Type Here to Get Search Results !

અવકાશ ક્ષેત્રે ભારતીય વૈજ્ઞાનિકોનો ફાળો Contribution of Indian Scientists in Space Science

અવકાશ ક્ષેત્રે ભારતીય વૈજ્ઞાનિકોનો ફાળો Contribution of Indian Scientists in Space Science :
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, આર્યભટ્ટ, વરાહમિહિર, સત્યેન્દ્રનાથ બોઝ, ડો. હોમિ જહાંગીર ભાભા, સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર, ડૉ. વિક્રમ સારાભાઈ, અવકાશ ક્ષેત્રે ભારતીય વૈજ્ઞાનિકોનો ફાળો Contribution of Indian Scientists in Space Science

આર્યભટ્ટ (ઈ.સ.476 – ઈ.સ. 550)

  • ગુપ્તકાળ દરમિયાન 5મી સદીમાં તેમનો જન્મ આધુનિક પટના ક્ષેત્રમાં થયો આર્યભટ્ટ ગણિત તેમજ ખગોળશાસ્ત્ર ક્ષેત્રે અગત્યની ભૂમિકા નિભાવી હતી.
  • તેમણે માત્ર 23 વર્ષની વયે પ્રસિદ્ધ 'આર્યભટ્ટીય' ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં કુલ 4 ખંડો હતા. જે પૈકી ગણિત પર 2 ખંડો તેમજ 2 ખંડો ખગોળશાસ્ત્ર પર હતા.
  • આર્યભટ્ટીયમાં 121 શ્લોક છે. જે 4 ભાગમાં વિભાજીત છે : દશગીતિકા, ગણિતપાદ, કાળક્રિયા અને ગોળપાદ.
  • આર્યભટ્ટીય ઉપરાંત તેમની અન્ય પ્રસિદ્ધ રચના 'આર્યસિદ્ધાંત પણ છે. આર્યભટ્ટે જણાવ્યું કે પૃથ્વી તેની ધરીની આસપાસ ભ્રમણ કરી રહી છે તેમજ ચંદ્રને પોતાનો પ્રકાશ નથી. ચંદ્રગ્રહણ તથા સૂર્યગ્રહણની ઘટનાઓ પાછળ કોઈ 'રાહ' કે 'કેતુ' જવાબદાર નથી પરંતુ સૂર્ય-પૃથ્વી-ચંદ્રની ગતિઓના કારણે ગ્રહણ સર્જાય છે.
  • આર્યભટ્ટ પૃથ્વી દ્વારા સૂર્યની એક પ્રદક્ષિણા માટે લગતા સમયગાળાની ગણતરીની કોશિશ કરી હતી. આર્યભટ્ટની ગણતરી મુજબ પૃથ્વી 365 દિવસ 3 મિનિટ તથા 20 સેકન્ડમાં સૂર્ય ફરતે એક પરિક્રમણ કરતી હતી.
  • આર્યભટ્ટને શૂન્યની શોધ અને દશાંશ પદ્ધતિના જનક માનવામાં આવે છે.
  • આર્યભટ્ટ ગણિત ક્ષેત્રે પણ ઉલ્લેખનીય પરિણામો તારવ્યા છે. બીજગણિતના વિકાસ માટે ઘણી સંકલ્પનાઓ રજૂ કરી. તેમણે પાઈ (m) ના મૂલ્યની ગણતરી કરીને 1 નું મૂલ્ય 3.1416 ની ગણતરી કરી હતી.
  • આ ઉપરાંત તેમણે ત્રિકોણમિતીના sine અને cosine ની શોધ કરી હતી. જેને તેઓ 'જયા' અને 'કોજયા' કહેતા હતા.
  • તેમની ખગોળશાસ્ત્રમાં રહેલી ભૂમિકા બદલ ભારતના પ્રથમ ઉપગ્રહને 'આર્યભટ્ટ' (19 એપ્રિલ, 1975) નામ આપવામાં આવેલ છે.
નોંધ:ભારતે વર્ષ 2012 ને આર્યભટ્ટની યાદમાં 'ગણિત વર્ષ' તરીકે ઉજવ્યું હતું. આઈન્સ્ટાઈનના જન્મદિન નિમિત્તે 14 માર્ચના રોજ વિશ્વ પાઈ (m) દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વરાહમિહિર (ઈ.સ.505-ઈ.સ. 587)

  • વરાહમિહિર ગુપ્તકાળ દરમિયાન છઠ્ઠી સદી માં થયેલા બહુપ્રતિભાશાળી વિશેષજ્ઞ હતા. તેમણે ગણિત, ખગોળશાસ્ત્ર તથા જ્યોતિષ વિદ્યાના ક્ષેત્રે વિવિધ સિદ્ધાંતો રજૂ કરવાના પ્રયાસો કર્યા હતા. તેમની કર્મભૂમિ ઉજ્જૈન હતી. તેઓ માળવાના વિક્રમાદિત્યના નવરત્નોમાં સ્થાન ધરાવતા હતા.
  • વરાહમિહિરે 'પંચસિદ્ધાંતિકા', 'બૃહદસંહિતા' તથા 'બૃહતજાતક'ની રચના કરી હતી.
  • વરાહમિહિરને વાસ્તુ કલાના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • પંચસિદ્ધાંતિકા વરાહમિહિરનું મુખ્ય યોગદાન છે. જેમાં ખગોળશાસ્ત્રના પાંચ સિદ્ધાંતોનો સમન્વિત ઉલ્લેખ કરાયો હતો. જેમાં સૂર્ય સિદ્ધાંત, રોમકા સિદ્ધાંત, પૌલિસા સિદ્ધાંત, વશિષ્ઠ સિદ્ધાંત તથા પૈતમહા સિદ્ધાંતનો સમાવેશ કરાયો હતો.
  • બૃહદસંહિતા વિશાળ રચના હતી, જેમાં 106 પ્રકરણોનો સમાવેશ કરાયો હતો. બૃહદસંહિતામાં માનવજીવનને લગતી ઘણી બાબતો જેમ કે ખગોળ, જ્યોતિષ, સંબંધો, કૃષિ, સુગંધી અત્તરની બનાવટો, ગ્રહણ, વર્ષા, મોતીઓ વગેરેનો સમાવેશ કરાયો હતો.
  • વરાહમિહિર 'જળ' વિશે જ્ઞાન ધરાવતા હતા. તેઓ ભૂગર્ભજળનો ખ્યાલ મેળવી શકતા હતા. આ ઉપરાંત તેઓ ભૂકંપની આગાહી પણ કરી શકતા હતા. વાદળોની રચનાઓ, પ્રાણીઓના વિશેષ વર્તનથી તેઓ ભૂકંપની માહિતી મેળવી લેતા.

પ્રો. સત્યેન્દ્રનાથ બોઝ (ઈ.સ 1894 - ઈ.સ 1974)

  • પ્રો. સત્યેન્દ્રનાથ બોઝ વિવિધ ક્ષેત્રોમાં રસ ધરાવતા ભારતના ગૌરવવંતા વિજ્ઞાની હતા.
  • 'કવોન્ટમ થીયરીના પ્રણેતા' તરીકે પણ ઓળખાવામાં આવે છે.
  • સત્યેન્દ્રનાથ બોઝને ગોડ પાર્ટીકલ (હિગ્સ બોસોન કણ)ના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોડ પાર્ટીકલ ( હિગ્સબોસોન કણ)ની શોધ બદલ તેમને ઈ.સ. 1954 માં પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • ગોડ પાર્ટીકલ ( હિગ્સબોસોન કણ)નો પ્રયોગ સત્યેન્દ્રનાથ બોઝ અને પીટર હિગ્સ દ્વારા કરવામાં આવ્યો હોવાથી તેમના નામ પરથી આ કણને ગોડ પાર્ટીકલ (હિગ્સબોસોન કણ) નામ આપવામાં આવ્યું.
  • ગોડ પાર્ટીકલ શોધવા માટે મીનની અંદર કરવામાં આવેલા પરીક્ષણને 'લાર્જ હેડ્રોન કોલાઈડર' નામ આપવામાં આવ્યું હતું.
  • તેમને લંડન સોસાયટીની ફેલોશીપ મળી હતી.

શાંતિ સ્વરૂપ ભટનાગર (21 ફેબ્રુઆરી, 1894 -1 જાન્યુઆરી, 1955)

  • શાંતિ સ્વરૂપ ભટનાગર ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક તથા રસાયણશાસ્ત્રના પ્રોફેસર હતા.
  • તેઓ CSIR (Council of Scientific and Industrial Research) ના પ્રથમ મહાનિર્દેશક હતા. આ સંસ્થાની સ્થાપના 1942 ના રોજ દિલ્હી ખાતે કરવામાં આવી. CSIR ને ભારતમાં સંશોધન પ્રયોગશાળાઓની માતૃસંસ્થા તરીકે ઓળખવામાં આવે છે અને એસ.એસ.ભટનાગરને સંશોધન પ્રયોગશાળાઓના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.
  • તેમની સ્મૃતિમાં વિજ્ઞાન ક્ષેત્રે ઈ.સ. 1958 થી CSIR દ્વારા પ્રતિવર્ષે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ' આપવામાં આવે છે.
  • શાંતિ સ્વરૂપ ભટનાગર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) ના પ્રથમ ચેરમેન પણ હતા.
  • તેમને ઈ.સ. 1936 ના ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયરનું સન્માન મળ્યું હતું. આ ઉપરાંત નાઈટ (1941) તથા રોયલ સોસાયટીનું સભ્યપદ (1943) પ્રાપ્ત કર્યા હતા.
  • ભારત સરકારે ઈ.સ. 1954 માં પદ્મભૂષણ સન્માનથી નવાજયા હતા.

ડો. હોમિ જહાંગીર ભાભા (ઈ.સ. 1909 - ઈ.સ. 1966)

  • ડૉ. હોમિ જહાંગીર ભાભા આધુનિક સ્વનિર્ભર ભારતના સ્વપ્ન દ્રષ્ટાઓ પૈકીના એક કર્તવ્યનિષ્ઠ દેશભકત વૈજ્ઞાનિક હતા. તેમને ભારતના પરમાણુ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે.
  • હોમિ ભાભાનો જન્મ 30 ઓકટોબર, 1909 ના રોજ મુંબઈના પારસી પરિવારમાં થયો હતો.
  • શરૂઆતમાં તેમણે બ્રહ્માંડનાં તરંગો પર સંશોધનો હાથ ધર્યા હતા. પણ 1939 માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત સમયે તેઓ કેમ્બ્રિજ, અમેરિકાથી ભારત પરત ફર્યા ડો. સી.વી.રામનના આગ્રહથી ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ, બેંગ્લોર ખાતે પ્રોફેસર તરી કે જોડાયા હતા.
  • સર દોરાબજી તાતાની આર્થિક સહાયતા મેળવીને હોમી ભાભાએં નાના જૂના પૈતૃક મકાનમાં ઈ.સ. 1945 માં 'ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ ફંડામેંટલ રિસર્ચ' (TIFR)ની સ્ટ કરી હતી.
  • ભારતનું પ્રથમ પરમાણુ સંશોધન કેન્દ્ર આજે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) (ટ્રોમ્બે ખાતે) ના નામે ઓળખાય છે. તેમના નિષ્ણાંત માર્ગદર્શન હેઠળ 1984 ના રોજ 'અપ્સરા' (ભારતનું પ્રથમ પરમાણુ રિએકટર, મહારાષ્ટ્ર) સ્થપાયું હતું. 194૪ માં સ્થપાયેલ એટોમિક એનર્જી કમિશન (AEC) ના તેઓ પ્રથમ અધ્યક્ષ રહ્યા હતા. તેમના પરમાણુ ઊર્જા ક્ષેત્રના અનુભવ, હિંમત તથા કાર્યદક્ષતાની વિશ્વભરના આધુનિક દેશોએ નોંધ લીધી છે.
  • સંયુકત રાષ્ટ્ર દ્વારા પરમાણુ ઊજાના શાંતિપૂર્ણ ઉપયોગ માટેની પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદના તેઓ અધ્યક્ષ બન્યા હતા. ભારત સરકારે ઈ.સ. 1954 માં હોમિ ભાભાને પદ્મભૂષથી સન્માનિત કર્યા હતાં.
  • ડૉ. હોમિ ભાભાનું અવસાન વિમાન અકસ્માતમાં 24 જાન્યુઆરી, 1966 ના રોજ થયું હતું. એ વિમાન ફ્રાન્સના મોન્ટ બ્લાન્કમાં ક્રેશ થયું હતું. કેટલાંક લોકોના મતે વિમાન અકસ્માતના માધ્યમની . હોમિ ભાભાનું જીવન ટૂંકાવીને ભારતના પરમાણુ કાર્યક્રમને ક્ષતિગ્રસ્ત કરવાની કોઈ યોજના ઘડાય હતી.

સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર (ઈ.સ. 1910 - ઈ.સ. 1995)

  • 'ચંદ્રશેખર લિમિટ' નામે ઓળખાતી શોધના કારણે તેઓ વિશ્વપ્રસિદ્ધ થયા હતા. ચંદ્રશેખર લિમિટનો અર્થ અત્યંત સઘન સમૂહ વહાઈટ વા (White Dwarf) ના આકારને સિમિત કરવા સાથે નો છે.
  • તારાઓની સંરચના અને ક્ષોભ સિદ્ધાંત નામક વિષયો તેમના મુખ્ય સંશોધન વિષયો રહ્યા છે. તેમણે 1935 માં ન્યૂટ્રોન તારા અને બ્લેક હોલનું અસ્તિત્વ હોવાની ધારણા કરી હતી.
  • અતિ ભારે તારાની ઉત્ક્રાંતિના છેલ્લા તબક્કાની શોધખોળ માટે તેમને વિલિયમ એ. ફાઉલરની સાથે સંયુકત રીતે ઈ.સ. 1983 માં ભૌતિકશાસ્ત્રનો નોબલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા ઈ.સ. 1968 માં ચંદ્રશેખરને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડૉ. વિક્રમ સારાભાઈ (ઈ.સ 1919 - ઈ.સ. 1971)

  • વિશ્વભરમાં 104 ઉપગ્રહોના સફળ પ્રક્ષેપણથી ડંકો વગાડનાર ઈસરો તથા ભારતીય અવકાશ કાર્યક્રમના જનક ડૉ. વિક્રમ સારાભાઈ ભારતના પોતાના પુત્ર રહેવાના. પોતે સફળ ઉદ્યોગપતિ તથા પ્રખ્યાત પરિવારના પુત્ર હોવાની સાથોસાથ ડૉ. વિક્રમ સારાભાઈ પોતાના નામે અનેક વિક્રમ સ્થાપી ચૂકયા છે.
  • ડો. વિક્રમ સારાભાઈએ બેંગ્લોર ખાતે સી. વી. રામનના નેતૃત્વ હેઠળ કોસ્મિક રે રેન્જ અંગે સંશોધન કર્યું હતું.
  • ડો. વિક્રમ સારાભાઈએ દવાઓ તેમજ તેના જરૂરી ઉપકરણો દેશમાં જ બને તે બાબત પરે ભાર મૂકયો હતો તેથી તેમને દવા ઉદ્યોગના પણ દાતા માનવામાં આવે છે.
  • ભારતના અવકાશ સંગઠન તથા અવકાશ કાર્યક્રમનો પાયો નાખનાર સારાભાઈ પોતે એક સફળ ઉધોગપતિ પણ હતા. તેમણે સારાભાઈ કેમિકલ્સ, સારાભાઈ ગ્લાસ, સારાભાઈ , લિમિટેડ વગેરે કંપનીઓ સ્થાપી હતી, તેમણે મિલિટ્રી હાર્ડવેરનું ઉત્પાદન તેમજ એન્ટિ બાયોટિકસનું ઉત્પાદન ભારતમાં કરીને દેશના કરોડો રૂપિયા બચાવ્યાં.
  • ભારતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે તેમણે અમદાવાદ ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રી એસોસિએશન (ATIRA, 1947) (પ્રથમ અધ્યક્ષ ડો. વિક્રમ સારાભાઈ અને કાપડ ક્ષેત્રે નફો નહીં નુકસાનના ધોરણે સંશોધન કરતી સૌથી મોટી સંસ્થા) તથા અમદાવાદ મની એસોસિએશનની સ્થાપના કરી હતી.
  • તેમણે મેનેજમેન્ટ ક્ષેત્રે ખૂબ કાર્યદક્ષ સંસ્થાઓ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ (IIMs) ની સ્થાપનામાં ભૂમિકા ભજવી હતી.
  • તેઓ એટોમિક એનર્જી કમિશન તેમજ ઈન્ડિયન નેશનલ કમિશન ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR)ના અધ્યક્ષ હતા.
  • ડૉ. વિક્રમ સારાભાઈએ પોતાના જીવનકાળ દરમિયાન ડૉ. એ.પી.જે. કલામ સહિત અને નવયુવાનોની પસંદગી કરીને તેમને દેશનું ભાવિ સોંપ્યું હતું. ભારત સરકારે તેમને પદ્મભૂષણ તથા પદ્મવિભૂષણ (મરણોપરાંત) થી સન્માનિત કરેલ છે.
  • તેમની સ્મૃતિમાં તિરુવનંતપુરમમાં આવેલા થુમ્બા ઈલેકટ્રોરીયલ રોકેટ લોચિંગ સ્ટેશન અને તેને સંબંધિત અંતરિક્ષ સંસ્થાઓનું નામ બદલીને વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર કરવામાં આવ્યું છે.
  • 12 ઓગષ્ટના રોજ વિક્રમ સારાભાઈના જન્મદિવસ નિમિત્તે 'રાષ્ટ્રીય રિમોટ સેન્સિંગ ડે' દર વર્ષે ઉજવવામાં આવે છે. વર્ષ 2018 ના 'રાષ્ટ્રીય રિમોટ સેન્સિંગ ડે' ની થીમ : Remote Sensing - What & Why?

ડો. વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપેલ સંસ્થાઓ :

  • ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ - અમદાવાદ (IIM-A) અમદાવાદ (સ્થાપના-1962) (IIM-A ની લાઈબ્રેરીને પણ વિક્રમ સારાભાઈનું નામ આપવામાં આવ્યું છે.)
  • ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) - અમદાવાદ (સ્થાપના-1947)
  • સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર - અમદાવાદ
  • દર્પણ એકેડમી ફોર પરફોર્મિંગ આર્ટ્સ – અમદાવાદ (તેમના પત્ની મૃણાલિની સારાભાઈ સાથે મળીને ઈ.સ. 1949 માં સ્થાપના)
  • અમદાવાદ ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (ATIRA) - અમદાવાદ
  • ફાસ્ટર બ્રિડર ટેસ્ટ રિએકટર (FBTR) - કલ્પક્કમ
  • વેરિએબલ એનર્જી સાઈકલોટ્રોન પ્રોજેકટ - કોલકત્તા
  • ભારતીય ઈલેકટ્રોનિક નિગમ લિ. (ECIL) - હૈદરાબાદ
  • ભારતીય યુરેનિયમ નિગમ લિ. (UCIL) - જદુગોડા

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (ઈ.સ. 1931 - ઈ.સ. 2015)

  • ભારતને ડૉ. કલામની પ્રતિભાનો લાભ અવકાશ ક્ષેત્રે, સરંક્ષણ ક્ષેત્રે પરમાણુ ક્ષેત્રે મળ્યો છે.
  • ડૉ. કલામે 1963 થી 1982 સુધી ઈસરો (ISRO) માં સેવા આપી. અહીં તેમણે સેટેલાઈટ લોન્ચ વિહિકલ (SLV-3) વિકસાવ્યું હતું. SLV-3 દ્વારા રોહિણી ઉપગ્રહને ધ્રુવીય કક્ષામાં સ્થાપિત કરવાની સફળતા મળી હતી.
  • ડૉ. કલામે ઈ.સ. 1982 થી ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) માં પોતાની સેવા આપી હતી.
  • DRDO માં ડૉ. કલામે ખૂબ જ અગત્યની ભૂમિકા નિભાવી. તેમના માર્ગદર્શન હેઠળ પૃથ્વી, અગ્નિ, ત્રિશૂલ, આકાશ અને નાગ એમ પાંચ પ્રકારની મિસાઈલ વિકસાવવામાં આવી, જેનાથી ભારત સરંક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા લાગ્યું. ડૉ. કલામને ભારતના 'મિસાઈલ મેન' તરીકે વિશ્વભરમાં ખ્યાતિ મળી હતી. એ ઉપરાંત આધુનિક સુપરસોનિક : કૂઝ બ્રહ્મોસ મિસાઈલ પણ ડૉ. કલામની જ કલ્પના હતી. બ્રહ્મોસ II મિસાઈલને 'કલામ મિસાઈલ' તરીકે ઓળખવામાં આવશે.
  • ઉપરાંત ડૉ. કલામે ભારતના દ્વિતીય અણુ પરિક્ષણ 'પોખરણ- II' માં પણ પોતાની મહત્વપૂર્ણ નિભાવી હતી.
  • ડૉ. કલામ દ્વારા લિખિત અનેક પુસ્તકોએ ઘણાં સામર્થ્યવાન યુવાઓને સાચી દિશા અને મનોબળ પૂરાં પાડયાં છે. તે પૈકીની કેટલીક રચનાઓ નીચે મુજબ છે.
 
ઈન્ડિયા 2020યૂ આર બોર્ન ટૂ બ્લોસમ
વિંગ્સ ઓફ ફાયર (અગનપંખ) (આત્મકથા)ટર્નિંગ પોઈન્ટસ
ઈગ્નાઈટેડ માઈન્ડસફોર્જ યોર ફયુચર
મિશન ઈન્ડિયાટ્રાન્સકેન્ડસ : માય સ્પિરિચ્યુંઅલ એકસપિરિયન્સ વિથ પ્રમુખ સ્વામીજી
ઈનડોમિટેબલ સ્પિરિટએડવાન્ટેજ ઈન્ડિયા : ફ્રોમ ચેલેન્જ ટુ અપોર્ચ્યુનિટિ
  • ડૉ. કલામ ભારતના 11 માં રાષ્ટ્રપતિ (25 જુલાઈ 2002 - 25 જુલાઈ 2007) હતા. તેઓ ભારતના લોકપ્રિય રાષ્ટ્રપતિ હોવાથી 'People's President' તરીકે પણ ઉલ્લેખિત થતાં. ભારત સરકારે વિજ્ઞાન તથા ટેકનોલોજી ક્ષેત્રે ડૉ. કલામના અભૂતપૂર્વ યોગદાન બદલ તેમને પદ્મભૂષણ (1981), પદ્મવિભૂષણ (1990) તેમજ સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' (1997) થી સન્માનિત કર્યા હતા.
  • 27 જુલાઈ, 2015ના રોજ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ શિલોંગ (મેઘાલય)માં 'Creating a Livable Planet' વિષય પર વ્યાખ્યાન આપી રહ્યા હતા એ દરમિયાન જ પોતાના વ્યાખ્યાનની 5 મિનિટ બાદ જ તેઓ ઢ ળી પડયા હતા અને તેમનું અવસાન થયું હતું.

ડૉ. મેઘનાથ સહી (ઈ.સ. 1883 - ઈ.સ. 1956 )

  • ડૉ. મેઘનાથ મહા ભારતના વિશ્વ નોંધનીય બની ચૂકેલા ખગોળ ભૌતિકશાસ્ત્રી તથા ગણિતજ્ઞ હતા.
  • કોલકત્તામાં તેમણે ઈન્સ્ટિટયુટ ઓફ ન્યૂકિલયર ફિઝિકસ' ની સ્થાપ કરી હતી.
  • તેમણે 'સહા આયોનાઈઝેશન સમીકરણ'ની તારવણી કરી હતી. જે ઉષ્ણતા સંતુલનની સ્થિતિમાં વાયુની આયનાઈઝેશન સ્થિતિના તાપમાન અને દબાણ સાથેનો સંબંધ દર્શાવે છે.
  • તેમણે રાજનીતિમાં પણ રસ હતો. તેઓ ઈ.સ. 1952 માં લોકસભા સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા.
  • તેમને લંડનની રોયલ સોસાયટીની ફેલોશીપ મળી હતી.
Tags