Type Here to Get Search Results !

ગુજરાતની હસ્તકલાઓ લોકભરત, માટીકામ, કાષ્ટકામ અને સજાવટ

ગુજરાતની હસ્તકલાઓ લોકભરત, માટીકામ, કાષ્ટકામ અને સજાવટ Gujarat's handicrafts Lokbharat, pottery, woodwork and decoration : ગુજરાતમાં કાષ્ઠશિલ્પ, રાચરચીલું, પશુ શણગારનું હીર અને મોતી ભરત, મોચીઓનું કટાવ કામ અને આરી ભરત, કચ્છી કામણગારી શૈલીનાં ભીંતચિત્રો, દક્ષિણ ગુજરાતનાં રાઠવા આદિવાસીઓના પીઠોરાનાં ચિત્રો, દેવીપૂજકનું માતાના ચંદરવાનું છાપકામ, પોથી ચિત્રોની પ્રાચીન પરંપરા, કચ્છ અને કાઠિયાવાડની બારીઓના ઓરડા, ઓસરી અને કોઠી કોઠલા પરની લીંપણ નક્કાશી વગેરેમાં વિવિધતા રહેલી છે. સૌરાષ્ટ્રની પ્રાદેશિક ઓળખ બનેલી 'તીતીડા ભાત' – ત્રિપાંખડીની ભાત પ્રસિદ્ધ છે. કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્રમાં 'ખચીતમ' સોયથી ભરેલા ભરતનો ઉલ્લેખ છે.
ગુજરાતની હસ્તકલાઓ લોકભરત, માટીકામ, કાષ્ટકામ અને સજાવટ Gujarat's handicrafts Lokbharat, pottery, woodwork and decoration
હસ્તકલાઓ
  • ભરત આધારિત જ્ઞાતિઓમાં મોચી ભરત, બખિયા ભરત, ખાટ ભરત, મહાજન ભરત, ભરત, કણબી ભરત, કાઠી ભરત, આહિર ભરત વગેરેનો સમાવેશ થાય છે.
  • ભરતકામ શીખનાર દરેક વ્યકિત શરૂઆતમાં પ્રાણિયો ભરતા હોય છે. આ પ્રાણિયો પર રંગબેરંગી ચિત્રોની ભાત ભરવામાં આવતી હોય છે. આવા ધણિયાનું ઘરશણગારમાં વિશિષ્ટ સ્થાન છે. લગ્નપ્રસંગે દિવાલ પર લગાવી શણગાર કરવામાં આવતા હોય છે. જેમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ, પ્રાણી, પક્ષી તેમજ વિવિધ ભૌમિતિક ભાતો ઉપસાવવામાં આવતી.

ગુજરાતની હસ્તકલાઓ લોકભરત, માટીકામ, કાષ્ટકામ અને સજાવટ Gujarat's handicrafts Lokbharat, pottery, woodwork and decoration

હસ્તકલા

કચ્છી આરી ભરત/મોચી ભરત

  • કચ્છમાં ગૃહ ઉદ્યોગ તરીકે 'ભરતકામ' ખૂબ જાણીતું છે. કચ્છમાં માંડવીના મોચી અને ખાવડા વિસ્તારના મોચી, મતવા, જત કોમનાં લોકો મોચી ભરત માટે જાણીતા છે. આ ભરતમાં રીનો ઉપયોગ થતો હોવાથી 'આરીભરત' પણ કહેવાય છે.
  • આરી ભરતમાં સાટીન, રેશમ કે ગરમ કાપડ અને રંગીન દોરા કે સોના-ચાંદીના ઝીણા તારથી ભરતકામ કરવામાં આવે છે.
  • કચ્છી મોચીઓમાં (1) આરી ભરતભરા (2) ભરતભરા એમ બે વર્ગમાં વહેંચાયેલા છે.
  • આરી ભરતભરાને 'મોચી જણસાળી' તરીકે ઓળખવામાં આવે છે.
  • આરી ભરતકામમાં મુઘલ શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે.
  • કબજા, સાડીની કિનાર, કુચલી, ચણિયા, ચાકળા, ચંદરવા, પછીતપાટી, વૈષ્ણવ સંપ્રદાયની પીંછવાઈની બનાવટમાં આરી ભરતનો ઉપયોગ થાય છે.

કચ્છનું બની ભરત

  • ભરતકામની પરંપરાઓમાં બન્ની ભ૨ત જાણીતું છે. કચ્છની લોકનારીઓએ ભરતકામની આ શૈલી વિકસાવી છે.
  • આ ભરત પર બલૂચી અને સિંધી અસર દેખાય છે.
  • જતનારીઓ પહેરવેશમાં કે કજરીના આગળના ભાગમાં ભરતકામ કરે છે. આ ભરતની સફાઈ, આકૃતિઓની સપ્રમાણતા, રંગોની વિશિષ્ટ મેળવણી એ એની આગવી વિશેષતા છે.
  • જત કોમની નારીઓ પોતાના આખા પહેરવેશ કે કજરીના આગળના કોઠામાં ભરતકામ કરે છે. આ કોમ મૂળ ઈરાન, અરબસ્તાન તરફથી ઊતરી આવી હોવાથી એમના ભરતકામમાં ઈરાની ભરતની આગવી લાક્ષણિકતા જોવા મળે છે.
  • આ ઉપરાંત કચ્છમાં ભૂજ, માંડવી અને અંજારમાં ચૂંદડી, સાફા, રૂમાલ, ચાદરો વગેરે પરનું રંગાટીકામ કરવાના ગૃહ ઉદ્યોગો વિકસેલા જોવા મળે છે.

સૌરાષ્ટ્રનું આભલા ભરત

  • સૌરાષ્ટ્રની મહિલાઓ દ્વારા ખાંપ (નાના ગોળ ખાભલા)નો ઉપયોગ કરવામાં આવે છે.
  • આભલા ભરતકામ પ્રાચીન સમયમાં લીંબડી અને કપડવંજમાં કરવામાં આવતું.
  • લગ્નપ્રસંગે માથે મુકાતા મોડિયા પર તથા બળદની સ્કૂલોમાં સફેદ અને રંગીન દોરાઓથી આભલા ટાંકવામાં આવતા હતા. આ ભરત સૌરાષ્ટ્ર વિસ્તારની વિશેષતા છે.

સુજની ભરત

  • સુજની એ રેશમ કે સાદા દોરાથી તાણા વાણાના તાંતણે બંધાયેલી નકશીદાર કામગીરી છે.
  • ભરૂચની પ્રસિદ્ધ વણાટ તકનીક જે 19મી સદીના મધ્ય ભાગમાં વિકસી હોવાનું મનાય છે. જેમાં બેવડી વણાટ તકનીકનો ઉપયોગ કરી બંને બાજુ કાપડ પર વણાટકામ કરવામાં આવે છે.
  • સુજની ભરતમાં એકપણ ટાંકો લીધા વગર રૂની રજાઈ તથા ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે.
  • સુજની આંદામાન-નિકોબાર ટાપુઓની કલા હોવાનું માનવામાં આવે છે.

કિનખાબ

  • ગુજરાતમાં સાડીઓ રેશમમાંથી બનાવવામાં આવે છે. તેમના પર વિશેષ જરી (સોના અને ચાંદીના તાર)નો ઉપયોગ કરવામાં આવે છે. જેને કિનખાબ તરીકે ઓળખવામાં આવે છે.
  • જેમાં જાંબુડિયા અને લાલ રંગનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે લીલા રંગ દ્રારા ફૂલો, પક્ષીઓ, પ્રાણીઓ વગેરેને ચિત્રિત કરવામાં આવે છે.
  • ગુજરાતમાં સુરત, અમદાવાદ, જામનગર કિનખાબ માટે જાણીતા કેન્દ્રો છે.

મશરૂ

  • મશરૂના વણાટમાં કાપડની બહારની બાજુએ રેશમી અને અંદરની બાજુએ સુતરાઉ દોરાથી વણેલાં રેશમી લહેરિયામાં રેશમી અને સુતરાઉ દોરાને લાલ, લીલા, પીળા રંગોથી રંગવામાં આવે છે.
  • કચ્છની કેટલીક કોમ દહેજ માટેના કપડા સીવડાવવા મશરૂનો ઉપયોગ કરે છે.
  • કટારિયો, કમખી, કંકણી, સોદાગરી, અરબી મશરૂની મુખ્ય ડિઝાઈન છે. એક સમયે આ કાપડ ગુજરાતમાં ભૂજ અને સુરતમાં બનતું હતું.

તણછાંઈ

  • તણછાંઈમાં રેશમી કાપડનો ઉપયોગ થાય છે જેના પ , હાથી વગેરેની આકૃતિઓ છાપવામાં આવે છે.
  • આ પ્રકારના કાપડનું ઉત્પાદન સુરતમાં થાય છે.

કાઠી ભરત

  • આ ભરતકામની શૈલી સૌથી પ્રાચીન છે.
  • કાઠીભરત સૌરાષ્ટ્રમાં કાઠી કોમની મહિલાઓ દ્વારા થાય છે. જેમાં કૃષ્ણલીલા, ઢોલામારું, રામાયણ પશુ-પક્ષીઓ વગેરે ભાત ભરત દ્વારા ઉપસાવવામાં આવે છે.
  • સૌરાષ્ટ્રના જૂના ભરતકામમાં કાઠી ભરતનો સમાવેશ થાય છે.
  • કાઠી ભરતકામ ગૃહ શણગાર, પશુ શણગાર તથા પહેરવેશ માટે જાણીતું છે.
  • કાઠી ભરતકામ સોય અને આરી બંને દ્વારા કરવામાં આવતું હતું. જેમાં ગણેશ સ્થાપના, સૂરજ સ્થાપન, ચાકળા, તોરણ બનાવવામાં આવતા.

કણબી ભરત

  • કણબી ભરત કણબી જાતિની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.
  • આ પ્રકારનું ભરત જાડા કપડાં પર કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે લાલ અને ભૂરા રંગનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ખેતીમાં ઉપયોગી પશુઓ માટે વપરાતા કાપડમાં, ચણિયા, ચાકળા વગેરે પર આ પ્રકારનું ભરતે કામ કરવામાં આવે છે.
  • જેમાં આભલા(કાચ) પણ લગાડવામાં આવે છે.
  • આ પ્રકારના ભરતકામ માટે મુખ્યત્વે ભાવનગરનો ગારિયાધાર જિલ્લો પ્રખ્યાત છે.

કેનવાસ અને નાકા ભરત

  • કેનવાસ અને નાકા ભરત એ સૌથી મુશ્કેલ ભરતકામ પૈકીનું એક છે. કેમકે આ ભરતમાં સૂતરના દોરાના ત્રાગ ગણીની ભરવામાં આવે છે.
  • આ ભરતકામ સ્ત્રીઓ દ્વારા નવરાશની પળોમાં કાંગરી, અદગલિયા, લાડવા, ફૂલો, ચટકુંડા વગેરે ભાત પાડીને બનાવવામાં આવતું હતું.
  • સામાન્ય રીતે ખેડૂત વર્ગની સ્ત્રીઓ આ ભરત ભરે છે.

મહાજનિયા ભરત

  • સૌરાષ્ટ્રના વાણિયા, શ્રીમાળી, સોની, લુહાણા વગેરે જાતિની સ્ત્રીઓ જે ભરતકામ કરે તે મહાજનિયા ભરત તરીકે જાણીતું છે. આ ભરત કાઠીભરતને મળતું આવે છે અને તેમાં ખેડભરતનાં શોભન પ્રતીકો, રંગો અને ભાતો જોવા મળે છે.
  • હાલાર પંથક, ભાલ પ્રદેશની દરજી અને કચ્છની દલિત સ્ત્રીઓમાં કટાવકામની કળા એ મહાજનિયા ભરતને મળતી આવે છે.

હીર અને ઊનનું ભરતા

  • સામાન્ય રીતે કપડા ઉપર સૂતરના દોરાનું ભરત જોવા મળે છે પણ સૌરાષ્ટ્રની નારીઓ મોટે ભાગે ઘર અને પશુ શણગારના ભરતમાં રાતા, પીળા, લીલા, ભૂરા, ધોળા, હીરના દોરાનો ઉપયોગ કરે છે. ગરમ ધાબળા કે કપડાં પર ઘણીવાર ઊતના રંગીન દોરાનું ભરત પણ જોવા મળે છે.
  • ભરવાડ અને રબારીઓની ધાબળીના છેડે, પ્રકારનું ભરત જોવા મળે છે. જ્યારે ભરવાડણોના ઓઢવાના ગરમ વસ્ત્રો ઉપર સુતરા કે હીરનું ભરત જોવા મળે છે.

સૌરાષ્ટ્રનું મોતીકામ

  • ગુજરાતમાં મોતીકામ ફકત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં જોવા મળે છે. મોતીના તોરણો ઉપરાંત મોતી ભરેલી તલવારો, મોતીની દોરીઓ, મોતી ભરેલી ઈંઢોણીઓ, શ્રીફળ, ચોપાટ, કંકાવટી એ બધાં મોતીકામના સુંદર નમૂનાઓ છે.
  • પરણ્યા પછી પોતાના પિયર (આણે) જતી કન્યાને "જિયાણું" આપવાની પ્રથા છે જેમાં મુખ્યત્વે હીરભરતના વસ્ત્રો અને શણગાર ઉપરાંત મોતીકામની ચીજો આપવામાં આવે છે.

લોકનારીના ગૃસજાવટ

  • ગૃહ સજાવટમાં ચાકળા, તોરણિયા, ચિતરિયા, તકિયા, ઓશિકા વગેરેનું ભરતકામ થાય છે. તેની આકૃતિઓ સરખામણીમાં જુદી હોય છે. લગ્નપ્રસંગે ઘરમાં ગાર કરવામાં આવે, દિવાલો રંગવામાં આવે, કયાંક અબરખની છાંટ વડે રંગવામાં આવે અને પછી આ ગૃહશોભનથી આખું ઘર ઉજળું બને છે.

બાંધણી

  • સૌરાષ્ટ્રના જામનગર, જેતપુર, ભૂજ અને માંડવી બાંધણી માટેનાં જાણીતા સ્થળો છે.
  • આ કળાને અંગ્રેજીમાં ટાઈ-એન્ડ-ડાઈ કહેવામાં આવે છે, લગ્નપ્રસંગે નવવધૂના ઘરચોળામાં પણ બાંધણીની ભાત જોવા મળે છે. બાંધણી મલમલ અને સુતરાઉ કાપડ પર બનાવવામાં આવે છે.
  • બાંધણીમાં જરીકામને 'બંધેજ' કહેવામાં આવે છે.

ભરતગૂંથણ

  • ગુજરાતનું ભરતગૂંથણ તેની સર્જનાત્મકતા અને બારીકાઈ માટે પ્રખ્યાત છે.
  • ભરતકામ ગુજરાતનું પરંપરાગત કૌશલ્ય છે.
  • ભરતકામમાં પણ તોરણ કામ સૌથી વધારે પ્રચલિત છે.
  • હાલમાં ગુજરાતમાં આભલા ભરત પણ ખૂબ જ વિકસ્યું છે.
  • આભલા ભરતમાં નાના નાના ગોળાકાર કાચના ટુકડાને ભરતમાં સજાવવામાં આવે છે.

પાટણના પટોળા

  • ગુજરાતમાં સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહના સમયમાં મારવાડથી સાળવી પરિવારોને રાજ્યાશ્રય આપીને પટોળાની શરૂઆત થઈ હતી. પરંતુ પટોળાનો સૌથી વધારે વિકાસ કુમારપાળના સમયમાં થયો, પાટણ જિલ્લો તેના વિશિષ્ટ પ્રકારના 'પટોળા' માટે દેશ-દુનિયામાં પ્રખ્યાત છે.
  • પટોળાને સંસ્કૃતમાં 'પટ્ટદકલ' કહે છે.
  • પટોળા 'બેવડ ઈકત' શૈલીમાં બનાવવામાં આવે છે. (બેવડ એટલે બંને બાજુ અને ઈકત એટલે વણાંટ)
  • પટોળામાં રેશમી તાણાવાણાને વણતાં પહેલાં અગાઉથી નક્કી કરેલી શૈલી મુજબ કાળજીપૂર્વક રંગવામાં આવે છે અને ત્યારબાદ તેને ચોક્કસાઈપૂર્વક શાળ પર ગોઠવી ફૂલો, પોપટ, હાથી, મોર ઉપરાંત ફૂલોવાળી વિશિષ્ટ ડિઝાઈન તૈયાર કરવામાં આવે છે.
  • આ પ્રકારના પટોળા તૈયાર કરવામાં છ મહિના થી એક વર્ષ જેટલો સમય લાગતો હોય છે.
  • આ પ્રકારની સાડીમાં બંને બાજુએ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે.
  • પાટણ ઉપરાંત બાલી અને ઈન્ડોનેશિયામાં પણ બેવડ ઈકત શૈલીનો ઉપયોગ થાય છે.
  • વર્તમાનમાં કસ્તુરચંદ પરિવાર પટોળા સાથે સંકળાયેલ છે.

મોતીકામ

  • મોતીકામ અંતર્ગત બે કે ત્રણ રંગના મણકાઓને ગોઠવી વિશેષ ભાત તૈયાર કરવામાં આવે છે. આ કામ મુખ્યત્વે સફેદ કપડાં પર કરવામાં આવે છે.
  • ગુજરાતમાં આદિવાસીઓનું મોતીકામ વખણાય છે. ગુજરાતમાં મુખ્યત્વે ખંભાત અને સૌરાષ્ટ્રમાં મોતીકામ કરવામાં આવે છે.

જરીકામ

  • ગુજરાતમાં જરીકામ મુઘલ શાસક અકબરના સમયથી પ્રચલિત છે. વસ્ત્ર પરિધાનોમાં જરીકામ, અજરકામ, બાટીકકામ અને જરદોશી કામ માટે મધ્યકાળથી જ સુરત જાણીતું થયું.
  • જરી એ ચાંદી અને સોનાના તારમાંથી બનાવાતી. લગ્નપ્રસંગોમાં નવવધુના ઘરચોળા અને પાનેતરમાં પણ જરી લગાડવામાં આવે છે.

રોગનકામ

  • વિવિધ રંગોનો ઉપયોગ કરીને રોગનને હાથમાં લાકડાંની પતળી સળી વડે પકડીને કાપડ પર પાડવા આવતી ભાતને રોગનકામ કહે છે.

રાચરચીલું

  • ગાદી-તકિયાના કવર વગેરે બાબતોમાં આભલા(કાચ) કામ કરેલું રાચરચીલું જોવા મળે છે.
  • રાચરચીલુંમાં ચાદર, તકિયા કવર, ઢોલિયા કવર, ટેબલ મેટ્સ વગેરે વસ્તુઓ તૈયાર કરવા માટે ભૌતિક આકારો, પ્રાણીઓના ચિહ્નો , કલમકારી, બ્લોકપ્રિન્ટ વગેરેનો ઉપયોગ થાય છે.

રંગાટીકામ

  • ગુજરાતના કચ્છ જિલ્લામાં ચૂંદડી, ચાદર, ઉપરણ વગેરેનું રંગાટી કામ થાય છે. આ સિવાય જામનગર, ગોંડલ, જેતપુર, રાજકોટ,સુરતમાં રંગાટી કામ માટે મિલનું વાયલ, મલમલ, લોન, કેમ્બિક તથા પાવરલૂમ અને હેન્ડલૂમનું કાપડ વપરાય છે.

કટાવકામા

  • કટાવ કામ એટલે કાપડના મોટા ટુકડા ઉપર વિવિધ રંગબેરંગી કાપડના ટુકડા ભરવાની કળા.
  • મોટા ટુકડા જો રંગીન હોય તો તેને ચારવડી કે બેવડી ઘડી પાડીને પછી તેના પર આકાર ચિતરીને કાપીને મોર, હાથી, પોપટ, ઘોડો, ઢેલ અને વૃક્ષો અંકિત કરવામાં આવે છે.
  • કટાવ કામમાં મુખ્યત્વે કાપેલું અને કાતરથી કોરેલું કટાવ કામ સુંદર લાગે છે. રંગબેરંગી ટુકડાઓ વચ્ચે સફેદ ભાત સરસ દેખાય છે અને સફેદ કપડા પર રંગીન ભાતો ઉપસાવામાં આવે છે.
  • સૌરાષ્ટ્રમાં મોચીઓ ચામડામાં કટાવકામ કરીને ઘાંડાની ઉપર બેસવાનું આસન બનાવવામાં આવે છે.

ખરડવણાટ કળા

  • ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વણાટકળા વિશેષ જોવા મળે છે. ઘેટા, બકરા, ઊંટનાં શરીર પરના વાળ અને તેના પર વનસ્પતિ જન્ય કલર કરીને દોરી, પધલછણિયા, ગરમ વસ્ત્રો, ઘરનું સુશોભન વગેરે બનાવવાની કળાને ખરડકળા કહે છે.
  • ખાસ કરીને કચ્છમાં પિંજારા અને મજૂરી સમુદાય આ કળા સાથે સંકળાયેલા છે.
  • ખાસ કરીને આ કળામાં 'નામદાકળા' જાણીતી છે. જેમાં ખાસ પ્રકારના ઘેટાની ઉનમાંથી કાપડ તૈયાર કરવામાં આવે છે. જે મોટા ભાગે ગરમ વસ્ત્રો હોય છે. મુસ્લિમ સમુદાયમાં નમાજ પઢતી વખતે ઉપયોગમાં લેવાતી સાદડી એક નામદારનો પ્રકાર છે.
  • નોંધ:- નમાજ પઢતી વખતે ઉપયોગમાં લેવાતી સાદડીને મુસલ્લો કહે છે.

માટીકામ

  • ગુજરાતમાં પકવેલી માટીના સાધનોનો ઉપયોગ સિંધુ ખીણ સંસ્કૃતિના કાળથી થાય છે. માત્ર ચીજવસ્તુઓ બનાવવા માટે જ નહીં, પરંતુ ગામડાના મકાનમાં ભીંત-લીંપણ, ઊંબરાની સજાવટ તથા આંગણાના સુશોભન માટે પણ થાય છે.
  • પાટણના ઓતિયા કુંભારો વિશિષ્ટ પ્રકારના રમકડાં બનાવે છે. સુરેન્દ્રનગરના થાનમાં પણ માટીના રમકડાં બને છે.
  • કચ્છ અને સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરના માટીના રમકડાંને 'ઘંટી ઘોડા' કહેવામાં આવે છે.
  • ગુજરાતમાં અરવલ્લી અને છોટા ઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાં લોકો માટીમાંથી ઘડા બનાવે છે અને તેમાં ઘોડા દેવતાની આકૃતિ દોરે છે અને ખત્રીદેવની મૂર્તિ બનાવે છે. લોકવાયકા મુજબ આવું કરવાથી પોતાના સંતાનનું રક્ષણ થાય છે.
નોંધ : સૌ પ્રથમ ચોપાની–માંડો ખાતે માટીકામનાં (હાલના અલાહાબાદ (ઉત્તરપ્રદેશ) પ્રથમ અવશેષો મળેલા હતા, જે વિશ્વના સૌ પ્રથમ અવરોષો હતા.

ઓળિયો

  • ઓલિયોએક પ્રકારની ભીતિ ચિત્ર કળા છે. ખાસ કરીને લગ્નના અવસર સમયે ઘરની સજાવટ માટે લીપણ કરવામાં આવે છે. આ કળા ખાસ ગ્રામીણ ક્ષેત્રના મકાનોમાં જોવા મળે છે. ગામડાંના મોટાભાગના ઘરોની ઓસરી, દિવાલ પર લીંપણ કે ઓલિપો કરવામાં આવતો હતો.
  • ઓળિયો કે લીંપણમાં ચીકણી માટી, છાણ અને ઘઉંનું કુંવળ મીશ્રીત કરીને તેમાં જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી પગથી ખૂંદીને તૈયાર કરાતું. જેને સ્થાનીક બોલીમાં 'ગારિયું' કહેવામાં આવતું. ઘરની સ્ત્રીઓ હાથની હથેળીઓ વડે દિવાલ કે ઓસરી પર વિવિધ ભાતો ઉપસાવતી. આ ભાતમાં વિશેષ ખજૂરી કે તાડના ચિત્રો અંકિત કરવામાં આવતા.
  • લીપણ કે ઓળિપો લગ્ન પ્રસંગ કે તહેવારોમાં મકાનની સજાવટ વધારવા માટે કરવામાં આવતું.

આળેખ

  • 'આળેખ' એટલે ગુજરાતના ગામની નારીઓ લીધેલી માટીની દિવાલ ઉપર રંગો વડે ચિતરામણ કરીને પોતાની ઉર્મીઓને અભિવ્યકત કરે છે, આળેખ શબ્દ મૂળ આલેખન પરથી ઉતરી આવેલો છે. ભરતકામ માટે કાપડ પર કરાવતું ચિત્રકામ આળેખ કહેવાય છે.
  • આળખની આગવી લોક કળાના સંસ્કાર સામાજિક ઉત્સવ રૂપે જેમકે દિવાળી કે અન્ય પ્રસંગોએ ઘર, ઓરડા ફળિયામાં લીંપણ કરવામાં આવે છે. તો કયારેક આ લીપણમાં મુખ્યત્વે ગણેશજીની કાપડ પર આકૃતિ બનાવવામાં આવે છે.
  • વૈશાખ સુદ ચોથના દિવસે ગુજરાતના ખેડૂતો ગણેશ ચોથનું વિશેષ મહત્વ છે. આ દિવસે ઘરમાં બાજોટ ઢાળીને તેના પર કપડું પાથરીને ઘઉની ઢગલી કરે છે. ગણપતિની મૂર્તિને ઢગલી પર બેસાડી તેની પૂજા કરે છે. આ દિવસે લાડુનો પ્રસાદ બનાવવામાં આવે છે.
  • આ સમયે સૌરાષ્ટ્રમાં કંકુ કે સિંદુર લઈ ઘરના બારસાખ, ખડકી કે ડેલા પર શ્રી, લાભ, શુભ કે લાભ સવાયાના પ્રતીકો કરવામાં આવે છે.
  • લગ્ન સમયે અમુક સમાજમાં કુળના આદિ પુરુષ કે ગોત્ર દેવનું આલેખન કરવામાં આવે છે. મોટાભાગે ગણપતિની વિશેષ આલેખન કરવામાં આવે છે.
  • ગુજરાતમાં વેપારી પ્રજાઓ કોઈ ખાસ પ્રસંગે પોતાના સાધનોની પુજા કરે છે. જેમકે વેપારીઓ ધનતેરસના રોજ ચોપડા પૂજનમાં કંકુ વડે ‘શ્રી ૧' લખે છે. લુહાર પોતાની ધમણ પર, ખેડુત પોતાના સાંતી કે ગાડા પર, સોની પોતાની સગડી, ખારવા પોતાના વહાણ પર કે ઉધોગોમાં મશીનો પર ચાંદલા, ત્રિશુલ, ગણેશ કે માતાજીના પ્રતીક ચિત્રો દોરી સુખ સમૃદ્ધિની યાચના કરવામાં આવે છે.

કાષ્ઠકલા

  • સંસ્કૃતિના વિકાસમાં વિવિધ કળાઓનું વિશિષ્ટ પ્રદાન જોવા મળે છે. લાકડા પર નકશીકામ કરવાની કળા ઘણી જૂની છે. તેના પ્રમાણો વેદ, પુરાણ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, મહાભારત, બૃહતસંહિતા, બૌદ્ધ સાહિત્ય, રામાયણ અને પરદેશી મુસાફરોના ગ્રંથોમાંથી મળે છે.
  • મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના કાષ્ઠથી બનેલ મહેલની નોંધ મેગેસ્થનિસના 'ઈન્ડિકા' ગ્રંથમાં જોવા મળે છે. મહાભારતમાં વર્ણવેલો લાક્ષાગૃહ લાકડા અને લાખનાં મિશ્રણથી બનાવાયા હતાં.
  • સલાટોએ પથ્થર પર શિલ્પકામ શરૂ કર્યું તે પહેલા મકાનો અને મંદિરોના બાંધકામ અને તેના સુશોભનમાં કાષ્ઠકલાનો વિશેષ ઉપયોગ થતો હતો. ત્યારબાદ કાળક્રમે પથ્થરના સ્થાપત્યને કારણે કાષ્ઠકલાનો ઉપયોગ ઓછો થવા લાગ્યો. પથ્થરથી બનેલ શિલ્પ અને સ્થાપત્ય કાષ્ઠની તુલનામાં લાંબા સમય સુધી ટકી રહે છે, એ તેનું કારણ હોવાનું મનાય છે.

પ્રાચીન સમયનાં કાષઠસ્થાપત્યનાં મંદિર

  • ભારતમાં અને ગુજરાતમાં પ્રાચીન સમયમાં મંદિરોના બાંધકામમાં કાષ્ઠનો ખુબ જ ઉપયોગ થયેલો જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ બંધાવેલું પ્રભાસ-પાટણ (સોમનાથ)નું ત્રીજું મંદિર કાષ્ઠનું બનેલું માનવામાં આવે છે. ઈ.સ. 1026 ની આસપાસ મહંમદ ગઝનવીએ સોમનાથ પર ચઢાઈ કરી, ત્યારે તે સંપૂર્ણ લાકડાનું બનેલું હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ ભીમદેવ પ્રથમએ તેનો પુનરોદ્ધાર કરી તે મંદિર પથ્થરનું બનાવ્યું હતું.
  • ગુજરાતની રાજધાની શ્રીમાલ ( ભિન્નમાલ) માં સૂર્યમંદિર કાષ્ઠકલાનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવે છે. જે સૂર્યના 108 નામ પૈકી જગતસ્વામીનું મંદિર હતું.

જૈન દેરાસરો અને તેની કાષ્ઠકળા કારીગીરી

  • મધ્યકાળ દરમિયાન ગુજરાતનાં જૈન દેરાસરો બંધાયેલાં તે સંપૂર્ણ લાકડાના હતા. ઉદા મહેતાએ બનાવેલા શત્રુંજયનાં જૈન મંદિરો અગાઉ લાકડાના બનાવેલા હતા, ત્યારબાદ તેમણે પથ્થરના બનાવડાવ્યા.
  • ગુજરાતમાં આવેલ સુરતનું ચિંતામણી દેરાસર, દેવશાપાડામાં આવેલ શાંતિનાથના દેરાસર અને ઝવેરીવાડ શેખના પાડામાં આવેલ શિતલનાથના દેરાસર, અમદાવાદનું શાંતિનાથ દેરાસર આજે પણ કાષ્ઠકલાના ઉત્તમ નમૂના ગણાય છે.

કાષ્ઠકળામાં સુશોભનો અને ભાતો

  • ગુજરાતના કાષ્ઠકામના કારીગરો લાકડાના શણગારમાં વેલીઓ, ફૂલો કે ભૌમિતિક આકારોની ભાતો ઉપસાવતાં. આ ઉપરાંત દેવ-દેવીઓ, અપ્સરા, ગાંધર્વ, દિકપાલ, કિનર-કિન્નરી તથા માનવ આકૃતિનાં શિલ્પો પણ જોવા મળે છે.
નોંધ :
  • રાજકોટની મીનાકારી (સોના-ચાંદીના પુરાતા ચમકતાં રંગો)ની સજાવટવાળું રાચરચીલું જાણીતું છે.
  • ગુજરાતમાં લાકડા ઉપરનું નકશીકામ મકાનો તેમજ મંદિરોમાં જોવા મળે છે.
  • ગુજરાતના ઈડર, સિદ્ધપુર, સંખેડા જેવા શહેરોમાં લાકડાના રમકડાં જાણીતા છે.
  • રોજીંદા વપરાશની ચીજો, બાજોઠ, પલંગ, હિંડોળા, કબાટ વગેરે લાકડામાંથી બનાવવામાં આવતા.
  • ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લાના સંખેડાનું લાકડાનું ફર્નિચર જાણીતું છે. સંખેડાના ફર્નિચરને GI ટેગ પણ મળ્યો છે.
ભૌગોલિક સંકેતો (GI) વિશે માહિતી
  • ભૌગોલિક સંકેત (Geographical Indication) એ વિશેષ વસ્તુઓને આપવામાં આવતું નામ અથવા ટેગ છે. જે તે વસ્તુઓના ચોક્કસ ભૌગોલિક સ્થાન અથવા મૂળનું પ્રમાણ આપે છે અને વસ્તુની ગુણવત્તા કે મહત્વ સુનિશ્ચિત કરે છે.
  • આંતરરાષ્ટ્રીય સ્તરે GI ટેગ 'ટ્રેડ-રિલેટેડ એકસપેકટ્સ ઓફ ઈન્ટેલેકચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ' (TRIPS) પરના WTO એગ્રીમેન્ટ દ્વારા સંચાલિત થાય છે.
  • ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગ અંતર્ગતની કન્ટ્રોલર જનરલ ઓફ પેટર્સ, ડિઝાઈન્સ એન્ડ ટ્રેડમાર્કસ (CGPDTM) અને ઈન્ડિયન પેટર્સ ઓફિસ દ્વારા GI ટૅગ આપવામાં આવે છે.
  • જીયોગ્રાફિકલ ઈન્ડિકેશન ઓફ ગુસ (રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેકશન) એકટ, 1999 અંતર્ગત તેની નોંધણી કરાય છે.
  • ભારત સરકાર દ્વારા ભૌગોલિક સંકેતો માટે લોગો અને ટેગલાઈન શરૂ કરવામાં આવ્યાં છે
  • તેની ટેગલાઈન "ઈનવેલ્યુએબલ ટ્રેઝર્સ ઓફ ઈન્ડેડીબલ ઈન્ડિયા'' છે. દેશમાં સૌપ્રથમ GI ટેગ દાર્જીલીંગની ચાને 2004-05 માં આપવામાં આવ્યું હતું.
  • હૈદરાબાદની હલીમ GI ટેગ પ્રાપ્ત કરવાવાળી ભારતની એકમાત્ર વાનગી છે. GI ટેગ નીચેની વસ્તુઓ માટે આપવામાં આવે છે : કૃષિ ઉપજ, પ્રાકૃતિક વસ્તુઓ, હસ્તકળા, ખાધ સામગ્રી, વસ્ત્ર અને કાપડ, હસ્તનિર્મિત શેતરં , મસાલા, પીણાં, ઔદ્યોગિક ઉત્પાદન.

જરાતમાં (GI ટેગ મેળવનાર વસ્તુઓની યાદી

 
જરાતમાં (GI ટેગ મેળવનાર વસ્તુઓની યાદી
GI ટેગવસ્તુ
સંખેડા ફર્નિચર અને તેનો લોગોહસ્તકળા
ખંભાતના અકીક અને તેનો લોગોહસ્તકળા
કચ્છી એમ્બ્રોડરી અને તેનો લોગોહસ્તકળા
પેઠાપુર વુડન પ્રિન્ટિંગ બ્લોકસહસ્તકળા
સુરતી જરી કામહસ્તકળા
તંગાલિયા શાલહસ્તકળા
ગીરની કેસર કેરીકૃષિ
ભાલિયા ઘઉંકૃષિ
કચ્છી શાલહસ્તકળા
પાટણના પટોળાહસ્તકળા
જામનગરી બાંધણીહસ્તકળા