Type Here to Get Search Results !

HTML નો પરીચય આપો । HTML શું છે, HTML ભાષા એ શેના પરથી ઉતરી આવી છે, HTML ની વિશિષ્ટતાઓ, HTML નો ઉદ્ભવ,  HTML નો ઉપયોગ

HTML નો પરીચય આપો, HTML શું છે ?, HTML ભાષા એ શેના પરથી ઉતરી આવી છે, HTML ની વિશિષ્ટતાઓ,HTML નો ઉદ્ભવ,  HTML નો ઉપયોગ, HTML ની મદદથી Webpage બનાવાની રીત, Webpage બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે આ આર્ટીકલમાં શીખશુંં
HTML નો પરીચય આપો । HTML શું છે, HTML ભાષા એ શેના પરથી ઉતરી આવી છે, HTML ની વિશિષ્ટતાઓ, HTML નો ઉદ્ભવ,  HTML નો ઉપયોગ

HTML શું છે ? (What Is HTML)

HTML નું પુરૂ નામ Hyper Text Markup Language છે. તે કોઈ Programming language નથી, પણ તે એક Formatting language છે. HTML ની મદદથી કોઈ Calculation કે logic apply કરી શકાતું નથી. HTML એ tags ની બનેલી language છે. તેમાં પ્રત્યેક tags ના ચોક્કસ function હોય છે. જેમકે COLOR = “Red” command થી webpage માં background નો color અથવા font નો color બદલી શકાય છે. HTML ને Text Formatting Language પણ કહી શકાય કારણ કે HTML ની મદદથી text ની size વધારી કે ઘટાડી શકાય છે. તેમજ text નો color, text ની style જેવી કે Bold, Italics, Underline આપી શકાય છે.

HTML ની વિશિષ્ટતાઓ

  • HTML ની સૌથી પહેલી વિશિષ્ટતા એ છે કે તે કોઈપણ (OS) Operating System પર Work કરે છે. એટલે કે Windows-95, Windows-98, Windows-2000, Windows N'T Work-Station, Unix કે પછી Linux. કોઈપણ Operating System હોય તો પણ HTML નો ઉપયોગ થઈ શકે છે.
  • HTML ની બીજી વિશિષ્ટતા એ છે કે HTML ની મદદથી બનાવવામાં આવતા Webpage ને બીજા Webpage સાથે Link કરી શકાય છે. એટલે કે એક Webpage પરના Option ને Click કરી બીજુ Webpage Open કરી શકાય છે.

HTML નો ઉદ્ભવ

HTML. એ SGML (Standard Generalized Markup Language) પરથી બનેલી Language છે. SGML એ ISO (International Standard Organization) દ્રારા develop કરવામાં આવી હતી. સૌ પ્રથમ SGML નો ઉપયોગ Text Formatting Language તરીકે થતો હતો. ત્યારબાદ SGML પરથી Hyper Text Markup Language (HTML) બનાવવામાં આવી જેનો ઉપયોગ WWW (World Wide Web) પર થતો હોવાથી તે ધીમે ધીમે WWW માટે લોકપ્રિય બનતી ગઈ, અને Webpage બનાવવા માટે HTML નો ઉપયોગ થવા લાગ્યો.

HTML નો ઉપયોગ

આજના Internet ના યુગમાં HTML ની મદદથી Website બનાવી શકાય છે. Website એ અલગ-અલગ Webpage નું Collection છે.
  • HTML ની મદદથી જુદાજુદા Color ના Background વાળા Webpages બનાવી શકાય છે. જેમાં અલગ અલગ Size ના, Style ના કે પછી Color ના Font મૂકી શકાય છે. તેમજ Webpage માં Images જેવી કે, .BMP, .GIF, .JPG વગેરે display કરી શકાય છે. આ ઉપરાંત Webpage માં જરૂરીયાત પ્રમાણે Table અને Frame (ફ્રેમ) પણ મૂકી શકાય છે. Order form કે પછી કોઈપણ જાતના Form પણ બનાવી શકાય છે. જેની મદદથી User Website દ્વારા કોઈપણ વસ્તુનો. Order આપી શકે છે કે E-mail કરી શકે છે. Order Form માં Textbox, Listbox, Combobox, Checkbox અને Radio button નો ઉપયોગ થઈ શકે છે.
  • HTML ની મદદથી બે કે તેથી વધુ Webpages વચ્ચે Hyperlink મૂકીને એક Webpage ની મદદથી બીજુ Webpage Open કરી શકાય છે. આમ Website ના Homepage પરથી Website ના બધા જ Webpage પસંદગી મુજબ Open કરી શકાય છે. આ ઉપરાંત Webpage માં Audio કે Video File પણ મૂકી શકાય છે.

HTML ની મદદથી Webpage બનાવાની રીત

શરૂઆતમાં Webpage ના Command નો ઉપયોગ કરી એક File બનાવવામાં આવે છે, જેના દ્વારા પસંદગી મુજબ Webpage બનાવી શકાય છે. તે File ને .htm કે .html Extension થી Save કરવામાં આવે છે. આટલું કર્યા પછી તે File ને Internet Explorer કે Netscape Navigator માં Open કરવામાં આવે છે. ત્યારબાદ Internet Explorer કે પછી કોઈપણ Web Browser કે file ને Compile કરીને પછી તે File મુજબ Screen પર Output Display કરે છે.

Webpage બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

Webpage બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની સૌથી પહેલી બાબત Webpage ના Background ની છે. ધારો કે કોઈ Hospital ની કે પછી કોઈ Library ની Website બનાવીએ અને Webpage નો Color લાલ કે પીળો રાખો તે યોગ્ય નથી, માટે Webpage ની Background નો. Color Website ના Subject પ્રમાણે હોવો જોઈએ. એટલે કે Hospital ની Website હોય તો Background નો Color White અથવા કોઈ ઝાંખો Color હોવો જોઈએ. આ ઉપરાંત એટલું ધ્યાન રાખવું જોઈએ કે Webpage ના Background અને Textનો Color એકબીજા સાથે Match ન થવો જોઈએ.
  • Webpage આકર્ષક બનાવવું જોઈએ કે જેથી User ને તેનો ઉપયોગ કરતા કંટાળો ન આવે.
  • Webpage ને આકર્ષક બનાવવા માટે જરૂરિયાત પ્રમાણે તેમાં Image file, Audio file કે પછી Video file add કરી શકાય, તેમજ જે Subject માટે Website બનાવીએ તો તે Subject ને લગતી Short Information Display કરવા માટે Logo મૂકવા જોઈએ. તેમજ Webpage માં જરૂર પ્રમાણે Table તેમજ Frame નો ઉપયોગ કરવો જોઈએ.
  • Webpage માં જરૂર પ્રમાણે Animated File પણ Add કરવી જોઈએ, જેથી Webpage સારું દેખાય.
  • Webpage માં જે તે Company ને લગતી બધી જ Information વ્યવસ્થિત રીતે Display કરવી.
  • Website બનાવતી વખતે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે બે Webpage વચ્ચેની Hyperlink બરાબર હોવું જોઈએ, એટલે કે જે તે Webpage માટે તે પ્રમાણેની Information આપતું જ Webpage Open થવું જોઈએ.
  • આમ, Webpage બનાવતી વખતે જે Page બનાવવામાં આવે તે Company કે Subject ની Website – Advertisement છે. તેથી તે આકર્ષક હોવુ જ જોઈએ. Webpage બનાવતી વખતે આટલી બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે.