Type Here to Get Search Results !

શુક્ર પર નરકવાસી જીવાણુઓ જડ્યા? શુ શુક્ર ગ્રહ પર જીવન છે? | Interesting facts about venus

શુક્રના વાતાવરણનો અભ્યાસ કરી રહેલા સંશોધકોને તેમાં ફોસ્ફિન રસાયણ પણ જોવા મળ્યું છે. જૈવિક પ્રક્રિયાની આડપેદાશોમાં ફોસ્ફિનનો સમાવેશ થાય છે.સમાચારનો સ્પષ્ટ અર્થ તો નહિ, પરંતુ સૂચિતાર્થ એ થાય કે શુક્ર પર જીવસૃષ્ટિ હોય પણ ખરી. 

શુક્ર પર નરકવાસી જીવાણુઓ જડ્યા? શુ શુક્ર ગ્રહ પર જીવન છે? | Interesting facts about venus

અલબત્ત, બીજી તરફ એ ન ભુલાય કે શુક્ર પરના તમામ સંજોગો નર્ક જેવા છે એટલે જીવસૃષ્ટિ માટે અનુકૂલ નથી. ક્રમવાર જોતાં:

 (૧) પૃથ્વીની સાગરસપાટીએ હોય તેની સરખામણી એ શુક્રની નપાણિયા ભૂમિ પર ત્યાંનું વાતાવરણ ૯૦ ગણું અર્થાત ચોરસ સેન્ટિમીટરે ૯૩ કિલોગ્રામ દબાણ કરે છે, આ દબાણ સજીવ માટે ઘાતક બને. 

(૨) સપાટી એવરેજ તાપમાન ૪૬૨” સેલ્શિયસ રહે છે. આ ગરમી સીસાને પણ જોતજોતામાં પીગાળી નાખે. 

(૩) શુક્ર પર વરસાદ સલ્ફ્યૂરિક એસિડનો પડે છે. 

(૪) પૃથ્વીના વાતાવરણમાં થાય તેના કરતાં ૧૦ ગણી વધુ એનર્જીના વીજકડાકા શુક્ર પર નોંધાયા છે. માણસના કાનમાં તેની ગર્જના કાયમ માટે બહેરાશ લાવી દે. 

ઉપરાંત શુક્રના ઉપલા વાતાવરણમાં કલાકના સરેરાશ ૩૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે, જ્યારે તેના બેય ધુવોના માથે કાયમી ચક્રવાતો સૂસવેહન આ જાતના સંજોગો વચ્ચે શુક્ર પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ હોવું શક્ય ખરું? 

આશરે ૪ અબજ વર્ષ પહેલાં શુક, પૃથ્વી તથા મંગળ એ ત્રણેય ગ્રહો પર જીવસૃષ્ટિ પાંગરવા માટે અનુકૂળ વાતાવરણ હતું. સૂર્યનો ગોળો એ વખતે આજના જેવો તગતગતો ન હતો. 

તાપમાન જરા ઓછું હતું, કેમ કે હાઈડ્રોજન વાયુનું હિલિયમમાં રૂપાંતર કરતી તેના કેન્દ્રમાં રહેલી અણુભક્ઠી હજી બરાબર ચેતી ન હતી. ધીમે ધીમે તે આદિત્ય ઉગ્રતા ધારણ કરતો ગયો, 

જ્યારે બીજી તરફ જ્વાળામુખી પ્રવૃતિએ શુક્રના વાતાવરણને કાર્બન ડાયોક્સાઈડ વડે ભરી દીધું. શુક્રને દોજખ બનાવી દેવામાં બાકીનું કામ ગ્રીનહાઉસ ઇફેક્ટે પૂરું કર્યું એક વાત છે. 

કોઈ પણ ગ્રહ પર જીવનનો પહેલો અંકુર ફૂટે, એટલે પછી જીવસૃષ્ટિ ગમે તેમ કરીને કઠોર વાતાવરણમાં પણ ટકી રહે છે. આથી શક્ય છે કે મંગળનું વાતાવરણ પ્રતિકૂળ થતાં ત્યાંના કનિષ્ઠ સજીવો ભૂગર્ભમાં જતા રહ્યા, જ્યારે શુક્ર પરના સજીવો ભૂસપાટી પરનો ભૂંજી નાખતો તાપ અને દબાણ ટાળવા વાદળોમાં ચડ્યા. 

શુક્રનાં વાદળોમાં ૪૮ કિલોમીટર ઊંચે તાપમાન આશરે ૩૦” સેલ્શિયસ છે. જો કે એ સ્તરે પણ વાતાવરણ જીવસૃષ્ટિ માટે પારણા જેવું તો નથી. કાર્બન ડાયોક્સાઈડની બનેલી હવામાં સલ્ફયૂરિક એસિડનાં બિંદુઓ તરે છે અને સૂર્યનાં વેધક પારજાંબલી કિરણોની બૌછાર થતી હોય છે. 

શુક્રનાં ઘટ્ટ વાદળોમાં સૂક્ષ્મ તરલ સજીવોનું અસ્તિત્વ સંભવી શકે એમ વર્ષો પહેલાં જગપ્રસિધ્ધ ખગોળશાસ્ત્રી કાર્લ સેગાને જણાવ્યું હતું. કોઈને તે વાત ત્યારે માનવા જેવી નહોતી લાગી, પરંતુ એ તો મહાસાગરના તળિયે અત્યંત ગરમ પાણીના ઝરા ફૂટતા હોય અને તેમાં સૂક્મ જીવાણુઓ હોય એ પણ કોણ માનવા તૈયાર હતું? શુક ગ્રહનું શું? 

આ પ્રશ્નના ઉત્તરમાં જરા સભાળાન વાત કરીએ. ભારતવંશી અમેરિકન રસાયણશાસ્ત્રી પ્રો. રાકેશ મોગલે અને તેમના સહયોગી મદદનીશોએ શુક્રના વાદળોમાં ફોસ્ફિન રસાયણ હોવાનું સ્પેક્ટ્રોમીટર વડે શોધી કાઢ્યું. 

આ સંશોધન વર્ણવતો અભ્યાસલેખ તેમણે સમાંતર પાટે એ જ સંશોધન મહિલા ખગોળશાસ્ત્રી જેન ગ્રીવ્સે ચલાવ્યું. નિષ્કર્ષ પણ એ જ કાઢ્યો. શુક્રના વાતાવરણમાં ફોસ્ફિન હોવાનું તેણે જણાવ્યું. 

સંજય લિમયે નામના ભારતવંશી અમેરિકન ખગોળશાસ્ત્રીનો પ્રતિભાવ: “આ ક્ષણ માટે તો હું આખી જિંદગી રાહ જોતો હતો..' પ્રો. રાકેશ મોગલ કેમ ગુજ્જુભાઇ અને સંજય  મરાઠી માણૂસ? કેમ કે આપણે સૌથી વધુ નિકાસ વિજ્ઞાનીઓની કરીએ છીએ. 

બળાપો છોડી અહીં શુક્ર પૂરતી જ ચર્ચા આગળ ચલાવવામાં સાર છે. ફોસ્ફિન જ્વલનશીલ, રંગવિહિન, ઝેરી વાયુ છે. વાતાવરણની હવાના દસ લાખ ભાગે માત્ર 55 ભાગ જેટલો પણ તે વાયુ માણસને ગંભીર રીતે બિમાર પાડે અથવા તેનું મૃત્ય પણ નીપજાવી દે. 

કેટલીક ઔદ્યોગિક પ્રક્રિયાઓ આડપેદાશ તરીકે ફોસ્ફિન પેદા કરે છે. શુક્ર પર ઉદ્યોગો નથી, માટે અહીં બાયોલોજિકલ ફોસ્ફિન અંગે નોંધવાનું થાય છે. લગભગ બધી જાતના  ઓક્સિજનની ગેરહાજરીમાં ચયાપચયની ક્રિયા ચલાવતા બેકટીરિઆ પણ તેની બાયપ્રોડક્ટ તરીકે ફોસ્ફિન છૂટો પાડે છે.

આ ખોજ શુક્ર પર બેકટીરિઆ હોવાનો પુરાવો નથી. સંશોધકોએ તે જાતનો દાવો પણ કર્યો નથી. શુક્રનાં વાદળોમાં ફોસ્ફિન હોવું તે મૂંઝવી નાખતું રહસ્ય તો છે, કારણ કે ત્યાં એ વાયુનો સ્ત્રોત ક્યો તે વિજ્ઞાનીઓ સમજી શકતા નથી. સંશોધન એ દ્રષ્ટિએ મહત્વપૂર્ણ લેખાય છે. 

Tags