Type Here to Get Search Results !

કોરોના વાયરસ પર નિબંધ

આખુ વિશવ જ્યારે કોરોના વાયરસની ખપટમાં આવી ગયું છે. અને કોરોના વાયરસ અત્ર-તત્ર-સર્વત્ર તબાહી મચાવી રહ્યુ છે. આ કોરોના એક પ્રકારનો ભયંકર રોગ છે.

કોરોના વાયરસનું લેટિન શબ્દથી મળેલુ છે. લેટીન ભાષામાં કોરોનાનો અર્થ ક્રાઉન અને મુગુટ થાય છે. આ વાયરસનો આકાર ગોળ છે. અને તેની સપાટી પર શાખાઓ છે. આથી તેનુ નામ કોરોના વાયરસ રાખવામાં આવ્યુ છે.  2019માં તેનો ફેલાવો થયો તેથી તેનુ બીજુ નામ Covid-19 રાખ્યુ હતુ.

કોરોના વાયરસ પર નિબંધ

WHO (વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) એ આ વાયરસને વૈશ્વીક મહામારી જાહેર કરી છે. આ જીવલેણ વાયરસે આખા વિશ્વને ભરડામા લીધુ છે. આ ચેપી રોગ હોવાથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમા આવવાથી વધુ  ફેલાવવાની સંભાવના છે.

"ખાસી, ઉધરસ, તાવ છે? તેમને સવા કરાવો ઢીલ કરશો નહી નહીતર એક બેદરકારીથી લેશે લાખો જીવ - કોરોના "

શરદી તાવ અને વારંવાર છીંકો આવી માથુ અને શરીર દુ:ખવું ગળામા સતત  દુ:ખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, સ્વાદ અને ગંધનો અનુભવ ન થવો, સ્નાયુઓમાં દુ:ખાવો થવો અને ખુબ થાક લાગવો વગેરે કોરોના વાયરસના લક્ષણો છે.

WHO એ કોરોના વાયરસને મહામારી જાહેર કરી છે. ત્યારથી વિશ્વમાં લોકડાઉનની સ્થીતી અમલી બની છે. કેમ કે કોરોના સંક્રમીત વ્યક્તિના સંપર્કમાંં ઓછામાં ઓછા લોકો આવે જેથી કોરોના ને ફેલાવતો અટકાવી શકાય છે. આ લોકડાઉનની સ્થિતી માં પોતાની અને પોતાના પરીવારની પરવા કર્યા વિના લોકોનું સ્વાસ્થ જાવવવા માટે કોરોના વોરીયર્સ સતત કામ કરી રહ્યા છે.

ડૉક્ટર્સ, નર્સ, પેટામેડીકલ સ્ટાફ, પોલીસ, સુરક્ષા જવાનો, સફાઇ કામદારો, સરકારી કર્મચારીઓ, NGO, સામાજીક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, ખેડુતો, દુકાનદારો, પત્રકારો, વૈકજ્ઞાનીકો, સેવાભાવી લોકો, અને ધરમા રહીને નિયમોનું પાલન કરતા જાગૃત નાગરિકો સાચા અર્થમા કોરોના વોરિયર્સ છે.

કોરોનાની વૈશ્વિક મહામારીમાં કોરોના વોરિયર્સ ને સાથ આપીને તેમના જુસ્સાને ટકાવી રાખવાના પ્રયત્નો કરવા જોઇએ. કોરોના વોરિયર્સનું ઋણ આપણે કયારેય ચૂકવી શકવાના નથી. તે માટે તેમના કુટુંબને મદદ કરીએ લોકડાઉનનું ચૂસ્ત પાલન કરીએ ધરમા રહીએ સ્વસ્થ રહીએ, માસ્ક પહેરીએ, હાથ વારંવાર ધોઇએ, એનેટાઇઝનો ઉપયોગ કરીએ અને દૂરી રાખીને કોરોનાને હરાવીએ.

"ઘરમા રહીએ, સ્વાસ્થ રહીએ, સલામત રહીએ." 

Tags