Type Here to Get Search Results !

કૃદંત એટલે શુ ? ગુજરાતી વ્યાકરણ | વર્તમાન કૃદંત | ભૂત કૃદંત | ભવિષ્ય કૃદંત

ધાતુ (એટલે કે કિયાપદના મૂળ રૂપ) ઉપરથી નામ (સંજ્ઞા) અને વિશેષણ બનાવવા માટે સંસ્કૃતમાં કત્‌ નામના પ્રત્યયો છે. ધાતુને કૃત્‌ પ્રત્યયો લાગતાં જે પદ ભને છે તે છે કૃદંત. જે પદો ક્રિયા બતાવે છે પણ ક્રેયાપદની જેમ વાક્ય બનાર્વા અર્થ પૂરો કરી શકતાં નથી તે કૃદન્ત કહેવાય છે. 

ઉપરનાં 'અ' વિભાગનાં વાક્યોમાં 'જાષ છે', 'ઉઘાડી' - એ શબ્દો ક્રિયા બતાવે છે અને વાક્યનો અર્થ રો કરે છે તે ક્રિયાપદ છે. જયારે 'બ' વિભાગના વાક્યોમાં 'જતો” 'ઉવાડી' - એ શબ્દો કિયા બતાવે છે. પણ એનાથી વાક્યનો અર્થ પૂરો થતો નથી. આ રીતે, જે શબ્દો કેયા બતાવે પણ વાક્યનો અર્થ પૂરો ન કરે તેને કૃદંત કહે છે.

કૃદંતની વ્યાખ્યા

કૃદન્તની વ્યાખ્યા : “ક્રિયાપદની જેમ વર્તતાં એટલે કે કર્તા તેમ જ. કર્મ લેતાં જે ક્રિયાદર્શક પદ નામપદ કે વેશેપણ કે ક્રિયાવિશેપણની પણ કામગીરી કરે છે તેમને કૃદન્ત કહેવામાં આવે છે.'

“જે પદો ક્રિયાપદની જેમ વર્તતાં હોય અને ક્રિયાપદ સિવાયના ૫૬ પ્રકારમાં (એટલે કે નામ, વિશેષણ, ક્રિયાવિશેપણ તરીકે) પણ આવી શકતાં હોય તે પદો કૃદંત કહેવાય છે.' 

કૃદંતના ઉદાહરણો- 

  1. પુંખી ઉડીને ઝાડ પર બેઠું.
  2. બાળકો નવાં કપડાં પહેરીતે મેળામાં ગયાં, 
  3. મદારીનો ખેલ જોવાને ટીનુ દોડ્યો. 

ઉપરના વાક્યોમાં 'ઉડીને' 'પહેરીને' 'જોવાને' જેવા 56 ક્રિયા સૂચવે છે. પણ ક્રિયાપદની જેમ વાક્ય બનાવી અર્થ પૂરો કરી શકતાં નથી, માટે તે કૃદન્તો છે. 

કૃદન્ત  એટલે શુ ? ગુજરાતી વ્યાકરણ | વર્તમાન કૃદન્ત | ભૂત કદન્ત | ભવિષ્ય ફૃદન્ત |

કૃદંત અને તેના પ્રકારો

કૃદંતના પ્રકાર

કૃદન્તના પ્રકાર કૃદંતના મુખ્ય પાંચ પ્રકાર છે. 

  1. વર્તમાન કૃદંત 
  2. ભૂત કૃદંત
  3. ભવિષ્ય કૃદંત 
  4. વિ્ધ્યર્થ અથવા સામાન્ય કૃદંત 
  5. સંબંધક ભૂતકૃદંત 

આપણે દરેક પ્રકાર વિષે વધુ વિગતે જોઈશું.

(1) વર્તમાન કૃદંત :

ધાતુને 'ત' પ્રત્યય લાગીને વર્તમાન કૃદંત બને છે. આ કૃદન્ત વિકારી કૃદન્ત છે. એ મુખ્યત્રે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે. 

આ કૃદંત ક્રિયાપદ, વિશેપણ અને ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે, જેમકે- 

વર્તમાન કૃદંત ઉદાહરણો- 

મારે ત્યાં આવતો. (કિયાપદ તરીકે

 તું મોઢું રાખજો. (વિશેષણ તરીકે) 

એ ગાતો ગાતો ન્હાય છે. (ક્રિયાવિશેપણ તરીકે) 

ઉદ્દાહરણ તરીકે 'દોડ' ધાતુ ઉપરથી આટલાં વર્તમાન કૃદન્ત બની શકે : દોડત, દોડતો, દોડતી, દોડતા, દોડતા.

(2) ભૂત કૃદંત :

ધાતુને 'થ' અથવા 'ય,શ,એલ' પ્રત્યય લાગીને ભૂતકૂદન્ત બને છે. એ વિકારી અને અવિકારી મળે છે. મુખ્યત્વે આ કૃદંત ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે છે. 

આ ફૃદન્ત ક્રિયાપદ તરીકે, પૂર્ણ ક્રિયાવાચક વિશેષણ તરીકે તેમ જ કિયાવિશેપણ અને સંશા તરીકે પ્રયોજાય છે. જેમકેા 

ભૂત કૃદંત ઉદાહરણો- 

  • ફૂલનો ઢગલો પડ્યો છે. (ક્રિયાપદ તરીકે) 
  • એનો પડ્યો બોલ ઝિલાય છે. (વિશેષણ તરીકે) 
  • ઝાડ પરથી પડેલું ફળ કોણે લીધું ? (વિશેપણ તરીકે) 
  • રમેશ પથારીમાં પડ્યો પડ્યો વાંચે છે. (ક્રિયાપદવિશેષળ તરીકે) 
  • તે મારું કહયું માનતો નથી. (સંજ્ઞા તરીકે)

 “બોલ ધાતુનાં બોલ્ય, બોલી, બોલ્યા, બોલ્યા, બોલેલી, બોલેલ, બોલોલા, બોલેલા, બોલેલા રૂપ બને છે.

(3) ભવિષ્ય કૃદંત :

ધાતુને '-નાર-' પ્રત્યય લાગીને ભવિષ્ય કૃદંત બને છે. એ વિકારી-અવિકારી કૃદન્ત છે. મુખ્યત્વે આ. ફદન્ત કોઈ પણ કાળની અપેક્ષિત કિયા દર્શાવે છે. 

આ કૃદન્ત કિયાપદ તરીકે, વિશેષજ્ન તરીકે તેમ જ કર્તુવાચક સંશઞ તરીકે આવે છે. જેમકે- 

ભવિષ્ય કૃદંત ઉદાહરણો- 

  • એ આજે મુંબઈથી આવનાર હતો. (કયાપદ તરીકે) 
  • આવનારાં બધાં આવી ગયાં. (વિશેષણ તરીકે) 
  • હોસ્ટેલમાં રહેનારને પ્રથમ પ્રવેશ મળશે. (સંશા તરીકે) 

(4)વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત 

 ધાતુને 'વ' પ્રત્યય લાગીને વિદ્યર્થ ફદન્ત બને છે. આ ફૂદન્ત વિકારી છે. મુખ્યત્વે એ કયાની વિષિ- કર્તવ્યતા કે કેવળ કિયા થવાનો ભાવ દર્શાવે છે. એ ક્રિયાપદ તરીકે સંજ્ઞા વપરાય છે. 

વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત ઉદાહરણો- 

  • નવ વાગ્યે આવી જવું. (ક્રિયાપદ તરીકે)
  • એને પરીક્ષામાં પાસ થવું છે. (કેયાપદ તરીકે) 
  • દવા ખાવી કોને ગમે ? (સંજ્ઞા તરીકે) 

આ કૃદંત કોઈ ચોકકસ કાળના અર્થને સૂચવતું નથી. તેથી જ તેને સામાન્ય ક્રુદન્ત પરથી આટલાં સામાન્ય કૃદન્ત બની શકે, કરવુ, કરવી, કરવો, કરવા, કરવા.