Type Here to Get Search Results !

ગુજરાત સરકારની ઐતિહાસિક સ્મારકો અંગેની નીતિઓ

ગુજરાત સરકારની ઐતિહાસિક સ્મારકો અંગેની નીતિઓ Gujarat Government's policy on
historical monuments

સ્મારકોને રક્ષિત કરવાની નીતિ : પ્રાચ્ય સ્થાપત્ય કલા શૈલી ધરાવતા મહત્વનાં હોય અને ઓછામાં ઓછા એકસો વર્ષથી અસ્તિત્વમાં હોય તેવા મંદિરો, જળાશયો, મસ્જિદ, મહેલો, ગુફાઓ તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતાં શિલાલેખો, પ્રાચ્ય સાંસ્કૃતિક અવશેષો ધરાવતા ટીંબાઓ વગેરેને સને 1965ના ગુજરાત અધિનિયમ ક્રમાંક 25ની જોગવાઈ હેઠળ રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવે છે. કોઈપણ સ્મારકને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરતાં પહેલાં કલમ 41 મુજબ સરકારી રાજ્યપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને, આવા સ્મારકને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવાના પોતાના ઈરાદાની બે મહિનાની નોટિસ આપવાની રહે છે. કલમ 42 હેઠળ આ બે માસની મુદતમાં સરકારીશ્રી દ્વારા વાંધાઓ સ્વીકારવામાં આવે છે. ત્યારબાદ કલમ-43 હેઠળ બે મહિનાની મુદત પૂરી થયેથી રાજ્ય સરકાર પેટા કલમ (2) હેઠળ મળેલા વાંધા કોઈ હોય તો તેના પર વિચારણા કરીને સરકારી રાજ્યપત્રમાં જાહેરનામા દ્વારા પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકને રક્ષિત તરીકે જાહેર કરી શકાશે. 

ગુજરાત સરકારની ઐતિહાસિક સ્મારકો અંગેની નીતિઓ Gujarat Government's policy on

ભારતીય ભૂમિગત ધન અધિનિયમ - 1878

  • જમીનમાં ખોદકામ કરતાં જો પુરાવાશેષ મળી આવે તો તેને ''ભારતીય ભૂમિગત ધન અધિનિયમ-1878'' ની જોગવાઈઓ લાગુ પાડી શકાય. આવું મળી આવેલ ભૂમિગત ધન (પુરાવશેષ) દસ રૂપિયાથી વધુ રકમ કે મૂલ્યનું હોય તો શોધ કે કલમ-4 હેઠળ કલેકટરને લેખિત જાણ કરવી જોઈએ. આ મળી આવેલ ધનના હક્કદારોને છ માસમાં કલેકટર સમક્ષ હાજર થવા ફરમાવતું જાહેરનામું કલમ-5 હેઠળ કલેકટર બહાર પાડી જરૂરી કાર્યવાહી કરશે. ત્યારબાદ કલમ-6 થી 21 મુજબની તબક્કાવાર કાર્યવાહી કલેકટર દ્વારા કરવામાં આવ્યા બાદ આ અધિનિયમના સને 1959ના રૂલ્સ હેઠળ આ ધન સંપાદિત કરવા યોગ્ય છે કે કેમ ? તે અંગેનો અભિપ્રાય આ રૂલ્સની કલમ-5 મુજબ ભૂમિગત ધન અધિકારી (પુરાતત્વ નિયામક) કલેકટરને મોકલવાનો રહે છે. આ અભિપ્રાયના આધારે કલમ-6 હેઠળ સંપાદિત કરવા યોગ્ય હોય તેવું ધન રાજ્ય સરકાર વતી સંપાદિત કરતાં પહેલાં કલેકટરે રાજ્ય સરકારના હુકમ મેળવવા જોઈએ. આમ આ હુકમ મેળવ્યા બાદ કલમ-7 મુજબ રાજ્ય સરકારના હુકમ મેળવી સદર ધનસંગ્રહાલયોને હવાલે મૂકવામાં આવે છે.

ફિક્સિંગ માટેની મંજૂરી

  • રક્ષિત સ્મારકોનું વીડિયો શૂટિંગ, ફિલ્લિંગ માટે સને 1965ના ગુજરાત અધિનિયમ હેઠળ ગ્રાહ્ય રખાયા બાદ જજે તે અરજદારશ્રીને સંબંધિત કલેકટરશ્રી દ્વારા જરૂરી શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે.

વિશ્વ વારસા સપ્તાહની ઉજવણી

  • યુનેસ્કોની સામાન્ય સભાએ 1972માં વિશ્વ વારસા અધિવેશનમાં પસાર કરાયેલ ઠરાવને બહાલી આપી હતી અને તેના માટેના ખાસ કરાર ઉપર સહી કરનાર દેશોમાં ભારત પણ એક હતું. હકીકતમાં ભારતમાં થતી વિશ્વ વારસા સપ્તાહની ઉજવણી આંતરરાષ્ટ્રીય સ્તર પર ઐતિહાસિક સ્મારકો અને પ્રાચીન અવશેષો માટે ઉજવાતાં વિશ્વ વારસા સપ્તાહનાં જ એક ભાગરૂપ છે.
  • સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની સ્મૃતિમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ 1988થી એમના જન્મદિવસ 19મી નવેમ્બરથી એક સપ્તાહ માટે ભારતમાં વિશ્વ વારસા સપ્તાહની ઉજવણી કરે છે. અને ગુજરાત રાજ્ય સરકારનું પુરાતત્વ ખાતું પણ તેના મહામૂલા સ્મારકો પ્રત્યે લોકજાગૃતિ કેળવવા માટેનો સંદેશો લોકો સુધી પહોંચે તે માટે તા. 19મી નવેમ્બરથી 25 નવેમ્બર દરમિયાન વિશ્વ વારસા સપ્તાહની પ્રતિવર્ષ વિવિધ સ્થળોએ ઉજવણી કરે છે. જેમાં સ્મારકોની પુરાતત્વીય તેમજ ઐતિહાસિક મહત્વ સમજાવતું પ્રદર્શન, વ્યાખ્યાનો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજ સ્મારક પર પ્રકાશ આયોજન વગેરે કાર્યક્રમો યોજવામાં આવે છે. આવા કાર્યક્રમો ખાતા દ્વારા અમદાવાદ, કચ્છ, કપડવંજ વગેરે સ્થળોએ યોજવામાં આવે છે.
  • ઉપરોકત ઉજવણી ઉપરાંત તા. 18મી એપ્રિલના રોજ વિશ્વ વારસા દિનની પણ ભારત સરકારના તેમજ રાજ્ય સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ વારસા દિનની ઉજવણી અગાઉ શામળાજી, અમદાવાદ, પાવાગઢ જેવા સ્થળોએ કરવામાં આવેલ છે.