પ્રીન્ટર કે પ્લોટર દ્વારા કાગળ પર પ્રીન્ટ લઇ શકાય છે. ટૂંકમાં અન્ય વર્ડ પ્રોસેસીંગ અને ગ્રાફિકસ સોફ્ટવેરની જેમ AutoCAD માં અલગ-અલગ કમાન્ડનો ઉપયોગ કરી દરેક પ્રકારની ડિઝાઇન તૈયાર કરી શકાય છે. જેમાં મેન્યુલ ડિઝાઇન કરતા ઓછો સમય લાગે છે, અને સારી ગુણવત્તા વાળુ ડ્રોઇંગ બનાવી શકાય છે.

AutoCAD ભૂતકાળ અને વર્તમાન

કોઇપણ વસ્તુ જ્યારે પ્રથમ વખત બની ત્યારે કેવી બની હશે એ ખબર હોય તો સમય જ્યા તેમાં કેવા પ્રકારના પરિવર્તન આવ્યા અને ટેક્નોલોજીએ કેટલી પ્રગતિ કરી એ સમજી શકાય . આજથી ઘણા વર્ષો પહેલા CAD સોફ્ટવેર ઘણા મોંઘા હતા. તેથી લોકો માટે તેનો ઉપયોગ કરવાનું અશકય હતું. પરંતુ Autodesk નામની યુ.એસ.એ. સ્થિત કંપનીએ પ્રથમ વાર પર્સનલ કમ્પ્યૂટર પર ચાલે તેવું CAD સોફ્ટવેર બનાવ્યું, જેનું નામ AutoCAD રાખ્યું. Autodesk કંપનીનો મુખ્ય ઉદ્દેશ દરેક વ્યકિત AutoCAD નો ઉપયોગ કરી શકે તે હતો. AutoCAD ના શરૂઆતના વર્ઝન D0S આધારીત હતા. ત્યારબાદ તેમાં ઉત્તરોતર ફેરફાર કરી Windows આધારીત વર્ઝન પણ રજૂ કર્યા. તેના પરિણામ સ્વરૂપે આજે AutoCAD નું નવું વર્ઝન AutoCAD 2011 અસ્તિત્વમાં છે. આ સોફ્ટવેર દુનિયાભરમાં લગભગ 20 ભાષામાં ઉપલબ્ધ છે અને તેનો જુદા-જુદા દેશોમાં ઉપયોગ થાય છે.

AutoCAd ની વિશેષતાઓ

અહીં AutoCAD ના નવા વર્ઝનની આગવી વિરોષતાઓ રજૂ કરેલ છે :
  • AutoCAD વધારે ઝડપ, ચોક્કસાઇ અને ઉપયોગ કરવામાં સરળતા પૂરી પાડે છે. તે હંમેશા ડ્રોઇંગમાં 16 decimal point સુધી ચોક્કસાઇ આપે છે.
  • MDI (Multiple Document Interface) વિશેષતાને કારણે એક સમયે એક કરતાં વધારે ડ્રોઇંગ ફાઇલને open કરી શકાય છે અને તેમાં કાર્ય કરી શકાય છે.
  • WYSIVIYG (What You See Is What You Get) સુવિધાને કારણે AutoCAD માં બનાવેલ ડ્રોઇંગની print પણ કમ્પ્યૂટર પર દેખાતા ડિસ્પ્લે જેવી જ હોય છે. એટલે કે હાર્ડકોપી અને સોફ્ટકોપીનું આઉટપુટ એક સરખું હોય છે.
  • તેમાં object ના ડ્રોઇંગ માટે line width અને development નિયંત્રણની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
  • તેમાં polar tracking અને object-snap tracking ની સગવડ પૂરી પાડવામાં આવી હોવાથી ડ્રોઇંગ બનાવવામાં સરળતા રહે છે.
  • Design control દ્વારા drawing library અને editing box ને control કરી શકાય છે.
  • 3D Orbits અને Camera tools દ્વારા 3D દેખાવમાં સારો એવો ફેરફાર કરેલ છે, Popup menu દ્વારા AutoCAD નો ઉપયોગ કરવામાં સરળતા પૂરી પાડવામાં આવી છે.
  • Multiple layout tab દ્વારા જુદા-જુદા પેપર (Multiple Paper Space) બનાવવાની સગવડ પૂરી પાડવામાં આવે છે.
  • બહુપયોગી (multifunctional) grips દ્વારા 2D અને 3D object ના નિયંત્રણ (control) માટે નવી સુવિધા ઉમેરવામાં આવી છે.
  • Express tools દ્વારા Custom Patterns અને Custom Shape ની અલગ ફાઇલ બનાવી શકાય છે.
  • Expanded internet ની સુવિધાના કારણે ડેટા અને અલગ-અલગ tools ને online share કરી શકાય છે.
  • આધુનિક surface modeling અને NURBS surface tools ની મદદથી 3D ડ્રૉઇંગ બનાવવું ખુબજ સરળ છે.
  • Streamlined material અને rendering tools દ્વારા વાસ્તવિક ફોટો effect વાળું output મેળવી શકાય છે.
  • Expanded transparency control દ્વારા કોઇપણ pattem કે object માં transparency effect આપી શકાય છે.
  • નવી selection (પસંદગી) ની સુવિધા દ્વારા એક જેવા objects ને સરળતાથી જુદા પાડી શકાય છે, તેમજ select કરી શકાય છે.

Summary

આ પ્રકરણમાં આપણે CAD એટલે શું, અને AutoCAD ના ઉપયોગ વિશે ચર્ચા કરી. તેમજ AutoCAD નો ઉપયોગ કોણ કરી શકે તેની જાણકારી પણ મેળવી. તદ્દઉપરાંત તેની કાર્ય પધ્ધતિનો પરિચય મેળવ્યો. તેમજ AutoCAD ના વર્ઝનની ટૂંકમાં માહિતી મેળવી. પ્રકરણનાં અંતમાં AutoCAD ની વિશેષતાઓ (features) થી પણ પરિચિત થયા.
Tags