- જન્મ : 20 નવેમ્બર 1750
- માતા : ફાતિમા ફક્ર-ઉન-નિશા
- પિતા : હૈદર અલી
- ઉપનામ : મૈસુરનો વાઘ
- કથન : બકરીની જેમ 100 વર્ષ જીવવા કરતા સિંહ ની જેમ એક પળ જીવવું બહેતર છે.
- રાજધાની : શ્રીરંગપટ્ટનમ
- રાજ્ય : મૈસુર
![]() |
ટીપુ સુલતાન |
ટીપુ સુલ્તાન એક મુસ્લિમ રાજા હતા ,છતાં ધર્મ નિરપેક્ષ હતા.તેમના સિક્કામાં હિન્દૂ દેવી-દેવતાની પ્રતિમાંઓ હતી,બધા તહેવારો મુસ્લીમ માસ મુજબ ઉજવવામાં આવતા હતા. ટીપુ કન્નડ ભાષા નો શબ્દ છે જેનો અર્થ "વાઘ"થાય છે. તે અરબી, કન્નડ, ફારસી, ઉર્દુ,જેવી 11 ભાષા નું જ્ઞાન ધરાવતા હતા, તેમને ફ્રેંચો સાથે દોસ્તી હતી.દોસ્તીની યાદમાં શ્રીરંગપટ્ટનમમાં એક વૃક્ષ વાવ્યું હતું અને જેકોવિયન ક્લબ બનાવી હતી.થોમસ મુનરો તેમના વિશે એક વાક્ય કહેતો "નવીનરીતિ થી ચાલવવાળી અશાંત આત્મા". પશ્ચિમના સાહિત્યકારો તેમને "સીધો સાદો દૈત્ય કહેતા". ટીપુ સુલ્તાન ની તલવાર દમસ્કસ નામના સ્ટીલ માંથી બનાવવા માં આવી હતી. ટીપુ સુલ્તાનને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક એવા ડૉ.એ.પી.જે.અબ્દુલકલામે વિશ્વના સૌથી પહેલા મિસાઈલના જનક કહ્યા હતા.
આગ્લો-મૈસુર : 3 (1790-1792)
- યુદ્ધનું કારણ કોર્નવોલીસે જાહેર કર્યું કે ટીપુ ફ્રેંચો ને અમારા વિરુદ્ધ ભડકાવે છે.અંગ્રેજો,મરાઠા અને નિઝામ દ્રારા શ્રીરંગપટ્ટનમ ને ઘેરવામાં આવ્યું.1792 માં શ્રીરંગપટ્ટનમ ની સંધિ કરવામાં આવી,સંધિ મુજબ પોતાનું અડધુરાજ્ય અને 3 કરોડ રૂપિયા અંગ્રેજોને આપવામાં આવ્યા.
આગ્લો-મૈસુર : 4 (1799)
- 1798 માં અંગ્રેજ ગવર્નર વેલ્સલી એ ટીપુ સુલતાનને સહાયકારી યોજના સ્વીકારવાની ફરજ પાડી પરંતુ તેમને સહાયકારી યોજના સ્વીકારી નહીં,અને શ્રીરંગપટ્ટનમ ની સંધી થી ટીપુ નાખુશ હતો જેથી યુદ્ધ થયું.
- યુદ્ધ દરમિયાન લડતાં-લડતાં ટીપુ સુલ્તાન 4 મેં 1799 માં અવસાન પામ્યા.