Type Here to Get Search Results !

સમાસ એટલે શું? સમાસના પ્રકાર | દ્વિગુ, બહુવ્રીહિ, ઉપપદ, દ્વંદ્વ, તત્પુરુષ

સમાસ એટલે શું?

સમાસ શબ્દ સમ્‌ - આસ નો બનેલો છે. કે જ્યાં ,

           સમ્‌ - સાથે

           આસ - બેસવું

જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક. નવો શબ્દ બને છે જેને સમાસ કહેવામાં આવે છે. બન્ને પદો મળીને બનેલા પદને સમસ્ત પદ.:અથવા સામાસિક પદ કહેવાય છે.

સામાસિક પદના પ્રથમ પદને પૂર્વપદ બીજા પદને મધ્યમ પદ અને ત્રીજા પદને ઉત્તરપદ તરીકે ઓળખવાનામાં આવે છે. આ પદોનો વાક્ય સાથેનો સબંધઃરસ્પષ્ટ થાય એ રીતે છુટા પાડવાની પ્રક્રિયાને વિગ્રહ કહેવાય છે.

સમાસ એટલે શું?  સમાસના પ્રકાર | દ્વિગુ, બહુવ્રીહિ, ઉપપદ, દ્વંદ્વ, તત્પુરુષ

સમાસના મુખ્ય ત્રણ પ્રકારઃ છે.

  1. સર્વપદ પ્રધાન સમાસ
  2. એકપદ પ્રધાન સમાસ
  3. અન્યપદ પ્રધાન સમાસ

સર્વપદ પ્રધાન સમાસ

જે સમસામાં બધા જ પદો સમાન મોભાના હોય તેવા સમાસને સર્વપદ પ્રધાન સમાસ કહેવાય છે.

1. દ્વંદ્વ

જે સમાસમાં સમાન મોભો ધરાવતા શબ્દો જોડાય અને તેનો વિગ્રહ કરતી વખતે અને, કે, અથવા જેવા પદો વપરાય તે સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે.

1) ઈતરેતર દ્વંદ્વ

જે દ્વંદ્વ સમાસનો વિગ્રહ અને શબ્દથી થતો હોય તે સમાસંને ઈતરેતર અથવા સમુચ્ચય દ્વંદ્વ કહેવામાં આવે છે.

ઈતરેતર દ્વંદ્વ સમાસ ના ઉદાહરણ

  • માતાપિતા જીવનમરણ
  • અન્નપાની માનપાન
  • લોચનમન ટેબલખુરશી
  • સવારસાંજ બૂટમોજા
  • રામલક્ષ્મણ વેરઝેર
  • દંપતિ રાધાકૃષ્ણ
  • દાળભાત કપરકાબી
  • હાથપગ લવકુશ
  • ચાપાણી તડકોછાયો
  • હલનચલન મનહદય
  • નળદમયંતી આજકાલ
  • નરનારી નાકકાન
  • રીતરિવાજ વાદવિવાદ
  • લાડકોડ સીતારામ
  • સોયદોરો સ્ત્રીપુરુષબાળક

2) વૈકલ્પિક દ્વંદ્વ

જે દ્વંદ્વ સમાસનો વિગ્રહ કરતી વખતે કે, અથવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે તેવા સમાસને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહેવાય છે.

વૈકલ્પિક દ્વંદ્વ સમાસ ના ઉદાહરણ

  • હારજીત ત્રણચાર
  • ઊંચનીંચ ટાઢતડકો
  • સોનુરૂપું પાંચપંદર
  • જાણ્યેઅજાણ્યે કાંચુપોકુ
  • લાભાલાભ જયપરાજય
  • દશબાર નફોસતોટો
  • પાનબાન નંવુજુનુ
  • ગોળધાણા પશુપંખી
  • હવાપાણી અંદરબહાર
  • શાકભાજી કાળાભૂરાં
  • શાળાકોલેજ સાધુસન્યાસી
  • સોનુંરૂપુ ઉત્તરદક્ષિણ
  • ગામશહેર ચડવુંઉતરવું

એકપદ પ્રધાન સમાસ

જે.સમાસનું એકપદ પ્રધાન હોય અને બીજુ પદ તેને આધીન રહેતુ હોય તેવા સમાસને એકપદ પ્રધાન સમાસ કહેવાય.

1. તત્પુરુષ

જે સમાસમાં એકપદ મુખ્ય હોય અને બીજુ પદ તેની સાથે વિભકિત સબંધથી જોડાયેલું હોય તેવા સમાસને તત્પુરુષ સમાસ કહેવાય છે. 

આ સમાસનો વિગ્રહ કરતી વખતે ને, થી, થકી, દ્વારા, માટે, ને માટે, પ્રત્યે, કાજે, સારું, માંથી, નો, ની, નું, ના, માં, અંદર, ઉપર વગેરે જેવા વિભકિત પ્રત્યેયો વપરાય છે.

તત્પુરુષ સમાસ ના ઉદાહરણ

  • પ્રેમવશ માનવસર્જિત વાતાવરણ
  • સ્વાધીન વરમાળા દેશબંધુ
  • આવકારપત્ર યુદ્ધસજ્જ બજારભાવ
  • કૃપાપાત્ર યજ્ઞવેદી વાહનવહ્રાર
  • દયાપાત્ર શયનગૃહ જળધારા
  • વિદ્યાર્થીપ્રિય આશ્રયસ્થાન દેશભક્તિ
  • મુખપાઠ દેશપ્રીતિ રાજ્યસત્તા
  • હેતભર્યા ત્રનણમુક્ત નગરજનો
  • આશાસભર [ચેતામુંક્ત નર્મદાકાંઠે
  • હરખઘેલા ગર્ભશ્રીમંત વનવાસ
  • યોગયુક્ત વનમાળી લોકપ્રિય
  • મંત્રમુગ્ધ ગદાપ્રહાર લયલી
  • જન્મજાત રાજમહેલ વાણીસૂરો
  • સ્નેહાંધીન જીલ્લાપ્રમુખ સ્વર્ગવાસ
  • યુધિષ્ઠિર ધ્યાનમગ્ન

2. મંધ્યમપદલોપી

જે સમાસમાં પૂર્વપદ અને ઉતરપદ આપેલા હોય અને મધ્યમપદનો લોપ થતો હોય તેવા સમાસને મધ્યમપદલોપી સમાસ કહેવાય.

આ સમાસનો વિગ્રહ કરતી વખતે મધ્યમપદ ઉમેરવું પડે છે. 

મધ્યમપદલોપી સમાસ ના ઉદાહરણ

  • વર્તમાનપત્ર વર્તમાન આપતુ પત્ર સૂર્યમુખી સૂર્ય તરફ મુખરાખી ખિલતુ ફૂલ  
  • ભજનમંડળી ભજન કરવા માટે એકત્ર પયેળ મંડળી
  • ઘરધંધો ઘરમાં રહીને કરાવાતો ધંધો
  • સ્મૃતિપટ સ્મૃતિ પર અંકિત થયેલો પટ
  • દાળચોખા દાળ મિશ્રિત ચોખા
  • દહીંવડા દહીં મિશ્રિત વડાં
  • રાહતકાર્ય રાહત માટે આપવામાં આવતું કાર્ય
  • લોકગીત લોકોઃવડે રચાયેલું ગીત
  • પ્રમાણપત્ર પ્રમાણ આપતું પત્ર
  • દીવાદાંડો દીવો, પ્રગટાવવાની દાંડો
  • સભાગૃહ સભા ભરવા માટેનું ગૃહ
  • રાજીનામું રાજીખુશીથી અપાતુ નામું
  • શિષ્યવૃત્તિ શિષ્યને આપવામાં આવતી વૃતિ
  • મચ્છરદાની મચ્છર અટકાવવાની દાની
  • પ્રલયકેતુ પ્રલય લાવનાર કેતુ
  • મિલમજૂર મિલમાં કામ કરતો મજૂર
  • ઘરજમાઇ ઘરમાં રહેતો જમાઈ
  • ન્યાયસભા ન્યાય આપનારી સભા
  • વૃંદાવન વૃંદા (તુલસી) ભરેલુ વન
  •  ગુલાબદાની ગુલાબ રાખવાની દાની
  • સહનશક્તિ સહન કરવાની શક્તિ
  • ચ્યવનપ્રાશ
  • વિદ્યાલય
  • ચ્યવન ત્રકપિએ બનાવેલું પ્રાશ
  • વિદ્યા મેળવવાનું આલય
  • છાત્રને રહેવા માટેનું આલય
  • કુળમાં પુંજાતી દેવી
  • છાત્રાલય
  • કુળદેવી
  • રેખાચિત્ર રેખા વડે બનાવેલ ચિત્ર
  • હસ્તઘડી હાથમાં પહેરવાની ઘડી
  • સંગ્રામગીત સંગ્રામ (યુદ્ધ) સમયે ગવાતું ગીત
  • જીવનવિદ્યા જીવન બનાવતી વિદ્યા

3. કર્મધારય

જે સમાસમાં એકપદ મુખ્ય.હોય:; અને બીજુ પદ એના વિશેષણ તરીકે કાર્ય કરતુ હોય તેવા સમાસને;કર્મધારંય સમાસ તરીકે ઓળખવામાં આવે છે.

આ સમાસના બે પદો વરચ્ચેચ્ઉપમાન-ઉપમેય, ઉપમાન સાધારણ ધર્મ અથવા વ્યક્તિ વાચક સંજ્ઞા-અને'જાતિવાચક સંજ્ઞાનો સબંધ રહેલો હોય છે.

કર્મધારય સમાસ ના ઉદાહરણ

વિશેષ્ય  ; વિશેષણ સંબંધ વાળા કર્મધારય

  • મહારાજા
  • ભરસભા
  • મહાશાળા
  • પરમાત્મા
  • શ્યામશરી
  • સતસંગ
  • મુખ્યમંત્રી
  • મિષ્ટાજા
  • મહામૃત
  • ખુશખબર
  • મધરાત
  • લંબગોળ
  • સુંદરવર
  • વરદાન
  • મહાસિદ્ધી
  • સર્જનખેલ
  • પરગામ
  • ભૂતકાળ

ઉપમાન - ઉપમેય સંબંધ વાળા કર્મઘારય

  • સંસારસાગર જીવનખેડ
  • શોકસાગર જ્ઞાનસાગર
  • આશાવેલ વિચારવાણી
  • દેહલતા હૈયાસગડી
  • ભક્તિપદારથ કાવ્યમૃત
  • અહમબોજ મનોરથ

ઉપમાન - સાધારણ ધર્મવાળા કર્મધારય

  • કાજળકાળું ઘનશ્યામ
  • ચંદ્રમુખ કાગળકાયા
  • પાણીપોચા સિંહપુરૂષ
  • સૂર્યદેવ ચાંદામામા
  • મેહુલકાકા દરિયાદેવ
  • ભીખાશેઠ ઘોઘાબાપા
  • યજમાન અમથીકાકી

કેટલીક વાર આ સમાસમાં વિશેષણ તરીકે કાર્ય કરતું પદ પાછળ આવે છે

  • દેશભરમાં
  • ક્ષણેક
  • લાલચોળ
  • દેશાવર
  • રૂપાંતર
  • મુખારવિંદ
  • તીથ્રોતમ

4. દ્વિગુ

જે સમાસમાં પૂર્વપદ સંખ્યા વાચક વિશેષણ હોય અને વિગ્રહ કરતી વખતે

સમુહનો ભાવ દર્શાવે તેવા સમાસને દ્વિગુ સમાસ કહેવામાં આવેછે.

દ્વિગુ સમાસ ના ઉદાહરણ

  • ચોઘડિયું ત્રિભુવન સપ્તાહ
  • પંચવટી સપ્તપદી પંચાગ્નિ
  • પખવાડિયું સહસ્ત્રલિંગ ષટપદ
  • પંચપાત્ર ત્રિગુણી ત્રિશૂલ
  • નવરંગ પંચમહાલ ત્રિફળા
  • ચોમાસું દ્ધિદલ પંચરાત્રી
  • પંચતંત્ર ત્રિદ્દલ પંચાગ
  • નવરાત્રી પંજાબ (પાંચ ત્રિપદ
  • નદીનો સમૂહ)
  • પાંચશેર પંચામૃત ત્રિકોણ
  • પંચનાદ

અન્યપદ પ્રધાન સમાસ

જે સમાસનું એકેય પદ વાક્ય સાથે સિદ્ધો સંબંધ ધરાવતુ ન હોય પણ સમાસ એ વાક્યના બિજા કોઈ પદના આધારે રહેલું ગૌણ પદ હોય તેવા સમાસને અન્યપદ પ્રધાન સમાસ કહેવાય છે.

1. બહુવ્રીહિ

જે સમાસના બન્ને પદ વચ્ચે વિભક્તિનો, ઉપમાન - ઉપમેયનો અથવા વિશેષણ - વિશેષ્યનો સંબંધ હોય અને આખુ પદ અન્ય કોઈ પદના વિશેષણ તરીકે વપરાતું હોય તેવા સમાસને બહુવ્રીહિ સમાસ કહેવાય છે.

બહુવ્રીહિ સમાસ ના ઉદાહરણ

  • અભેદ માટીપગો શતરંગી
  • ખુશમિજાજ કાળમુખું દામોદર
  • પાણીપંથો ગૌમુખી એકઘાષું
  • વૃકોદર મુશળધાર મહાબાહુ
  • દશાનન મીઠાબોળો અગમભબુદ્ધિ
  • હતાશ નિર્ધન ગજાનન
  • સિંહવાદની નિરંકુશ ગૌરવણું
  • ક્ષણભંગુર નીરોગી સ્થિતપ્રજ્ઞ
  • અજાણ

2. ઉપપદ

જે સમાસનું; એકપદ “ક્રિયા ઘાતુ હોય અને બીજું પદ તેની સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય તેવા સમાસને ઉપપદ સમાસ કહેવાય છે. ચઆચ્સમાસનો વિગ્રહ કરતી વખતે મોટે ભાગે અંતમાં નાર પ્રત્યેય આવે છે.

ઉપપદ સમાસ ના ઉદાહરણ

  • સત્યવાદી પંકજ ગંગાઘર
  • નર્મદા સુધાકર સહાધ્યાયી
  • ધુરંધર આયુઘધારી કુશળ
  • જીવસરખું પાપાચારી પાનખર