Type Here to Get Search Results !

કમ્પ્યૂટરના પ્રકાર | Types of computers | How super computer works

કમ્પ્યૂટરના પ્રકાર

કમ્પ્યૂટરનું વર્ગીકરણ તેની કિંમત, સંગ્રહશકિત અને તેની કાર્યશકિતને અનુલક્ષીને કરવામાં આવે છે. આજે વર્ગીકરણ પ્રત્યે જે અભિગમ લેવામાં આવે છે તે રીતે કમ્પ્યૂટરને નીચે પ્રમાણે વહેંચી શકાય.

કમ્પ્યૂટરના પ્રકાર | Types of computers | How super computer works

1. માઇક્રો  કમ્પ્યૂટર (Micro Computer)

બહોળા પ્રમાણમાં વપરાતા અને ઉપયોગી કમ્પ્યૂટર તરીકે માઈક્રો કમ્પ્યૂટર પ્રચલિત છે. માઈક્રો કમ્પ્યૂટરને નીચેના વિવિધ પ્રકારમાં વહેચી શકાય. 

  • પર્સનલ કમ્પ્યૂટર
  • વર્કસ્ટેશન
  • પોર્ટેબલ કમ્પ્યૂટર
  • પર્સનલ ડિઝિટલ આસિસટન્સ

પર્સનલ કમ્પ્યૂટર

સામાન્યપણે અંગત કાર્ય માટે ઉપયોગમાં લેવાતા કમ્પ્યૂટરને પર્સનલ ક્રમ્પ્યૂટર તરીકે ઓળખવામાં આવે છે.

સામાન્ય વપરાશમાં વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ, ડેટાબેઝ અને ઈન્ટરનેટ ઉપરના રોજબરોજના કાર્યો સરળતાથી કરી શકાય તે હેતુ માટે આ કમ્પ્યૂટરનો વપરાશ સામાન્ય રીતે થાય છે. 

આ કમ્પ્યૂટર વધુ ઝડપી, કિંમતમાં સસ્તા અને ઓફિસ તેમજ ઘર વપરાશના કાર્યમાં લઈ શકાય તે પ્રકારના હોય છે. આ કમ્પ્યૂટર નેટવર્કની સાથે જોડી શકાય તેવા સુસંગત હોય છે. etc. Compaq, HP, IBM.

વર્કસ્ટેશન

વર્કસ્ટેશન, પર્સનલ કમ્પ્યૂટર જેવા જ પરંતુ કાર્યક્ષમતાની દષ્ટિએ ખુબજ વધુ કાર્યક્ષમ હોય છે. 

વર્કસ્ટેશનનો ઉપયોગ એન્જીનિયર, સાયન્ટિસ્ટ કે પ્રોફેશનલ લોકો કરતા હોવાથી તેમના કાર્યને ઝડપી બનાવવા માટે તેની મૅમરી કે પ્રોસેસરને વધુ કાર્યક્ષમતા આપી શકે તેવા બનાવવામાં આવે છે. 

વર્કસ્ટેશન, કમ્પ્યૂટરના ઓતરિક જોડાણોમાં વપરાતા હોવાથી તે અન્ય કમ્પ્યૂટરની સાથે માહિતીનું આદાન પ્રદાન કરી શકે તેવા કાર્યક્ષમ હોય તે જરૂરી છે. પરંતુ, વર્કસ્ટેશન અને પર્સનલ કમ્પ્યૂટર વચ્ચેનો ભેદ હવે ખુબ ઓછો રહયો છે.

દા.ત... HP, IBM

પોર્ટેબલ કમ્પ્યૂટર

કમ્પ્યૂટરને સરળતાથી હાથમાં રાખીને ફરી શકાય તે હેતુસર પોર્ટેબલ કમ્પ્યૂટરની રચના કરવામાં આવી જેને લેપટોપ અને નોટબુક કમ્પ્યૂટરના નામે ઓળખવામાં આવે છે. 

પોર્ટેબલ કમ્પ્યૂટરનો ઉપયોગ સેલ્સ મેનેજરો, જર્નાલીસ્ટ કે એનાલીસ્ટ જેવા નિર્ણયકર્તા વર્ગના ઉપયોગકર્તાઓમાં થવા લાગ્યો.

દા.ત... IBM Thin pad, HP, IBM, TOSHIBA.

પર્સનલ ડિઝિટલ આસિસટન્સ

પર્સનલ ડિઝિટલ આસિસટન્સ (3/0) નામનું હથેડીમાં સમાવી જાય તેવું નોટબુક કરતા પણ નાનુ એવું કમ્પ્યૂટર હોય છે. 

આ કમ્પ્યૂટરની અંદર પેન ઈનપુટ તરીકે, ઓર્ગેનાઈઝર ટુલ અને કમ્પ્યુનિકેશન કરી શકવાની ક્ષમતા
ધરાવે છે. 

આ નાનકડા કમ્પ્યૂટરની ઉપયોગિતાના કારણે સેલ્સમેન અને સામાન્ય વ્યકિત તેના રોજ બરોજના કાર્યો અને શીડયુઅલની નોંધ રાખી શકે છે.

મીની કમ્પ્યૂટર(Mini Computer)

મીની કમ્પ્યૂટરએ મઘ્યમ રેન્જના કમ્પ્યૂટર તરીકે ઓળખાય છે. પહેલા તે ચોકકસ પ્રકારના મેઈન ફેમ કમ્પ્યૂટર તરીકે બનાવવામાં આવ્યા હતા. મીની કમ્પ્યૂટરનો ઉપયોગ મૅેન્યુકનીફેક્ચરિંગ યુનિટમાં એક કન્ટ્રોલ ડિવાઈસ તરીકે થતો હતો, પરંતુ તેનો ઉપયોગ પાછળથી ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા પ્રોસેસીંગ તરીકે થવા લાગ્યો. માઈક્રો કમ્પ્યૂટરની વધુ ઉપયોગિતાના કારણે તે વધુને વધુ કાર્યક્ષમ થતા ગયા જેના કારણે મીની કમ્પ્યૂટર વચ્ચેની ભેદ રેખા ઓછી થતી ગઈ. મીની કમ્પ્યૂટરનો ઉપયોગ હાલ એન્ડ યુઝર તરીકે થાય છે. આમ, એકથી વધુ ડેટાના પ્રોસેસ માટે મીની કમ્પ્યૂટરનો ઉપયોગ થાય છે.

દા.ત...  Supermini, VAX by Digital.

મેઈન ફૈમ (Main frame)

મેઈન ફેમ કમ્પ્યૂટરએ એક સાથે અસંખ્ય પ્રોગ્રામના સુચનાગણને ગણત્રીની સેકન્ડમાં અમલમાં મુકી પ્રક્રિયા કરે છે. ખુબજ મોટી કંપનીઓમાં આ કમ્પ્યૂટર એક મોટી રૂમ જેટલી જગા રોકે છે અને તેનો ઉપયોગ વિશાળ ડેટાને પ્રોસેસ કરવા માટે થાય છે. 

મેઈન ફેમનો ઉપયોગ ઈન્સ્યોરન્સ કંપનીઓ, ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ, રેલ્વે રિઝર્વેશન વગેરે માં વિશાળ ડેટા પર પ્રક્રિયા માટે અને ઝડપી પરિણામ પ્રાપ્ત કરવા માટે થાય છે.

ઉ. દા. IBM S/390.

સુપર કમ્પ્યૂટર (Super computer)

સુપર કમ્પ્યૂટરએ ખુબ જ ઝડપથી કાર્ય કરતી કમ્પ્યૂટર રચના છે. માઈકો કમ્પ્યૂટરએ માઈકો સેકન્ડમાં ગણતરી કરે છે, જયારે સુપર કમ્પ્યૂટરએ નેનો કે પીકો(109 — 10%) સેકન્ડમાં ગણતરી કરી શકે છે. 

આમ, તે માઈકો કમ્પ્યૂટર કરતાં એક હજારથી એક મિલિયન ગણા વધારે ઝડપથી કાર્ય કરી શકે છે. સુપર કમ્પ્યૂટરનો ઉપયોગ સરકારી ક્ષેત્રે થાય છે, જયાં વિશાળ ડેટાને ખુબજ ઝડપી અમલમાં મુકવાની જરીરયાત હોય છે. ઉદાહરણ તરીકે હવામાનની આગાહી, ઈધણની ચકાસણી, રોકેટ સંશોધન, સીમ્યુલેશન વગેરે.

સુપર અને મેઈન ફેમ કમ્પ્યૂટર વચ્ચેનો મુખ્ય તફાવતમાં સુપર કમ્પ્યૂટર તેના કેટલાક પ્રોગ્રામને એક સાથે પ્રક્રિયા કરી ઝડપી બનાવે છે, જયારે મેઈન ફેમ બધાજ પ્રોગ્રામને વારાફરતી અમલમાં મુકતું હોવાથી સરખામણીમાં ઓછુ ઝડપી હોય છે. સુપર કમ્પ્યૂટર અનેક પ્રોસેસર પર સંકલિત થઈ ને પૅરેલલ કાર્ય કરે છે.

ઉ. દા. Y-MP/C90, PARAM.