ફરવા જવા માટે શિયાળો સૌથી શ્રેષ્ઠ સમય છે. અહીં હું તને એમાં પાંચ સ્થળો વિશે જણાવીશ જે નવેમ્બર મહિનો અને ડિસેમ્બર મહિનામાં એટલે કે શિયાળાની શરૂઆતના મહિનાઓમાં ફરવા જવા માટે શ્રેષ્ઠ છે.
નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતમાં ટૂંકા પ્રવાસનું આયોજ બનાવો
ડિસેમ્બર મહિનામાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી જોવા મળશે, નવેમ્બર મહિનો પણ ફરવા માટે લોકો પસંદ કરતા હોય છે. જો તમારી પાસે સમય અને દિવસો ના હોય અને ત્રણ-ચાર દિવસમાં સુંદર સ્થળો ની મુલાકાત લેવા ઇચ્છતા હોય તો નીચે જણાવેલ સ્થળો પર તમે ફરવા જઈ શકો છો.
પ્રવાસમાં રહેવા લાયક સ્થળ ની પસંદગી કેવી રીતે કરવી?
પ્રવાસમાં ગયા હોય ત્યારે પ્રવાસન સ્થળની મુલાકાત લેવાની હોય તે સ્થળની આજુબાજુ તમારી આર્થિક સગવડ પ્રમાણે હોટેલ, ગેસ્ટ હાઉસ, લોજ, વેકેશન રેન્ટલ, બીચ હાઉસ અને હોસ્ટેલ પર રોકાઇ શકો છો.
નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતમાં મુલાકાત લેવા જેવા 5 અદ્ભુત સ્થળો
જેસલમેર, રાજસ્થાન
રાજસ્થાનનું ‘ગોલ્ડન સીટી’ તરીકે જાણીતું જેસલમેર શહેર તેના રેતીની ટેકરીઓ અને સોનેરી રેતીના પથ્થરમાંથી બનેલા કિલ્લાઓ માટે જાણીતું છે. જેસલમેર ની અદભુત ત્રણની સફારી, જેસલમેરનો કિલ્લો, વાઇબ્રન્ટ ડેઝર્ટ નેશનલ પાર્ક, ઐતિહાસિક કુલધારા ગામ, જૈન મંદિરો, ગાદીસર તળાવ, કલાત્મક તાજીયા ટાવર, અને બાદલ પેલેસ જોવાલાયક છે. તે સિવાય પૂર્વક ડિઝાઇન કરેલ પટવોન કી હેવલી, મોટો બાગ જેસલમેર મા મુલાકાત લેવા જેવા સ્થળો છે.
![]() |
જેસલમેર, રાજસ્થાન |
જેસલમેર સાહેબ ફરવા માટે, જો બે વ્યક્તિ હોય પાણી ચાર દિવસ અને ત્રણ રાત કેટલો સમય પ્રવાસ કરો તો રૂપિયા 10,000થી 12,000 વચ્ચે ખર્ચ આવશે.
ઔલી, ઉત્તરાખંડ
જો તમે ડિસેમ્બર દરમિયાન પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોય તો ઉત્તરાખંડમાં આવેલી ઔલીમાં વિઝીટ કરી શકો છો, ડિસેમ્બર ના સમયગાળામાં અહીંયા હિમવર્ષા જોવા મળે છે, અને શરીર ને ઠંડીનો અહેસાસ કરાવે છે. સામાન્ય રીતે ઔલીમાં લોકો સ્કી શીખવા જતા હોય છે.
![]() |
ઔલી, ઉત્તરાખંડ |
ઔલીનો પ્રવાસ ત્રણ દિવસ માટે કરતા હોય તો રહેવાનો અને ફરવાના ખર્ચ ગણીએ તો કુલ ખર્ચ ચૌદ હજાર થી 16 હજાર વચ્ચે અંદાજિત થશે.
મનાલી, હિમાચલ પ્રદેશ
ઊંચા પર્વતો, વાંકાચૂકા રસ્તા, ઊચા દેવદારના વૃક્ષો અને શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં બરફ પડતો હોય તેવું સ્થળ મનાલી હિમાચલ પ્રદેશ હે નવેમ્બર અને ડિસેમ્બર એટલે કે શિયાળા માં ફરવા લાયક સ્થળોમાનું એક છે. આહિર સ્ટેશન નવપરણિત દંપતીઓ માટે ફરવાલાયક સ્થળ છે. મનાલીમાં પેરાગ્લાઈડિંગ, આઈસ સ્કેટિંગ, રેપેલિંગ અને રોક ક્લાઈમ્બિંગ જેવી સાહસિક રમતો માટે લોકોનું પ્રિય સ્થળ છે.
![]() |
મનાલી, હિમાચલ પ્રદેશ |
બે વ્યક્તિઓ માટે: ત્રણથી ચાર દિવસ માટે આશરે 10000 થી 12000 વચ્ચે ખર્ચ થઈ શકે.
કુર્ગ, કર્ણાટક
કુર્તી એ કોફી ના વાવેતર માટે જાણીતું કર્ણાટક રાજ્યમાં આવેલું સ્થળ છે. ક્યાં ઊંડી ખીણો, સુંદર ટેકરીઓ, વિસાળ કોફીના વાવેતર જોવા મળે છે. કુર્ગના મુખ્ય પ્રવાસી આકર્ષણોમાં એબી ફોલ્સ, ગોલ્ડન ટેમ્પલ, તાડિયાંડામોલ, કુર્ગ વ્હાઇટ વોટર રાફ્ટિંગ અને ગેડિગે (રાજાનું સમાધિ)નો સમાવેશ થાય છે.
![]() |
કુર્ગ, કર્ણાટક |
બે વ્યક્તિઓ માટે: ત્રણ દિવસ અને બે રાત માટે અંદાજિત 15000 રૂપિયા સુધીનો ખર્ચ થઇ શકે છે.