Type Here to Get Search Results !

અલંકાર એટલે શુ? અલંકારના પ્રકાર, શબ્દાલંકાર, અર્થાલંકાર

અલંકાર એટલે શુ? અલંકારના પ્રકાર, શબ્દાલંકાર, અર્થાલંકાર, ઉદાહરણ, પૂછાયેલા અલંકાર, MCQ.

સામાન્ય રીતે અલંકારનો અર્થ આભુષણ એવો થાય છે. જેવી રીતે આભુષણ વ્યક્તિના સોંદર્યમાં વધારો કરે તેવી રીતે અલંકાર ભાષાના સોંદર્યમાં વધારો કરે છે.

અલંકાર શબ્દ “અલમ્‌ - કાર”નો બનેલો છે.

       અલમ્‌ : પર્યાપ્ત

       કાર - કરનાર

એટલે કે કશુ ઉમેરવાનું બાકી ન રહે એવી પૂર્ણતા લાવે તે અલંકાર. ભાષામાં રસયુક્ત વાક્યને અલંકાર કહે છે. અલંકારથી ભાષામાં રમણીયતા જન્મે છે.

અલંકારના બે પ્રકાર છે.

  • શબ્દાલંકાર
  • અર્થાલંકાર
અલંકાર એટલે શુ? અલંકારના પ્રકાર, શબ્દાલંકાર, અર્થાલંકાર

શબ્દાલંકાર

શબ્દોને આધારે રચતાઃઅલંકારને શબ્દાલંકાર કહેવાય છે.

આ અલંકારમાંશબ્દોની ગોઠવણીને આધારે ભાષાના સોંદર્યમાં વધારો થાય છે.


1. વર્ણાનુપ્રાસ/ વર્ણસગાઈ અલંકાર

 'વર્ણ એટલે અક્ષર.

પ્રાસ એટલે તાલમેલ

વર્ણસગાઈ એટલે એકના એક શબ્દ સાથેનો સબંધ.

એક જ પંક્તિમાં કે વાક્યમાં એકનો એક વર્ણ શબ્દના આરભે બે કે તેથી વધારે વખત આવે તેવા અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે.

વર્ણાનુપ્રાસ/ વર્ણસગાઈ અલંકાર ના ઉદાહરણ

  • સાગરે ભાસતી ભવ્ય ભરતી.
  • કાશીમાએ કામ કાઢ્યું.
  • ધનતેરસે ધન ધોઈને સજ્યા સોળા શણગાર.
  • માંગવું મૃત્યુ પ્રમાણા છે પ્રાણીને.
  • સહિયરનો સાથ ત્યજ્યો સામયે રે લોલ.
  • પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા.
  • પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.
  • લગન લગાડે આગ.
  • કાળો કાનુડો કાળી કામળી વાળો.
  • કાકાએ કાચના કટોરામાં કેરીઓ કાપીને મૂકી

2. શબ્દાનુપ્રાસ / યમક અલંકાર

એક જ પંક્તિ કે વાક્યમાં એક જ શબ્દ(શબ્દસમૂહ) અથવા સરખા ઉચ્ચારવાળા (પ્રાસવાળા) શબ્દો એક કરતા 'વંધારે વખત આવે અને દરેક વખતે તેનો અર્થ જુદો થતો હોય તેવા અલંકારને:શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર કહેવાય છે.

શબ્દાનુપ્રાસ / યમક અલંકાર ના ઉદાહરણ

  • જવાની તો જવાની છે.
  • તપેલી તો તપેલી..છે.
  • મેં અખાડામાં જવાના ઘણીવાર અખાડા કર્યા.
  • જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય.
  • થયા પુરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત.
  • દીવા નથી દરબારમાં, દીવાનથી દરબારમાં છે અંધારુ ઘોર.
  • મોર ઉર વસી એ દિવ્ય ઉર્વશી.
  • નોકરી તો નો કરી જેવી છે.
  • ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.
  • સુલતાનના મોકલ્યાં બે મિયાં મુલતાનમાં ગુલતાન જતા હતા.

3. આંતરપ્રાસ / પ્રાસસાંકળી અલંકાર

જયારે પ્રથમ ચરણના છેલ્લા શબ્દો અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ અથવા પ્રાસસાંકળી અલંકાર બને છે.

આંતરપ્રાસ / પ્રાસસાંકળી અલંકાર ના ઉદાહરણ

  • વિદ્યા ભાણિયો જેહ, તેહ ઘર વૈભવ રૂડો.
  • મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓચ્છવ(ઉચ્છવ, ઉત્સવ).
  • જાણી લે જગદીશ, શીશ સદગુરુને નામી.
  • ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલ, :શંખનેઃમૃદગ.
  • પ્રેમ પદારથ અમો પામીએ, વામીએ જીવન મરણ જજાળ.
  • હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે.

4. અંત્યાનુપ્રાસ અલંકાર

દરેક ચરણને અંતે સરખા ઉચ્ચાર વાળો શબ્દ આવ્યો હોય ત્યારે અંત્યાનુપ્રાસ બને છે.

અંત્યાનુપ્રાસ અલંકાર ના ઉદાહરણ

  • જેની જશોદા માવલડી, ચરાવે ગાવલડી.
  • ના હિન્દુ નીકળ્યા, ના મુસલમાન નીકળ્યા
  • કબરો ઉઘાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા.
  • હલે કવચકુંડળ હવે આપી દીધી,
  • મેં જ મારા બે હાથ કાપી દીધા.
  • ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
  • જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.
  • મેં મકાનો બાંધવાને જે ઘડ્યા,
  • રે તે ખીલા તો અહીં જડ્યા.
  • જળમાં જડતું નથી તટને તપાસીએ,
  • એ બિંબ શોધી કાઢવા મનને તપાસીએ.
  • જમિ ગઈ તરત ઘોર કરાલ રાત,
  • લાગી બધે પ્રસરવા પુર માહીં વાત.

અર્થાલંકાર

શબ્દના અર્થના આધારે ભાષાના સોંદર્યમાં વધારો કરતા અલંકારને અર્થાલંકાર કહેવાય છે.

1. ઉપમા અલંકાર

જયારે કોઈ એક વસ્તુને કોઈ એક ખાસઃ ગુણ કે. બાબત અંગે બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર:બને. છે.

દા.ત. દમયંતીનું મુખ 4 ચંદ્ર જેવું સુંદર છે.

ઉપમેય : જેની સરખામણી કરવામાં આવે તે.

ઉપમાન : જેની સાથે સરખામણી કરવામાં આવે તે.

સાધારણચ્ધર્મ. :બંન્ને વચ્ચે રહેલ સમાન ગુણ.

ઉપમા વાચક શબ્દ : સરખામણી દર્શાવનાર શબ્દ.

જેવો, જેવા, જેવી, શા, શી, શું, શો, માફક, પેઠે, જેમ, સમું, સરખું, સમોવડુ, સમાન, સમાણું, તુલ્ય, સાદૃશ્ય, સરીખું, જેવડું, પ્રમાણ, વત્‌, તેમ, તણા, કેરા, કેરી, કેરું.

ઉપમા અલંકાર ના ઉદાહરણ

  • મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે.
  • ભર્યા કદમ ભૂમિમાં નવજવાન શા ડોસલે!
  • અનિલ શી ઝટ ઉપડી સાંઢણી.
  • સાવ બાળકના સમુ છે આ નગર.
  • વ્રજ સમણા ગઢને તપાસીએ.
  • ધીમે ધીમે ડગલા ધરતો - કોઈ મત ગજેન્દ્રની માફક.
  • માગવું મૃત્યુ પ્રમાણ છે પ્રાણીને.
  • શિશુ સમાન ગની સહદેવને.
  • સ્વામી સાગર સરીખા રે નજરમાં ન માય કદી.
  • ખોબાં જેવડા ગુલાબ લલચાવતા હતા.
  • કમલવત્ ગણીને બાલના ગલ રાતા.
  • કાચ, ઘડિયાર અને સત્યની પેઠે ટાઇમટેબલરપણઃ નાજુક વસ્તુ છે.
  • હો સુખડ સમુ ઉર મારુ.

2. અનન્વય અલંકાર

ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળે ત્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે. છેઃઆવા અલંકારને અનન્વય અલંકાર કહેવાય છે.

અનન્વય અલંકાર ના ઉદાહરણ

  • ગાંધીજી એટલે ગાંધીજી.
  • માતે મા ને.બીજાવગડાના વા.
  • અબળાની શક્તિ તો અબળા જેવી.
  • હિરો તે હિરો અને કાચ તે કાચ.
  • મંનેખ જેવા મનેખનેય કપરો કાળ આવ્યો છે.
  • ટંડેલાઈ ઈ ટંડેલાઈ.
  • દાદાજી એટલે દાદાજી.
  • જોગનો ધોધ એટલે જોગનો ધોધ.

3. રૂપક અલંકાર

ઉપમેય અને ઉપમાન એક જ હોય એમ બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે.

આ અલંકારમાં એક વસ્તુને બીજી વસ્તુનું રૂપ આપવામાં આવે છે.

એક વસ્તુ જ બીજી વસ્તુ છે એમ માની લેવામાં આવે છે.

રૂપક અલંકાર ના ઉદાહરણ

  • ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે.
  • બપોર એક મોટું શિકારી કૂતરું છે.
  • ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો.
  • પુલ નીચે વહેતી નદી તો સાચુકલી માં છે.
  • મારે મન લાઈબ્રેરી લોકશાહીનું મંદિર.છે.
  • પંડ્યાની પેટીમાં પારસ છે પડ્યો;
  • આ સંસાર સાગર તરવો સહેલો નથીઃ
  • સાધુજનોની હૃદય-ગંગા સૌનેપવિત્ર કરતી હોય છે.
  • પ્રેમપંથ પાવકની જ્વાલા.
  • હૈયાના હોજમાંથી આ શું;પાણી છલકાય છે.
  • રામ રમકડું જડિયું:
  • તારી આંગળીઓ લાવ, તને પહેરવું તડકાની વીંટી.
  • એમનીચઆંખોમાં લાગણીની ભીનાશ હતી.

4. વ્યતિરેક અલંકાર

ઉપમેયને ઉપમાન કરતા શ્રેષ્ઠ બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે.

વ્યતિરેક અલંકાર ના ઉદાહરણ

  • શિક્ષક એટલે બાપ કરતા પણ વિશિષ્ટ.
  • એનુ અંગ કમળથીયે કોમળ છે.
  • રાજુની ગાળો તો તેને મધથીયે મીઠી લાગતી હતી.
  •  નયન બાણ કરતા જીહ્વભાબાણ વધારે કાતિલ નિવડે છે.
  • પૂ. બાપુનું હૃદય ફૂલ કરતાય કોમળ હતું.
  • દમયંતીના મુખ પાસે ચંદ્ર પણ નિસ્તેજ લાગે.
  • સુદામાના વૈભવ આગળ ફુબેર તે કોણ માત્ર?
  • ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ
  • અચળા અચૂક એક માત રે 

5. ઉત્પ્રેક્ષા અલંકાર

જયારે ઉપમેય અને ઉપમાન બન્ને એકરૂપ છે એવી સંભાંવનણર વ્યંક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.

આ અલંકારમાં એક વસ્તુ બીજી વસ્તુ હોવાની શંકા? કે કલ્પના કવામાં આવે છે.

આ અલંકારમાં જાણે, રખે, શકે, ભણે, લાગે, દિસે*વગેરે જેવા ઉત્પ્રેહ્વા વાચક શબ્દો આવે છે.

ઉત્પ્રેક્ષા અલંકાર ના ઉદાહરણ

  • સાવજ ગરજે ! જાણેઃકો જોગંદર ગરજે.
  • દેવોના ધામ.જેવું હૈયુંજાણે હિમાલય.
  • ઉપાન(જોડુ), રણુએ(રજ) આભ છાયો શું સૈન્ય મોટું જાય.
  • હોડી જાણે આરબની ઘોડી.
  • 'કાયાના સરોવર જાણે હેલે ચડ્યા.
  • દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર.
  • થાય છે મારી નજર જાણે હરણ.

6. વ્યાજસ્તુતિ અલંકાર

જયારે દેખિતી રીતે નિંદાના બહાના હેઠળ કોઈની પ્રશંસા થઈ હોય અથવા પ્રશંસાના બહાના હેઠળ કોઈની નિંદા થતી હોય તેવા અલંકારને વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય છે.

વ્યાજસ્તુતિ અલંકાર ના ઉદાહરણ

  • વાહ પહેલવાન! પાપડ તોડી નાખ્યો.
  • દોડવામાં હું હંમેશા પહેલો જ રેહેતો - પાછળથી ગણાતા.
  • તમે ખરા રમતવીર! ઉગતો બાવળ કુદી ગયા.
  • તેના સંગીતનો એવો જાદુ, કુભકર્ણની કૃપા યાચવી જ ન પડે.
  • ગાંધીજી હિસા અને અસત્યના કટ્ટર વેરી હતા.
  • સમીરને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે.
  • સુર્યોદેવ] તમારા કિરણોએ શું ધોળું કર્યું? અંધકારનું મુખ તો; કાળું થઈ ગયું છે.

7. શ્લેષ અલંકાર

એક જ વિધાન કે કાવ્ય પંક્તિમાં અનેકાર્થી(દ્રિઅર્થ) શબ્દ પ્રયોજાયો હોય અને તેને લોધે વિધાન કે કાવ્ય પંક્તિના એજ કરતો? વધારે અર્થો થાય તેવા અલંકારને શ્લેષ અલંકાર કહેવાય છે.

શ્લેષ અલંકાર ના ઉદાહરણ

  • તમે પસંદ કરેલુ પાત્ર પાણી વગરનું છે.
  • રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે.
  • આડ:રમાણીનો. રાગઃકોને મુગ્ધ ન કરે.
  • અઢળક ઢળિયો રે શામળિયો.
  • ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે.
  • એમનું હૃદય કામ વિશે ડ્બેલું હતું.
  • અંધકારના આ સાગરમાં કોઈ તારો નથી.
  • કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને.

8. સજીવારોપણ અલંકાર

નિર્જીવ અંદર સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે.

સજીવારોપણ અલંકાર ના ઉદાહરણ

  • પથ્થર થરથર ધ્રૂજે.
  • ગગને સૂરજ ઝોંકા ખાતો, આભ તણી આંખો ઘેરાઈ.
  • નામવરા તાકાત વધારે પડતી ઉદારતાથી શરમિદી(મહારાજ) પડે. છે.
  • હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ.
  • ઘડિયારના કાંટા પર હાફ્યા કરે સમય.
  • બપોર એક મોટું શિકારી કુતરું છે.
  • છકડો પાણીપંથો ઘોડો થઈ ગયો.
  • સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ.
  • વડલો ખુશ થયો અને અમારા પર”પાનવર્ષા, કરી.
  • માટીનું આ ખોરડું ઘસઘસાટ હંઘયતું હતું:
  • રાતો-રાત વનપટ પડખું બદલી લે છે.

9. અતિશયોક્તિ અલંકાર

જયારે કોઈ હકીકતને.વધારીને કહેવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. આ અલંકારમાં ઉપમેય ઉપમાનમાં સમય જાય છે.

અતિશયોક્તિ અલંકાર ના ઉદાહરણ

  • પડતા પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા.
  • તેના ધનુષ્ટંકાની સાથે જ શત્રુઓ મરવા લાગ્યા.
  • સૂર્યમાં માછલી તરી રહી.
  • કુંતી! તારા કર્ણને પણ તુ લેતી જા.
  • ઉપાનરેણુએ(પગની રજ) અભ્ર છાયો જોજન કોટાનકોર (કરોડ).
  • એ હતુ કટક, ના ના એ તો તલવારનું અરણ્ય.
  • એ નાટક એટલું કરૂણ હતું કે થિયેટર અશ્રુ સાગર બની ગયું.
  • જૂનું તો થયું રે દેવળ(શરીર) જૂનું તો થયું.
  • મારો હંસલો(આત્મા) નાનો ને દેવળ જૂનું તો થયું.