Type Here to Get Search Results !

શાસ્ત્રીય ભાષા Sastriya Bhasa

શાસ્ત્રીય ભાષા કોને કહેવાય ?

  • ભાષાથી જોડાયેલા પ્રારંભિક ગ્રંથોમાં ઈતિહાસ 1500-2000 વર્ષોથી વધુ પ્રાચીન હોવો જોઈએ.
  • પ્રાચીન ગ્રંથો | સાહિત્ય તે ભાષામાં લખાયેલ હોય અને પેઢી દર પેઢી વક્તાઓ દ્વારા તેના મૂલ્યની જાળવણી કરવામાં આવી હોય, પરંતુ આ ભાષા મૂળભૂત હોવી જોઈએ એટલે કે કોઈ અન્ય ભાષામાંથી લીધેલ ન હોવી જોઈએ.
  • ઉપર્યુક્ત તમામ ગુણ ધરાવતી ભાષાને ઈ.સ. 2004 થી શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે.
  • ભારતની પ્રથમ શાસ્ત્રીય ભાષા તરીકે તમિલ ભાષાને ઈ.સ. 2004માં માન્યતા મળી ત્યારબાદ સંસ્કૃત અને હાલમાં 6 શાસ્ત્રીય ભાષાઓ છે.
ક્રમભાષાજાહેર થયેલ વર્ષ
1તમિલ2004
2સંસ્કૃત2005
3કન્નડ2008
4તેલૂગુ2008
5મલયાલમ2013
6ઉડિયા2014

શાસ્ત્રીય ભાષા

શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળવાના ફાયદા

કોઈપણ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પ્રાપ્ત થવાથી નીચે મુજબના ફાયદા થાય છે.
  1. શાસ્ત્રીય ભાષાનો વ્યાપ વધે તે માટેના શિક્ષણ કેન્દ્રોની સ્થાપના અર્થે સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે.
  2. કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોમાં શાસ્ત્રીય ભાષાનું શિક્ષણ મેળવી શાસ્ત્રીય ભાષાના વિદ્વાનો તૈયાર થાય તે માટે જરૂરી વ્યવસ્થા વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ (University Grant Commission) પૂરી કરે છે.
  3. માનવ સંશાધન મંત્રાલય દ્વારા મળતા શાસ્ત્રીય ભાષાના તમામ લાભો મળશે.
નોંધ : ભારતીય બંધારણની અનુસૂચિ-8માં સમાવિષ્ટ ભાષાઓ
  1. તામિલ
  2. હિંદી
  3. તેલુગૂ
  4. બંગાળી
  5. કન્નડ
  6. પંજાબી
  7. કશ્મીરી
  8. ગુજરાતી
  9. આસામી
  10. સંસ્કૃત
  11. ઉર્દુ
  12. મલયાલમ
  13. મરાઠી
  14. ઉડીયા
  15. સિંધી
  16. કોંકણી
  17. મણિપુરી
  18. નેપાળી
  19. બોડો
  20. ડોગરી
  21. મૈથિલી
  22. સંથાલી