Type Here to Get Search Results !

ભારતમાં રેવડી કલ્ચર પર નિબંધ Bharat Ma Revadi Culture Par Nibandh

ભારતમાં રેવડી કલ્ચર પર નિબંધ Bharat Ma Revadi Culture Par Nibandh : રેવડી સંસ્કૃતિ શું છે ? રેવડી કલ્ચરનો ઉદ્ભવ, આ રેવડી કલ્ચરના લાભો થા છે ?, આ રેવડી કલ્ચરના ગેરલાભ ક્યા છે

ભારતમાં રેવડી કલ્ચર પર નિબંધ Bharat Ma Revadi Culture Par Nibandh
ભારતમાં રેવડી કલ્ચર પર નિબંધ
 “માણસને ખાવાનું આપો અને તમે તેને એક દિવસ ખવડાવો,
માણસને ખાવાનું બનાવતા શીખવાડો અને તેને જીવનભર ખવડાવો’’

દેશ હોય કે રાજ્ય તેની મુખ્ય ભૂમિકા તેની પ્રજાનું કલ્યાણ અને સર્વાંગી વિકાસની હોય છે. વિશ્વના દેશો વિકસિત, વિકાસશીલ અને અલ્પવિકસિત ત્રણ જૂથમાં વહેંચાયેલા છે. વિકાસશીલ અને અલ્પવિકસિત દેશો પોતાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા અને પ્રજા કલ્યાણ માટે વીજળી પુરવઠો, સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ, રોજગારી વગેરે જેવી યોજનાઓ ચલાવે છે. 

રાજનીતિક પક્ષો દ્વારા ચૂંટણીઓ જીતવા અને શાસનમાં હોય તો પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અનેક યોજનાઓ મફતમાં ચલાવવાના વાયદાઓ કરવામાં આવે છે. મફતની આવી યોજનાઓ માટે રેવડી શબ્દ થોડાં સમયથી પ્રચલિત થયો છે. દેશમાં અસમાનતાઓ વધી રહી છે તે જોતાં સબસિડીના સ્વરૂપમાં પ્રજાને અમુક પ્રકારની રાહત ગેરવાજબી ન હોઈ શકે પરંતુ અર્થતંત્ર વિકાસના માર્ગ પર આગળ વધે તે પણ જરૂરી છે. 

આવી બધી બાબતોને ધ્યાનમાં લઈએ તો મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે શું આ રેવડી કલ્ચર દેશ માટે ફાયદાકારક છે કે નુકસાનકારક ?

રેવડી સંસ્કૃતિ શું છે ?

રેવડી એટલે કે રાજકીય પક્ષો દ્વારા અપાતી મફતમાં વસ્તુઓ અથવા સેવાઓની લાલચ. ભેટ શબ્દનો શબ્દકોશમાં અર્થ એ છે કે તમને ‘મફતમાં આપવામાં આવેલી વસ્તુ'. જેને અંગ્રેજીમાં ‘ફ્રીબીઝ’ પણ કહે છે.

 આપણે એ પણ વ્યાખ્યાયિત કરવાની જરૂર છે કે ‘ફ્રીબીઝ’ શું છે. વ્યાખ્યા દ્વારા, ભેટ એવી વસ્તુ છે જે મફત આપવામાં આવે છે. તેથી મફત ઊર્જા, આરોગ્યસંભાળ અને શિક્ષણ ટેકનિકલી ભેટ તરીકે ગણી શકાય. ચૂંટણી પંચે સમજાવ્યું છે તેમ ‘ભેટ એ વ્યક્તિલક્ષી અર્થઘટન માટે ખુલ્લો શબ્દ હતો અને તેની ચોક્કસ કાનૂની વ્યાખ્યાઓ નહોતી’. ઉદાહરણ તરીકે, કુદરતી આપત્તિ અથવા રોગચાળા દરમિયાન, જીવનરક્ષક દવા, ખોરાક અથવા ભંડોળ પ્રદાન કરવાથી જીવન બચાવી શકાય છે, પરંતુ નિયમિત સમયમાં તેમને ભેટ તરીકે ઓળખવામાં આવે છે. 

તેના મુખ્ય બે પાસાં છે. ‘જાહેર વિતરણ’ અને ‘મફત ઉપહાર/સુવિધાઓ' પરંતુ આ બન્ને કોઈ દિવસ સાથે જોવા મળતા નથી. રેવડી કલ્ચરનું જાહેર પાસું ‘કલ્યાણકારી રાજ્ય’ની ધારણાને મજબૂતી આપે છે, જ્યારે મફત ઉપહાર અને સુવિધાઓ આર્થિક મોરચાને ખલેલ અથવા વિકૃતિ પહોંચાડે છે.

રેવડી કલ્ચરનો ઉદ્ભવ

આ રેવડી કલ્ચર દક્ષિણ ભારતના રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. વર્ષ 1967માં સી.એન.અન્નાદુરાઈએ એક રૂપિયામાં લગભગ 4.5 Kg ચોખા આપવાની ભલામણ કરી હતી જેના પછી આં કલ્ચરે વધુને વધુ રફતાર પકડી. 2006માં રાજયની ચૂંટણીઓ દરમિયાન, DMKના પ્રવક્તા એમ.કરુણાનિધિએ રમતમાં વધારો કર્યો અને મતદારોને રંગીન ટેલિવિઝન ઓફર કર્યા. ત્યારથી, આખું ચક્ર અસ્તવ્યસ્ત થઈ ગયું, પક્ષો રોકડ, જમીનના ટુકડાઓ અને પ્રસૂતિ સહાય ઓફર કરવા આગળ આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ રેવડી કલ્ચરના લાભો થા છે ?

આ કલ્ચર નિઃસહાય વિકસિત રાજ્યોને વિકાસ તરફ આગળ વધવા માટે મદદરૂપ બની શકે છે. માત્ર ચૂંટણી પૂર્વેના અવ્યવહારુ વચનો જ નહીં પરંતુ જાહેર વિતરણ પ્રણાલી, મફત કોવિડ રસી અને નાગરિકો પ્રત્યેની તેની બંધારણીય જવાબદારીઓ (રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો)ને પહોંચી વળવા સરકાર પ્રદાન કરે છે, ભારત જેવા દેશમાં જ્યાં રાજ્યો પાસે ચોક્કસ સ્તરનો વિકાસ હોય (અથવા ન હોય) ચૂંટણી સમયે, લોકો તરફથી એવી અપેક્ષાઓ હોય છે જે ભેટના આવા વચનો દ્વારા પૂરી થાય છે, વર્તમાન સ્થિતિને જોતા અમુક પક્ષો વિકાસમાં વધારો કરે તેવા માપદંડો સાથે આવી ઓફરો બહાર પાડે છે જે સારા વિકાસના માળખામાં સુધારો કરવા માટે અનિવાર્ય છે, જેમકે AAPએ પાયાની શિક્ષણ અને આરોગ્યસંભાળની પહોંચ બનાવવા માટે દિલ્હીમાં સારી કામગીરી બજાવી હતી. હાલમાં સત્તા ધરાવતી ભારતીય જનતા પાર્ટી સુવ્યવસ્થિત અને લાભદાયક નીતિઓને કારણે દેશના અર્થતંત્રે ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આવા પક્ષો દ્વારા અપાતી ભેટ એક આવક અને વિકાસના નિર્દેશોને ગતિ અપાવે છે. ‘જો મને મફતમાં વીજળી મળતી હોય તો જે નાણાં મારે વીજળીના બિલના ચૂકવવાના હતા તે હું અન્ય કોઈ ખર્ચ સામે ચૂકવીશ જેનાથી અમુક આવકની બચત થશે. આમ વિકાસની પ્રક્રિયામાં પણ વધારો થશે’ આ રેવડી કલ્ચરથી અલ્પવિકાસવાળા રાજો વધુને વધુ લાભદાય છે.

આ રેવડી કલ્ચરના ગેરલાભ ક્યા છે

‘વડી સંસ્કૃતિ એ સમૃદ્ધિનો માર્ગ નથી, પરંતુ નાણાકીય આપત્તિ માટે ઝડપી પાસપોર્ટ છે.’ આ કલ્ચર થકી લોકોને મફત મળવાને કારણે વ્યક્તિ કાર્ય કરવા અને મહેનત કરવામાં આળસ અનુભવશે. તેથી પોતાના વિકાસમાં પણ ધ્યાન નહીં આપી શકે, ચૂંટણી પહેલાં જાહેર ભંડોળમાંથી અતાર્કિક મુક્તિનું વચન મતદારોને અયોગ્ય રીતે પ્રભાવિત કરે છે, લેવલ પ્લેઈંગ ફિલ્ડને ખલેલ પહોંચાડે છે. રાજકીય પક્ષો દ્વારા અપાતી આ રેવડી ભવિષ્યનું જોખમ અનુભવી શકતી નથી. આ રેવડી કલ્ચરનો સીધો પ્રભાવ ગરીબી અને બેરોજગારી પર જ પડશે કારણે પાયાની જરૂરિયાત સંતોષાય તેથી વ્યક્તિ કાર્ય પ્રત્યે વધુ ને વધુ આળસુ બનશે. 

આમ વ્યક્તિ પોતે પોતાના વિકાસમાં બાધારૂપ બનશે, માત્ર માનવ પ્રજાતિ માટે જ નહી પરંતુ દરેક પર્યાવરણ, સંસ્કૃતિ, અર્થતંત્ર અને સમાજકારણ જેવી દરેક બાબતોના વિકાસમાં નબળાઈ જોવા મળી શકે. મફત સબસિડી યુક્ત પાણી, વીજળી, યુરિયા જેવી ભેટો પર્યાવરણને ભારે નુકસાન પહોચાડે છે. ફ્રી મળવાના કારણે સંસાધનોમાં બરબાદી જોવા મળે છે. જેમકે, પંજાબ પંજાબમાં યુરિયા, વીજળી, સબસિડી આ બધુ ફ્રી હોવાના કારણે તેનો ઋણ-જીડીપી લગભગ 53.3% સુધી પહોંચી ગયો છે જે એ બાબતનું પ્રમાણ છે કે આવનારા સમયમાં ભારતનું સૌથી મોટું દેવાવાળું રાજ્ય પંજાબ હશે. દેશના વડાપ્રધાને આ કલ્ચર દ્વારા અપાતી મફતની સુવિધાને ‘શોર્ટકટ રાજકરણ’ ગણીને તેની ટિપ્પણી કરી.

Tags