Type Here to Get Search Results !

ગુજરાતમાં આવેલ પ્રસિધ્ધ ધોધ - જમજીર ધોધ, ગીરમાળ ધોધ, ઝાંઝરી ધોધ, નિનાઇ ધોધ, હથની ધોધ, ઝરવાની ધોધ

 ગુજરાતમાં આવેલ પ્રસિધ્ધ ધોધ - જમજીર ધોધ, ગીરમાળ ધોધ, ઝાંઝરી ધોધ, નિનાઇ ધોધ, હથની ધોધ, ઝરવાની ધોધ અને અન્ય ધોધની માહીતી નીચે જણાવેલ છે.

  • ધોધ એટલે કે પાણીનો ઉપરથી નીચે પડતો આ પ્રવાહ. પ્રવાહ પ્રકૃતિનો સૌથી સુંદર અને અદભુત જોવાલાયક નજારો છે.
  • પાણીના ધોધને જોઇએ ત્યારે પ્રકૃતિની સુંદરતાનો અનુભવ થાય છે. ઘણા ધોધો એવા છે, જેમાં પાણી વહેતું જોતું તે પણ ભાગ્યે જ બને છે, ત્યારે વરસાદની  સિઝનમાં ત્યા પાણી વહેતું જોઇ શઓ છો.
ગુજરાતમાં આવેલ પ્રસિધ્ધ ધોધ - જમજીર ધોધ, ગીરમાળ ધોધ, ઝાંઝરી ધોધ, નિનાઇ ધોધ, હથની ધોધ, ઝરવાની ધોધ

ગુજરાતમાં આવેલ પ્રસિધ્ધ ધોધ - જમજીર ધોધ, ગીરમાળ ધોધ, ઝાંઝરી ધોધ, નિનાઇ ધોધ, હથની ધોધ, ઝરવાની ધોધ

જમજીર ધોધ

  • જમજીર ધોધ જૂનાગઢ પાસે જામવાલા ગામમાં આવેલો છે.
  • જમજીર ધોધ 40 ફૂટની ઊંચાઇ પર આવેલો છે. જમજીર ધોધનું પાણી શિંગોડા નદીમાં વહે છે.

ગીરમાળ ધોધ

  • રાજ્યનો સૌથી ઊંચો ગીરમાળા ધોધ ડાંગમાં સુબીરથી શિંગાણા જતા રોડ ઉપર આવેલો છે. તેની ઊંચાઇ 120 ફૂટ છે,
  • સુબીર તાલુકાનું છેલ્લું ગામ એટલે ગીરમાળ.
  • તે પૂર્ણા અભયારણ્ય વિસ્તારમાં આવેલું છે.
  • જૂનથી ડિસેમ્બર સુધી ગીરમાળ ધોધ ચાલુ રહે છે.
  • 1 લાખથી વધુ લોકો દર વર્ષે આ ધોધની મુલાકાત લે છે.
  • સોનગઢ-સુરત તરફ્થી ગીરમાળ, શબરીધામ અને માર્ગમાં આવતા હોવાથી લોકો આ તમામ સ્થળો ઉપર ઊમટી પડે છે.
  • આ વિસ્તારમાં દુર્લભ પક્ષીઓ, ખાસ કરીને ઘુવડની અલાયદી પ્રજાતિ પણ જોવા મળે છે.

ઝાંઝરી ધોધ

  • અમદાવાદથી 60 કિમી. દૂર આવેલો નાનો ઝાંઝરી ધોધ અને ઝરણું ખૂબ જ સુંદર દેખાય છે.
  • આ સ્થળ વરસાદની સિઝનમાં પ્રકૃતિની સુંદરતાનો પરિચય કરાવે છે.

નિનાઈ ધોધ

  • નર્મદા જિલ્લામાં નર્મદા નદી પર જોવા મળતો નિનાઈ ધોધ અહીંનું આકર્ષણનું કેન્દ્ર બને છે.
  • આ સ્થળની આસપાસ સુંદર જંગલો આવેલાં છે, તેમાં 30 ફૂટથી વધારે ઊંચો ધોધ પ્રકૃતિની સુંદરતામાં વધારો કરે છે.

હાથની ધોધ

  • વડોદરા શહેરથી 70 કિમી. દૂર આવેલો અને જાંબુધોડાથી 12 કિમી. દૂર હથની ધોધ આવેલો છે.
  • જાંબુધોડા અભયારણ્યમાં વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ, ખીણો, હૂંફાળાંં જંગલો અને અહીં આવેલો હથની ધોધ આ સ્થળને વધારે સુંદર બનાવે છે.

ઝારવાની ધોધ

  • વડોદરા શહેરના થાવડિયા ચેકપોસ્ટથી ઝારવાની ધોધ 7 કિલોમીટર દૂર આવેલો છે. અહીંંશૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્યથી અંદર આવેલું છે. પશુઓ, પક્ષીઓ અને છોડની ઘણી પ્રજાતિઓનું અભયારણ્ય ઘર બની ગયુંં છે. 

અન્ય ધોધ

  • કુનિયા મહાદેવ ધોધ : પાવાગઢ (પંચમહાલ)
  • મચ્છુ ધોધ : મોરબી
  • બરડા ધોધ : ચંખાઇ (આહવા, ડાંગ)
  • જોડિયા ધોધ : બિલપુડી (ધરમપુર)
  • શિવ ધોધ : આહવા
  • ચીમર ધોધ : સોનગઢ (તાપી)
  • શંકર ધોધ : વિલ્સન ટેકરી (ધરમપુર)