Type Here to Get Search Results !

કાનૂન દ્વારા માન્યતા પ્રાપ્ત વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ

આપણા દેશમાં હાલ અનેક પ્રકારની સારવાર પદ્ધતિઓ અમલમાં છે. દરેક નાગરિક પોતાને યોગ્ય લાગે તે પદ્ધતિની સારવાર લેવા સ્વતંત્ર છે, તેમાં કોઇ કાનૂની બાધ નથી. આપણા દેશમાં જેટલી ચિકિત્સા પદ્ધતિઓ છે, તેને બે ભાગમાં વહેંચી શકાય : (૧) સરકારશ્રી દ્વારા માન્ય ચિકિત્સાપદ્ધતિઓ, (૨) બિનમાન્યતા પ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિઓ.
કાનૂન દ્વારા માન્યતા પ્રાપ્ત વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ

કાનૂન દ્વારા માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિઓ

સરકાર દ્વારા માન્ય સારવાર પદ્ધતિઓમાં પારંગત થવા માટે શિક્ષણને પણ માન્યતા આપેલ હોય છે. તે માટેનો અભ્યાસક્રમ પણ નકકી કરવામાં આવેલ હોય છે, જેનો અભ્યાસ સરકારશ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજ કે સંસ્થામાં જ થઇ શકે છે અને તે અભ્યાસમાં દાખલ થવા માટેનાં ધોરણો પણ નક્કી કરવામાં આવેલ હોય છે. જે તે અભ્યાસક્રમની પરીક્ષાઓ યુનિવર્સિટી કે માન્ય બોર્ડ દ્વારા લેવામાં આવે છે. પરીક્ષા પાસ કર્યા બાદ તેનું ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ વગેરે આપવામાં આવે છે. તો પણ, આ ડિગ્રી મળ્યા બાદ તુરંત પ્રેક્ટિસ થઈ શકે નહીં, પ્રેક્ટિસનો પ્રારંભ કરતાં પહેલાં કાયદાથી સ્થાપિત કાઉન્સિલમાં ડિગ્રીધારીએ રજિસ્ટ્રેશન નોંધણી કરાવવી ફરજિયાત હોય છે, અને રજિસ્ટ્રેશન નંબર મેળવવાનો હોય છે. રજિસ્ટ્રેશન મળ્યા બાદ જ જે તે પદ્ધતિમાં તબીબ તરીકે સરકારી નોકરી કે ખાનગી પ્રેક્ટિસ કરી શકાય છે. મેડિકલ કાઉન્સિલમાં ઉપરોક્ત રીતે નામ નોંધણી કરાવ્યા બાદ તબીબને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરની ઓળખ મળે છે અને તે સાથે જ કેટલાક વિશિષ્ટ અધિકારો પણ પ્રાપ્ત થાય છે; જેવા કે :
  • જે તે પદ્ધતિમાં રજિસ્ટર્ડ થયેલ તબીબને રાજ્ય સરકાર કે સ્થાનિક સંસ્થાની હૉસ્પિટલમાં નોકરી મળી શકે છે. અથવા પ્રાઇવેટ પ્રેક્ટિસ ભારતના કોઇપણ પ્રદેશમાં કરી શકે છે.
  • ભારતની માન્ય ડિગ્રી હોવાથી દુનિયાના કોઇપણ દેશમાં, જ્યાં ભારતની ડિગ્રી માન્ય હોય ત્યાં, ઉચ્ચ શિક્ષણ મેળવી શકે, નોકરી કરી શકે, અને તે દેશમાં માન્ય હોય તો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે છે.
  • રજિસ્ટર્ડ પ્રેક્ટિસનર એકરાપર્ટ તરીકે ભારતની કોઇપણ અદાલતમાં જુબાની આપી શકે છે.
  • ભારતના કાયદા પ્રમાણે કોઇપણ રજિસ્ટર્ડ પ્રેક્ટિસનરને પોલીસ પંચનામાંમાં ઇન્કવેસ્ટમાં સાક્ષી બનવાની ફરજમાંથી મુક્તિ મળે છે.
  • રજિસ્ટર્ડ પ્રેક્ટિસનર મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરી શકે છે.
  • કોઇપણ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનર પોતાના નામ પાછળ ‘‘રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનર” જેવી ઓળખાણનો ઉલ્લેખ કરી શકે છે.
જ્યારે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનર જે તે મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન મેળવવા માટે અરજી કરે છે ત્યારે, તબીબને જેમ કેટલાક વિશેષ અધિકારો પ્રાપ્ત થાય છે તેમ, તેણે કાયદાના પાલનની બાંહેધરી આપતી રજિસ્ટ્રેશન મેળવવાની પ્રક્રિયાના એક ભાગ તરીકે પ્રતિજ્ઞાપત્રક પર સહી કરવી પડે છે, જેને મેડિકલ ભાષામાં હિપોક્રેટિક ઓથ (સોગંદ) કહેવામાં આવે છે. બધા જ તબીબો આ ઓથ લઇને તેના પાલન માટે બંધાય છે, જેને તબીબી વ્યવસાયની આચારસંહિતા અને વર્તણૂકના નિયમો (Ethics) કહેવામાં આવે છે. હિપોક્રેટસ વિશે આ પુસ્તકના વિભાગ-૪માં માહિતી આપવામાં આવેલ છે. કોઇપણ તબીબ હિપોક્રેટિક ઓથ આધારિત કાનૂનનો ભંગ કરે અથવા તો તબીબી વ્યવસાયની પ્રતિષ્ઠાને લાંછન લાગે કે હાનિ પહોંચે એવું વર્તન કરે તો મેડિકલ કાઉન્સિલ તે તબીબ સામે શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા ધરાવે છે. અને ગુનાની ગંભીરતા પ્રમાણે તેનું રજિસ્ટ્રેશન થોડા સમય માટે રદ કરે છે. અથવા ગંભીર ગુનામાં તેનું રજિસ્ટ્રેશન કાયમી ધોરણે પણ રદ કરી શકે છે !

વિવિધ ચિકિત્સા પદ્ધતિ

આટલી પ્રારંભિક તો પણ પાયાની જાણકારી મેળવ્યા બાદ આપણે વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ વિશે જાણીશું.

એલોપથી (Allopathy)

(Alloe = other + Pathos = disease, Suffering) એલોપથીને આપણે મોડર્ન મેડિસીન કહીએ છીએ. જેમાં મોડર્ન મેડિકલ સાયન્સનું જ્ઞાન આપવામાં આવે છે. આ પદ્ધતિમાં મોડર્ન મેડિસિન અને સર્જરીની બધી જ બ્રાન્ચનો સમાવેશ થાય છે. સમગ્ર વિશ્વમાં મોડર્ન મેડિકલ સાયન્સની બોલબાલા છે. કારણ કે તેમાં સૌથી વધુ સંશોધનો થાય છે. શસ્ત્રક્રિયા દ્વારા દર્દીને રોગમુક્ત કરવામાં આવે છે અને ત્વરિત ઇલાજ માટે ઇજેકશનો આપવામાં આવે છે. એટલે તેનો વ્યાપ વૈશ્વિક છે. હિપોકેા કે જેઓ ગ્રીક તબીબ હતા. તેમને મોડર્ન મેડિસીનના પ્રણેતા (Father of Medicine) કહેવામાં આવે છે. ભારતમાં બલકે વિશ્વમાં મોડર્ન મેડિસીનનું શિક્ષણ આપતી કોલેજો બહોળી સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે. અને આ પદ્ધતિ આધારિત ચિકિત્સા કરતી હોસ્પિટલોનો વ્યાપ દિનપ્રતિદિન વધતો જાય છે. તેના દ્વારા મળતી સારવારમાં દર્દીઓનો વિશ્વાસ વધતો જાય છે. આ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને સુપર સ્પેશિયાલિસ્ટ કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે. એલોપથી પદ્ધતિનું શિક્ષણ આપતી, શ્રેષ્ઠતા ધરાવતી અનેક શિક્ષણ સંસ્થાઓ દેશમાં છે. જેમાં વિષયનું ઊંડાણપૂર્વક અને તલસ્પર્શી જ્ઞાન આપતા અભ્યાસક્રમો હોય છે. સમગ્ર એલોપથી ડિગ્રી પ્રાપ્ત ડૉકટરોને રજિસ્ટ્રેશન આપવા માટે ઇન્ડિયન પાર્લામેન્ટ દ્વારા ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એકટ-૧૯૫૬ નામનો કાયદો ઘડવામાં આવેલ છે. જે ઉપરોકત મોડર્ન સિસ્ટમ ઓફ મેડિસીન ઉપર નિયંત્રણ રાખે છે. એટલે જ તો આ ક્ષેત્રમાં જેનો સમાવેશ થાય છે એવા દરેક તબીબે આ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય છે. આ ક્ષેત્રમાં કાઉન્સિલ સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. જે સલાહ આપે, કાયદા ઘડે અને સમગ્ર સિસ્ટમ ઉપર નિયંત્રણ રાખે છે.

હોમિયોપથી (Homoeopathy)

હોમિયોપથી Homoeopathy : Homo = similar, Symptoms. pathy = disease-suffering) હોમિયોપથી સારવાર પદ્ધતિનો ઇતિહાસ ૨૦૦ વર્ષ જૂનો છે. જેનો ઉદ્ભવ જર્મનીમાં થયેલ માનવામાં આવે છે. જેનો શ્રેય જર્મન તબીબ સેમ્યુઅલ હનેમન ને ફાળે જાય છે. તેથી જ તો ડૉ. હનમનને હોમિયોપથી ચિકિત્સા પદ્ધતિના પિતા કહેવામાં આવે છે. આ એક રોગોપચારની વિલક્ષણ પદ્ધતિ છે. જે સામ્યોપચાર એટલે કે Law of Similia પર આધારિત છે. હોમિયોપથી સારવાર કુદરતી સ્રોતમાંથી મળતી વસ્તુઓમાંથી કરવામાં આવે છે. જેમ કે, વનસ્પતિ (Vegetable) , ધાતુઓ, ખનિજક્ષારો, કેમિકલ્સ વગેરે. આ બધા સ્રોતમાંથી ઉદ્ભવેલ દવાઓની સારવાર પદ્ધતિ ૧૭૯૦ થી શરૂ થઈ કહેવાય છે. હાલે ભારતમાં હોમિયોપથી શિક્ષણની અનેક સંસ્થાઓ કાર્યરત છે. આ પદ્ધતિમાં ડિગ્રી, ડીપ્લોમા કે લાયસન્સ મળ્યા બાદ જ હોમિયોપથી તબીબ તર્ગીક પ્રક્ટિસ કરી શકાય છે. હોમિયોપથી તબીબોને રજિસ્ટ્રેશન લેવું ફરજિયાત છે. તેના વગર કોઇ વ્યક્તિ પ્રેક્ટિસ કરી શકે નહીં. ભારતની પાર્લામેન્ટ હોમિયોપથી શિક્ષણ, અભ્યાસક્રમ, તબીબી કોલેજની માન્યતા અને ડિગ્રી વગેરેના નિયંત્રણ માટે ધી હોમિયોપથી સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટ-૧૯૭૩ પાસ કરેલ છે. જેના અનુસંધાને આ કાઉન્સિલ હોમિયોપથી તબીબોને પ્રેક્ટિસ કરવા માટે રજિસ્ટ્રેશન આપે છે. હાલમાં હોમિયોપથી સારવારનો પણ વ્યાપક લાભ લેવામાં આવે છે. કહેવાય છે કે, આ સારવારનો એક ખાસ ફાયદો એ છે કે, તેની કોઇ આડઅસર થતી નથી.

આયુર્વેદ અને યુનાની ચિકિત્સા પદ્ધતિ

આયુર્વેદિક પદ્ધતિની સારવાર એટલે અષ્ટાંગ આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ. જેને ભારતીય ચિકિત્સા પદ્ધતિ પણ કહેવામાં આવે છે. મૂળભૂત રૂપે આ પદ્ધતિની સારવાર કુદરતી સ્રોતમાંથી મળતી વનૌષધી વગેરેથી કરવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે શરીરમાં વાત, પિત્ત અને કફ નો ઉપદ્રવ વધી જવાથી રોગો જન્મે છે. આયુર્વેદિક સારવાર પદ્ધતિ હજારો વર્ષ પુરાણી છે. આપણા ઋષિમુનિઓ અને વૈદરાજો કે હકીમો દ્વારા આ પદ્ધતિથી સારવાર કરવામાં આવતી હતી. તેમજ આપણા ઘરના વડીલો દ્વારા પણ ઘરગથ્થુ ઉપચારો કરવામાં આવતા તેને ડોશીમાનું વૈદું કહેવામાં આવતું. ચરક જે મહાન ફિઝિશિયન થઇ ગયા અને સુશ્રુત જે આયુર્વેદમાં મહાન શલ્યચિકિત્સક હતા. તેમણે ઇ.સ. પૂર્વે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો પ્રસાર અને વિકાસ કરેલ. ધવંતરિને આયુર્વેદના ભગવાન માનવામાં આવે છે. આયુર્વેદને દુનિયાની પ્રાચીન સારવાર પદ્ધતિઓ માંહેની એક પદ્ધતિ માનવામાં આવે છે. આઝાદી પહેલાં આ પદ્ધતિને જુદા જુદા પ્રદેશોમાં અલગ અલગ રીતે માન્યતા આપવામાં આવેલ. પરંતુ આઝાદી પશ્ચાત ભારત સરકારે આ સારવાર પદ્ધતિને કાનૂની માન્યતા આપીને અલગ કાઉન્સિલની રચના કરી. પાર્લામેન્ટમાં “ઇન્ડિયન મેડિસીન સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટ-૧૯૭૮” પસાર કરવામાં આવ્યો. જેના દ્વારા બધા જ આયુર્વેદ કે યુનાની પદ્ધતિમાં પ્રેક્ટિસ કરતા અને માન્ય સંસ્થાઓમાંથી લાયકાત મેળવેલ વૈદ્યોને આ કાઉન્સિલ દ્વારા રજિસ્ટ્રેશન આપવામાં આવે છે. તે મુજબ ગુજરાત રાજ્યમાં આયુર્વેદ પ્રેક્ટિસનરોને ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એકટ-૧૯૬ ૭ હેઠળ રજિસ્ટ્રેશન આપવામાં આવે છે. આઝાદી પહેલાં જે વૈદ્યો આયુર્વેદિક પ્રેક્ટિસ કરતા હતા તેમનું પણ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન આપવામાં આવતું હતું. ભારતમાં ધી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ, ધી ઇન્ડિયન મેડિસીન સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટ તથા ધી હોમિયોપથી સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટ, આમ આ ત્રણે કાઉન્સિલના કાયદાઓ લગભગ સરખા છે.

વિષયનું સમાપન કરતાં પહેલાં એ જાણી લઇએ કે...

એવી સારવાર પદ્ધતિઓ પણ આપણા દેશમાં ચાલી રહેલ છે કે જે કાયદાના બંધનથી મુક્ત છે ! આવી પદ્ધતિને કોઇ કાનૂની આરક્ષણ કે બંધન આપતી કે રજિસ્ટ્રેશન આપતી કોઇ કાઉન્સિલ પાર્લામેન્ટ દ્વારા બનાવવામાં આવેલ નથી. આથી જ તો આવી તમામ સારવાર પદ્ધતિ અમાન્ય કેટેગરીમાં મૂકી શકાય. ભારતમાં આવી આશરે પચાસથી વધુ સારવાર પદ્ધતિઓ ચાલી રહી છે ! જેના માટે કોઇ વ્યવસ્થિત અભ્યાસક્રમયુક્ત શિક્ષણ સંસ્થાઓ નથી તેથી સરકાર માન્ય ડિગ્રી મળતી નથી. આવી સારવાર પદ્ધતિનું નિયમન કરવા માટે ભારતની પર્લામેન્ટ કોઇ કાઉન્સિલની રચના કરેલ નથી. દર્દીઓ આવી સારવાર પોતાના જોખમે લેતા હોય છે ! તેમ છતાં એટલું કહી શકાય કે આવી સારવાર પદ્ધતિઓથી ઘણી વખત દર્દીને લાભ થયાનું દર્દીઓ સ્વીકારે પણ છે ! આવી બિનમાન્યતા પ્રાપ્ત સારવાર પદ્ધતિઓમાં નીચેનાં થોડાં નામો ગણાવી શકાય : ઇલેકટ્રોથેરાપી, નેચરોપથી, હાઇડ્રોપથી, યોગિક હીલિંગ, બોનસેટર (હાડવૈદ) એક્યુપ્રેસર, એક્યુપંચર, એરોથેરાપી વગેરે વગેરે... આ લેખના સમાપનમાં એટલું કહી શકાય કે દરેક વ્યક્તિ પોતાને યોગ્ય લાગે તે સારવાર પદ્ધતિ હેઠળ ચિકિત્સા કરાવવા સ્વતંત્ર હોય છે. તો પણ એક કહેવત હંમેશાં યાદ રાખવી : नीम हकीम खतरेमें जान । અને એ પણ યાદ રાખવું કે, ક્વોલિફાઇડ અને વિષયના નિષ્ણાત તબીબની સારવાર લેવી સલામત ગણાય. ડૉક્ટરને એટલે જ તો ઇશ્વર પછીનું સ્થાન આપવામાં આવ્યું છે ને !

ધન્વન્તરિ, ચરક, સુશ્રુત, હિપોક્રેટ્સ વગેરેઆજના ચિકિત્સકોની પેઢીઓના પૂરોગામી હતાં.પરંતુ તે પૂર્વે વિશ્વનો પ્રથમ ચિકિત્સકકોણ હશે?જવાબ આવો હોઇ શકે :પથરયુગના આદિમાનવોને પણ પીડાતો થતી જ હશે ને! જે માનવે અન્યના દુઃખતાઘા ઉપર ફૂંક મારી તેની પીડાનું શમન કરવાપ્રયત્ન કર્યો હશે તે વિશ્વનો પ્રથમ (આદિ)ચિકિત્સક કહેવાય. તેના આ માનવતાલક્ષી.અભિગમ દ્વારા એવો વિચાર ઉદ્ભવ્યો હશે કે,પીડાનું પણ શમન થઇ શકે છે ! અને સમયનાવહેતાં વહેણ સાથે જન્મી હશે પીડાશામકઔષધિઓ અને Analgesics !

Tags