Type Here to Get Search Results !

ગુજરાતના મહાન સાહિત્યકારો, નરસિંહ મહેતા, ઉમાશાંકર જોષી, રવિન્દ્રનાથ ટાગોર

ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં ઘણા બધા લોકોનો ફાળો છે. આજે આ અંક માં આપણે જાણીશું એવા જ કેટલાક મહાન સાહિત્યકારો,તેમની કૃતિઓ, અને તેમને મળેલા પુરસ્કારો વિષે જેમણે ગુજરાતી સાહિત્યને સમૃધ્ધ બનાવવા માં અગત્યનું યોગદાન આપ્યું છે.

ગુજરાતના મહાન સાહિત્યકારો

1. નરસિંહ મહેતા

જન્મ : 1414, મૃત્યુ : 1480, ઉપનામ : નરસૈયો , મરેથળ : મુ-તળાજા, માતા : દયાકુંવર, પિતા : પુરૂષોતમદાસ

મધ્યકાલિન યુગના કવિ જેમને આદિ કવિ પણ કહે છે.

  • નરસિંહ મહેતા ગુજરાતી ભાષાનો પ્રથમ કવિ હતા.ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિને નરસિંહ મહેતા એવોર્ડ આપવામાંઆવે છે, જેની શરૂઆત 1999 માં થઇ હતી,
  • નરસિંહનો પ્રભાતિયા વખણાય છે,
  • નરસિંહ મહેતા મલ્હાર રાગ ગાતા હતા,
મુખ્ય કૃતિઓ : આત્મકથા, ઝારીના પદ, ભક્તિપદો, સરિતા ચરિત્ર, ચાતુરીઓ, જીવન ઝરમર, શૃંગારમાળા, ગોવિંદગમન, રાસસહસ્ત્રપદ પુત્રી કુંવરબાઈ પ્રિયરાગ રચના, પ્રભાતિયા, ઝુલણા , છંદ, મલ્હાર રાગ અને કેદાર રાગ તેમના ખાસ પ્રિય રાગ હતો.

કાવ્ય કંડિકાઓ :

સખી આજની ઘડી રે રડીયામણી રે લોલ....

જળકમળ છડી જાને બાળા....

શામળિયો તે ઉરનું ભૂષણ દયા ભીડી રાખું રે...

ઊંચી મેડી તે મારા સંતની.....

અખિલ બ્રહ્માંડમાં એક તું જ શ્રીહરિ....

હળવે હળવે હરજી મારે મંદિરે ઓવ્યા રે....


2. ઉમાશાંકર જેઠાલાલ જોષી (વાસુકિ)

જન્મ : 27 જુલાઈ 1911, મૃત્યુ : 19 ડિસેમ્બર 1988, જન્મ સ્થળ : બામણા , તા, ઈડર, જિ.સાબરકાંઠા 

  • ઉમાશંકર જોષીને ગાંધીયુગના સાહિત્યકાર કહેવાય છે.
  • 1970 ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા.
  • શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી કુલપતિ હતા.
  • 1978-82 ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ હતા,
  • 1968 ગુજરાત સાહિત્ય પરિષદ મુખ્ય સભ્ય હતા,
  • ‘ સંસ્કૃતિ' માસિકનાં સામયિક સંપાદક તંત્રી હતા.

વાર્તા સંગ્રહો : શ્રાવણી મેળો, વિસામો

એકાંકી : સાપના ભારા, હવેલી, શહિદ

નવલકથા : પારકા જણ્યા

વિવેચન ; ' અખો' એક અધ્યયન, કવિની શ્રધ્ધા , કવિની સાધના , સમસંવેદન, પ્રતિશબ્દ, શૈલી અને સ્વરૂપ, શ્રી અને સૌરભ

નિબંધ સંગ્રહ : ઉઘાડી બારી, ગોષ્ઠિ

ચરિત્ર નિબંધ : હદયમાં પડેલી છબીઓ, ‘ઈશામુશિદા અને અના' !

બાળગીત : સો વરસનો થા.

પ્રવાસ પુસ્તકો : અંદામાનમાં ટહુક્યા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ, યાત્રી વગેરે 

સંશોધન: પુરાણોમાં ગુજરાત

પુરસ્કાર : રણજિતરામ સુવર્ણ ચંદ્રક - 1939, નર્મદ સુવર્ણ ચંદ્રક -1947, જ્ઞાનપીઠ એવોર્ડ - 1967 – નિશીથ (મધ્યરાત્રિનો દેવતા),

નહેરૂ એવોર્ડ - 1973

કાવ્ય કંડિકાઓ :

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, સાથે ધરૂ ધુળ વસુંધરાની.

મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કૈ ક હું જીંદગીમાં.

ધન્યભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગરવી ગુજરાતી.

હજાર હસવા કરૂં, હૃદય ખુશાલી નથી.

વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી.

ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગર....

સંદર્ય પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.

માનવી પ્રકૃતિ સૌને વસુદેવ કુટુમ્બકમ.


3. રવિન્દ્રનાથ ટાગોર

જન્મ : 7 મે 1861 (કોલકાતા), મૃત્યુ : 7 ઓગસ્ટ 1941

  • રવીન્દ્રનાથ ટાગોર ગુરૂદેવ તરીકે ઓળખાય છે .
  • 1913 માં સાહિત્ય માટે નોબલ પારિતોષિક મેળવનાર સીસ્ટમ એશિયન હતા.
  • 1878 થી 1932 દરમિયાન પાંચ ખંડોના 13 દેશોની મુલાકત લીધી.
  • કુલ 2230 / કાવ્યોના રચયિતા
  • રાષ્ટ્રીય ગાન “જન ગણ મન....….. ના રચયિતા.

પ્રથમ કૃતિ : ભાનુસિંધો (સૂર્ય સિંહ)

વાર્તા : કાબુલીવાલા અને પોસ્ટ માસ્ટર, ભીખારીની (1877 બેગર વુમન - બંગાળી સાહિત્યની ટૂંકીવાર્તા”),

અન્ય કૃતિ : 1882 - કવિતા નિરજેરેર સ્વપ્ન ભંગ, એકલા ચાલો રે

નવલકથા : ચતુરંગ, શેરોરકોલિતા, ચાર ઓય, નૌકાદુબી


4. પન્નાલાલ પટેલ

જન્મ : 7 મે 1912, મૃત્યુ : 5 એપ્રિલ 1989, જન્મ સ્થળ : માંડલી ગામ,

જિલ્લો - ડુંગરપુર, રાજરથાન , અભ્યાસ : પ્રાથમિક માત્ર ચાર ધોરણ સુધી

  • પન્નાલાલ પટેલ અનુગાંધીયુગના સાહિત્યકાર કહેવાય છે.
  • પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કહેવામાં આવે છે.

બાળ સાહિત્ય : દેવના દીધેલ , લોકમિનારા, બાળ કિલ્લોલ

આત્મકથા : અલપઝલપ

નાટ્યગ્રંથ : જમાઈ રાજ, વૈતરણીને કાંઠે, ઢોલિયા સાગ-સીસમના

વાર્તા સંગ્રહ : સુખદુખના સાથી, વાત્રકને કાંઠે, વટનો કટકો

નાટક : જમાઈ રાજ, ચાંદો શેં શામળો, સપનાના સાથી,અલ્લડ છોકરી, સ્વપ્ન

પ્રકીર્ણ : અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન

નવલિકા : સુખદુ:ખના સાથી, ધરતી આભના છેટા, રંગમિનારા

જિંદગી : સંજીવનીના સાત ભાગ આત્મ ચરિત્રાત્મક નવલકથા છે.

મુખ્ય કૃતિ: માનવીની ભવાઈ (1947), જમાઈ રાજ (1952), મળેલા જીવ (1941), વળામણાં (1940), સુખ દુખના સાથી (1940)

પુરસ્કાર : જ્ઞાનપીઠ પુરસ્કાર - 1985 (માનવીની ભવાઈ નવલકથા માટે), રણજિતરામ સુવર્ણચંદ્રક - 1950

કાવ્ય કંડિકાઓ :

મેલું છું ધરતી ખોળે ખેલતો, મારી માટીનો મોંઘેરો મોર..

વાહ રે માનવી, તારું હૈયું ! એક પા લોહીના કોગળાને , બીજી પા

પ્રીતના ઘૂંટડા....

માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે...

મનના મોરલા મનમાં જ રમાડવા અને મનખો પુરો કરવો.


5. મહાદેવભાઈ દેસાઈ

જન્મ : 1 જાન્યુઆરી 1892, મૃત્યુ : 15 મી ઓગસ્ટ 1942, જન્મ સ્થળ : તેરસ (મૂળગામ દિહેણ જી. સૂરત), અભ્યાસ : B.A, L.L.B.

  • ગાંધીયુગનો સાહિત્યકાર છે.
  • તેમની મહાદેવભાઈની ડાયરી મુખ્ય જાણીતી કૃતિ છે.
  • તેઓ ગાંધીજીના અંતેવાસી હતા.

કૃતિ: અંત્યજ સાધુનંદ, વીર વલ્લભભાઈ, ઈબ્રાહિમ ચાચા, સંત ફ્રાન્સિસ, બે ખુદાઈ ખિદમતગાર, ધર્મયુદ્ધ, બારડોલી સત્યાગ્રહનો ઈતિહાસ, ગોખલેના આખ્યાનો ચિત્રાંગદા , વિરાજવહુ, અલ્પવિ. 

6. રાજેન્દ્ર શાહ (રામ વૃંદાવની)

જન્મ સ્થળ : કપડવંજ, જિ.ખેડા

  • અનુગાંધીયુગનો સાહિત્યકાર છે.

બાળ કાવ્ય સંગ્રહ : મોરપીંછ , આંબે આવ્યા મોર , રમત અમારી , ખુલ્લામાં જઈ રમીએ, રૂમઝુમ સોળ કાવ્યસંગ્રહોને સમાવીને ‘સંકલિત કવિતા' નામનો બૃહદ કાવ્યગ્રંથ પ્રગટ થયો છે.

કાવ્યગ્રંથો : ધ્વનિ, આંદોલન, ઉદ્ગતિ, શાંત કોલાહલ, ચિકણાં , વિષાદને સાદ, ક્ષણ જે ચિરંતન, મધ્યમાં, દક્ષિણા , પત્રલેખા, શ્રુતિ, વિભાવના, વિરહ માધુરી, ચંદનભીની અનામિકા, પંચ પરવાહ

પુરસ્કાર : રણજિતરામ સુવર્ણ ચંદ્રક - 1956, દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ - 1963 (શાંત કોલાહલ કાવ્ય સંગ્રહ માટે), ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ - 2001 ધ્વનિ (કાવ્યસંગ્રહ માટે)

કાવ્ય કડિકાઓ :

તને જોઈ જોઈ તોય તું અજાણી....

ઈંધણા વીણવા ગઈતી મોરી સહિયર...

સહુને મુજ અંતરે ધરૂ, સહુને અંતર હું ય વિસ્તરૂ...

આપણા ઘડવૈયા, બાંધવ આપણે હોજી..

હો સાવર થોરી અખિયનમેં જોબનિયું ઝૂકે લાલ ....

કેવડીયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, મુઈ રે એની હેક,

કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે....

પંથ નહિ કોઈ ભરૂ ડગ ત્યાં જ રચું મુજ કેડી....

ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર ? નાની એવી જાત વાતનો મચાવીએ નહિં શોર...

હું જ રહ્યું વિકસી , સહુ સંગને ..

વ્હેરાતો અંચળો એણે ઓયો ભૂખ ઢાંકતો ...