Type Here to Get Search Results !

ફોરેન એક્સચેન્જની ઓળખ Introduction to Foreign Exchange

ફોરેન એક્સચેન્જની ઓળખ । Introduction to Foreign Exchange : આ આર્ટીકલમાં આપણે ફોરેન એક્સચેન્જ (Foreign Exchange) નો પરીચય મેળવીશુંં તથા  વિદેશ વ્યાપાર અને ફોરેન એક્સચેન્જ (Foreign Trade and Foreign Exchange) વચ્ચેનો તફાવત અને અર્થ જાણીશું અને વિદેશ વ્યાપાર અને ફોરેન એક્સચેન્જ (Foreign Trade and Foreign Exchange) ને લાગતા કેટલાક મહત્ત્વનાં પ્રશ્નો જોઇશું.

ફોરેન એક્સચેન્જની ઓળખ । Introduction to Foreign Exchange
ફોરેન એક્સચેન્જની ઓળખ

ફોરેન એક્સચેન્જ (Foreign Exchange)

  • બે દેશોનાં લોકો વચ્ચે ઊદભવતો આર્થિક વ્યવહાર એક દેશનાં ચલણમાંથી બીજા દેશનાં ચલણમાં રૂપાંતરને અસરકર્તા છે.
  • કે ફોરેન ‘એક્સચેન્જ’ શબ્દનો અર્થ એ છે કે એક દેશનું ચલણ ખરીદવું અને બીજા દેશનું ચલણ વેંચવું. બીજા શબ્દોમાં ફોરેન એક્સચેન્જ એટલે એક દેશનાં ચલણમાંથી બીજા દેશનાં ચલણમાં રૂપાંતર દ્વારા નાણાની ફેરબદલી.
  • કોઈપણ વ્યક્તિ એક દેશમાંથી માલસામાન ખરીદી શકે છે કે કાંઈ સેવાઓ ખરીદી શકે છે કે આયાત કરી શકે છે કે વેંચી શકે છે કે નિકાસ કરી શકે છે.
  • કોઈપણ વ્યક્તિ કોઈપણ દેશમાંથી માલસામાન કે સેવાઓ આયાત કરી શકે અથવા કોઈ દેશમાં તેનો નિકાસ કરી શકે વિદેશમાં રહી વિદેશી ચલણમાં કમાતી વ્યક્તિને પોતાના દેશમાં પોતાનાં પરિવારને, પોતાના દેશના ચલણમાં પૈસા મોકલવાની જરૂર હોય છે. કોઈ પ્રવાસી વિદેશ પ્રવાસે જાય ત્યારે તેને જે તે દેશનાં ચલણની જરૂર પડતી હોય છે. આવા પ્રકારનાં કે તેના બીજા અનેક ઊદાહરણમાં ચલણની ફેરબદલીની જરૂરીયાત રહે જ છે. “ફોરેન એક્સચેજ” આ પ્રકારનાં ચલણ ફેરબદલીના સંદર્ભને જ ઊજાગર કરે છે.

વિદેશ વ્યાપાર અને ફોરેન એક્સચેન્જ (Foreign Trade and Foreign Exchange)

આંતરરાષ્ટ્રીય વ્યાપાર બે અલગ અલગ દેશમાં રહેતા લોકો-કે જેને પોત પોતાનાં દેશનાં કાયદા કાનૂન તથા પોત પોતાનાં ચલણ છે – તેના વચ્ચેનો વ્યવહાર છે. આયાત કરનાર તથા નિકાસ કરનાર વિભિન્ન રાષ્ટ્રોનાં હોઈ તેમનાં સોદા પુરા કરવા અને આ રીતે આંતરરાષ્ટ્રિય વ્યાપાર કરવામાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે.

વિદેશ વ્યાપાર અને ફોરેન એક્સચેન્જ ને લાગતા કેટલાક મહત્ત્વનાં પ્રશ્નો

  1. અલગ અલગ દેશોને અલગ અલગ ચલણ હોય છે.
  2. દેશોએ પોતાનાં દેશમાંથી કે પોતાનાં દેશમાં કરવામાં આવતી ચુકવણી ઉપર નિયંત્રણો રાખેલા હોય છે.
  3. દેશોએ પોતાના દેશમાંથી થતા માલસામાનનાં નિકાસ કે પોતાના દેશમાં થતા આયાત ઉપર નિયંત્રણો રાખેલા હોય છે.
  4. જુદા જુદા દેશોના જુદા જુદા કાયદા તથા જુદી જુદી ન્યાયિક જૂરિસ્જિકશન (ન્યાયિક અધિકાર) હદ-દીશા હોય છે.
આવા સંજોગોમાં આયાત કરનાર દેશના ચલણને નિકાસ કર્તા દેશની ચલણમાં ફેરબદલી કરવાની જરૂરિયાત ઊભી થાયછે. ફોરેન એક્સચેન્જ એ એવી મેકેનિઝમ છે જેના મારફતે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરીત થાય છે. આવું રૂપાંતરણ બેંકો દ્વારા અથવા અધિકૃત સંસ્થાનો દ્વારા કરવામાં આવે છે. Thank You, Visit Again