Type Here to Get Search Results !

જાણો કોરોનાને પણ ટક્કર આપે એવી અદભૂત અરડૂસીના ઔષધિય ગુણો વિશે | How to fight corona with medical benefits of Aradusi

અરડૂસી બારે માસ લીલીછમ રહેતી અને વર્ષાઋતુમાં પુન:યૌવન પ્રાપ્ત કરી પાંગરી ઉઠે છે. તેના આસોપાલવ જેવા લાંબા પર્ણો અને આછા જાંબુડિયા શ્વેત પુષ્પો મન અને ચક્ષુ માં વસી જાય એવા હોવાથી તથા તુલસીની જેમ જ તેમાં પણ અનેક ઔષધિય ગુણો હોવાથી તેના બેચારે છોડ ઘર આંગણે  વાવી ઉછેરવા જેવાં છે.



 અલ્સરેટીવ કોલાયટીસનો એક ગ્રામ્ય દર્દી જયારે માત્ર અરડૂસીના મધ્યમ કદના બે તાજા પાંદડા સવારે અને રાત્રે ચાવીને ખાવાથી પોતાનો વર્ષો જૂનો રોગ મટયાનો મને પત્ર લખે છે ત્યારે મને એમ થાય છે કે શું આપણે અરડૂસી તરફ અન્યાય તો નથી કર્યોને! 

બાળકની નસકોરીનો રોગ મટાડવાની અરડૂસીમાં પ્રબળ ક્ષમતા રહેલી છે. અરડૂસીનો તાજી રસ બેથી ચાર ચમચી જેટલો સવારે અને રાત્રે પીવાથી નસકોરી ફૂટતી નથી. 

માત્ર નસકોરી જ નહી એલજીક ખાંસીમાં ડૉકટરો પણ, સીપ વસાકા વાપરે છે. આ વસાકા એ જ વાસા અથવા એરડૂસી અને હજારો વર્ષોના અનુભવે જણાયું છે કે, ખોસી-ઉધરસમાં અરડૂસી ઉત્તમ છે. 

પણ આજે લેભાગુ ફાર્મસીઓનો આપણે ત્યાં તોટો નથી. આવા ફાર્મસીઓ ખાંડમાં અરડૂસી નાંખી ચાસણી જેવું બનાવી સીરપ વસાકાના લેબલો લગાડી ચિકિત્સકોને પધરાવી દે છે. 

આ તો થઈ કફનાશક નહીં, પણ કફ વધારનારી દવા. ઉધરસ માટે તો અરડૂસીનો તાજો રસ કડવા તૂરા સ્વાદવાળો પીવો જોઈએ. જો તેનો ટેસ્ટ ન ગમે તો આ રસમાં એટલું જ મધ મિશ્ર કરીને પીવો, પણ ખાંડ સાથે તો અરડૂસી ન જ લેવાય. 

પંડિત ભાવમિશ્ર નામના પ્રસિધ્ધ વનસ્પતિશાસ્ત્રી વૈદ્ય થઈ ગયા. તેમણે પોતાના ગ્રંથ ભાવપ્રકાશમાં અરડૂસીના ગુણધર્મો વિશે લખ્યું છે કે, અરડૂસી વાયુ કરનાર, સ્વર માટે હિતકર, કરું, પિત્ત અને લોહીની વિકૃત્તિને કે મટાડનાર, કડવી, તૂરી, હદયને હિતકારી, પચવામાં હલકી, શીળસ, દમ, ઉધરસ, જવર, ૯ ઉલ્ટીમનહ, કોઢ, ક્ષય અને રક્તસ્ત્રાવ મટાડે છે. 

કડવા રસવાળા ઔષધોમાં લેખન અને વિશદ એ બે ગુણકર્મ રહેલા છે. લેખન અને વિશદ આ બે આયુર્વેદિય પરિભાષાના શબ્દો છે. 

આમાં લેખનનો અર્થ થાય ખોતરવું, શરીરમાં ચોંટી- જામી ગયેલા કાચા કેફને ખોતરીને લેખનકર્મ બહાર કાઢવાનું કર્મ અરડૂસીનો કડવો રસ કરે છે. 

તૂરો રસ તેની રૂક્ષતા અને શુધ્ધતાને લીધે ઉખડેલા કફને ખોતરીને બહાર કાઢવામાં એક બીજાને સહાયક બને છે. આ કારણને લીધે જ કડવી અને તુરી અરડૂસીની કફના રોગોમાં ખૂબ પ્રતિષ્ઠા છે. 

પિત્તપ્રકોપથી શરીરના કોઈપણ અવયવમાં ચાંદુ, દાહ, તાવ કે રક્તસ્ત્રાવ થાય છે. ૨ક્તસ્ત્રાવ બંધ કરવાનો અરડૂસીમાં એક વિશિષ્ટ ગુણ છે. તૂરા ૨સવાળા ઔષધો રક્તસ્ત્રાવ બંધ કરે છે. 

એરંડૂસીમાં તૂરો રસ છે. માટે તે નસકોરી ફૂટવાની વિકૃતિમાં ઉત્તમ ફાયદો કરે છે. શરીરના કોઈપણ અવયવમાંથી રક્તસ્ત્રાવ થતો હોય તો ચાર થી છ ચમચી જેટલા અરડૂસીના રસમાં થોડી સાકર નાંખી. (ખાંડ નહી) દિવસમાં બે થી ત્રણ વાર પીવું જોઈએ. 

જો પ્રાપ્ય હોય તો ઉપરથી બકરીનું દૂધ પીવામાં આવે તો ખૂબ જ ઝડપી પરિણામ મળે છે. કારણકે બકરીનાં દૂધમાં પણ વ્રણ રૂઝવાનો અને રકતસ્ત્રાવ - બંધ કરવાનો વિશેષ ગુણ છે. 

અરડૂસી ઉત્તમ ઉત્તેજક, કફનિ:સારક અને સંકોચ વિકાસ પ્રતિબંધક છે, તેના ફૂલો, તીખાં, કડવા, તૂરા, મૂત્રજનન, કફન, જવરઘ્ન અને લોહીની ઉષ્ણતા ઓછી કરનાર છે. 

અરડૂસી વિષેના આટલા નિરૂપણ પછી વાચકવર્ગને કહીશ કે તમારા ઘર આગળ જો. થોડી જગ્યા-જમીન હોય તો તમે બે-ત્રણ અરડૂસીના છોડ વાવજો એ છોડ ઝૂંડ બનીને તમને કફના રોગો અને તાવથી દૂર રાખો.

Tags