Type Here to Get Search Results !

રાજકોટ સત્યાગ્રહ Rajkot Satyagrah

 રાજકોટ સત્યાગ્રહ Rajkot Satyagrah : રાજકોટમાં ઈ.સ. 1930માં લાખાજીરાજના અવસાન પછી તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહજી ગાદી પર આવ્યા પરંતુ તેઓ તેમના દીવાન વીરાવાળાના પ્રબળ અસર હેઠળ હતા. રાજ્યનો કારભાર દીવાનને સોંપી વિલાસપૂર્ણ જીવન પદ્ધતિ અપનાવી હતી. આથી રાજ્યના ખર્ચમાં વધારો થયો અને તિજોરીઓ ખાલી થઈ.

આથી રાજ્યના ખર્ચને પહોંચી વળવા દીવાસળી, ખાંડ, બરફ, સિનેમા ઘરો, દાણપીઠો, પાવર હાઉસ ઈજારા પર આપ્યાં. આ સાથે જન્માષ્ટમીના મેળામાં જુગાર રમાડવાનો પરવાનો આપ્યો. વગેરે તેમણે આથી પ્રજા રોષે ભરાઈ. પરિણામે પ્રજાની જમીન પરનો કર ઓછો કરવાની તથા ભાવ ઓછો કરવાની માંગણી હતી.

આ સમયમા ઈ.સ. 1937 માં કાઠિયાવાડ રાજકીય પરિષદનું અધિવેશન ભરાયું. જેમાં સરદાર પટેલ હાજર રહ્યા હતા. આ સમયે રાજકોટના આગેવાન ઉચ્છંગરાય ઢેબરે જન્મભૂમિ વર્તમાનપત્રમાં રાજકોટની જુલમશાહી અને ઈજારાશાહીની વિગતો દર્શાવતાં લેખો પ્રકાશિત કર્યા.

રાજકોટ સત્યાગ્રહ
રાજકોટ સત્યાગ્રહ

રાજકોટ રાજ્યમાં વીરાવાળાનો અમાનુષી અત્યાચાર અને જુગારધામને બંધ કરાવવા માટે લોકોએ જાહેર સભાઓ યોજી. જાહેર સભાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો. આ સમયે અંગ્રેજ અધિકારી વૂડ હતા. અંતે પ્રજાનો વિજય થતાં 'કાર્નિવલ' નામની કંપની જુગાર ચલાવતી હતી તે બંધ થઈ.

રાજકોટ રાજ્ય પ્રજા પરિષદમાં સરદાર પટેલની આગેવાની હેઠળ ભૂમિ પરનો 15% કર ઘટાડવાની અને ઈજારા નાબૂદીની માગણી કરાઈ હતી પરંતુ આ તકનો લાભ લઈ રાજકોટના દીવાન વીરાવાળાએ ખરાબ તબિયતનું બહાનું કાઢીને દીવાન પદેથી રાજીનામું આપ્યું. તેમના સ્થાને 72 વર્ષના વૃદ્ધ અંગ્રેજ અધિકારી પેટ્રિક કેડલને દીવાન પદ સોંપવામાં આવ્યું અને સાથેસાથે વીરાવાળાએ રાજ્યના સલાહકાર તરીકે સેવા ચાલુ રાખી.

પેટ્રિક કેડલે પ્રજાની માગણી ન સ્વીકારી આથી ઉચ્છંગરાય ઢેબરના નેતૃત્વ હેઠળ રાજકોટ સત્યાગ્રહનો કાયદેસર પ્રારંભ થયો. આ પ્રારંભ દીવાસળીનું જાહેર લીલામ કરીને કાયદાનો સવિનય ભંગ કર્યો. આ સત્યાગ્રહ હેઠળ વિવિધ ટુકડીઓ બનાવવામાં આવી.

રાજકોટના ચોકના ચબૂતરા ઉપર પોલીસ થાણું સ્થાપવામાં આવ્યું આથી આ સત્યાગ્રહને 'ચબૂતરા સત્યાગ્રહ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સત્યાગ્રહમાં 1000 જેટલા લોકો કેદ થયાં. સવદાસ પટેલ રાજકોટ સત્યાગ્રહના પ્રથમ શહીદ બન્યા. આ સત્યાગ્રહમાં રાજકોટની આજુબાજુના ગામડાઓમાંથી અનેક લોકોએ ભાગ લીધો.

તપાસ માટે ગાંધીજીએ મણિબેન પટેલ, મૃદૂલા સારાભાઈ અને કસ્તુરબાને રાજકોટ મોકલ્યાં અને 27 ફેબ્રુઆરી, 1939 ના રોજ ગાંધીજી પોતે રાજકોટ આવ્યા અને કાઉન્સિલની રચના અંગેના મતભેદ દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રશ્નોનું નિરાકરણ થયું નહીં.

આ સત્યાગ્રહ બાદ ગાંધીજીએ હરિજન બંધુમાં 1939માં 'હું હાર્યો' શિર્ષકથી લેખ લખ્યો