Type Here to Get Search Results !

શુ હાઈડ્રોજન પરંપરાગત પેટ્રોલ-ડીઝલ ને બદલી શકસે? How hydrogen will be a replacement for traditional fuels

હાઇડ્રોજન વાયુ આવતી કાલના વૈકલ્પિક બળતણ તરીકે અનેક દેશોને હિલોળે ચડાવી રહ્યો છે. ભારત, ચીન, અમેરિકા, કેનેડા તથા જર્મની વિપુલ જથ્થામાં હાઇડ્રોજન પ્રાપ્ત કરવાના સંશોધન પાછળ મંડ્યા છે. 

ચીને તો પોતાનો ઔદ્યોગિક કારોબાર ભવિષ્યમાં મુખ્યત્વે હાઇડ્ર9જનના જ મદારે ચલાવવાનું એલાન કરી નાખ્યું છે. બ્રાઝિલ સહિત કેટલાક દક્ષિણ અમેરિકી દેશો પણ પેટ્રોલ-ડીઝલના વિકલ્પ તરીકે હાઇડ્રોજન અપનાવવાનું વિચારી રહ્યા છે. 

શુ હાઈડ્રોજન પરંપરાગત પેટ્રોલ-ડીઝલ ને બદલી શકસે?

વિજ્ઞાનને ધ્યાનમાં લેતાં નાનોશો જોક તાજો થાય છે. “અમેરિકા જવાનું વિચારું છું. અંદાજે શું ખર્ચ થશે?' “કંઇ નહિ. વિચાર કરવામાં ખર્ચ શેનો?' હાઇડ્રોજન વાયુ એનર્જીની રેલમછેલ કરી આપે તે વાતમાં જરાય કસ નથી. આમ છતાં ત્રણ કારણોસર તેના પરનું રિસર્ચ ઘણા દેશોને જરૂરી લાગી રહ્યું છે :

  1. ધરતીના પેટાળમાં બાકી રહેલો ખનિજ તેલનો પુરવઠો ખૂટી જવા આડે ઝાઝાં વર્ષો નથી, એટલે ત્યાર પછી જગતમાં દર વર્ષે બનતાં ૯.૩ કરોડ (તેમજ અગાઉ બની ચૂકેલાં બીજાં કરોડો) વાહનોમાં પેટ્રોલ-ડીઝલનું સ્થાન લેતું નવું બળતણ શોધવું રહ્યું; 
  2. પેટ્રોલિયમ સાવ ખૂટતા પહેલાં તે પ્રતિદિન દુર્લભ બનતું જાય છે અને દામ હરણફાળે વધતા જાય છે. જૂન, ૨૦૦૮માં બેરલદીઠ મહત્તમ ભાવ ૧૪૮.૯૩ ડોલર થયો, પણ સદ્નસીબે પાછો નીચે આવ્યો. ભવિષ્યમાં વધતી માગના અને પુરવઠાની અછતના સંજોગો વચ્ચે રખે જો કાયમ માટે ૧૫૦ ડોલરના આંકને વટાવી જાય તો સમગ્ર વિશ્વનાં અર્થતંત્રો પડી ભાંગે તેમ છે. આથી માનવજાતે વહેલી તકે અશ્મિજન્ય બળતણો પરનું અવલંબન તજવું રહ્યું; 
  3. આ બળતણોનો વિકલ્પ જરૂરી બન્યાનું ત્રીજું કારણ તેમના દ્વારા થતા પ્રદૂષણનું છે. મધ્યમ કદવાળી મોટરકાર પ્રત્યેક કિલોમીટરનું પ્રવાસઅંતર કાપે ત્યાં સુધીમાં ૪૪૫ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભેળવે છે, જ્યારે પ્રકારનું વાહન સરેરાશ ૧,૪૦૦ ગ્રામ પેદા કરે છે. 

સૌથી વધુ (૮૦%) અશ્મિજન્ય બળતણો વાહનવ્યવહારના ક્ષેત્રે વપરાય છે, માટે ત્યાં જ બળતણોનો ફેરબદલો ખાસ જરૂરી છે. હાઇડ્રોજન તારણહાર બળતણ નીવડી શકે એવો ખ્યાલ અત્યારે ચોમેર પ્રવર્તી રહ્યો છે.

 ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો તે ખ્યાલને ભ્રામક ઠરાવે છે. બ્રહ્માંડનાં બધાં તત્ત્વોમાં એ વાયુ ૭૫%ના પ્રમાણ સાથે મોખરે હોવા છતાં આપણા માટે હાથવગો નથી. 

સૌથી હળવો પ્રિતિલિટરે ૦.૦૮૯૮૮ ગ્રામ વજનનો) છે, એટલે પૃથ્વીના વાતાવરણે તેને ગુમાવી દીધો. મહાસાગરોના પાણીમાં હાઇડ્રોજનનો સુમાર નથી, પરંતુ વીજવિઘટન વડે છૂટો પાડવામાં ખર્ચાતી એનર્જી સામે કિફાયતી વળતર મળે નહિ. 

વિદ્યુત એનજી સોલાર સેલ જેવાં બિનપરંપરાગત સ્ત્રોતો દ્વારા જ મેળવવી જોઇએ. હકીકતે તેમાં પણ ગોપિત ખર્ચ ઘણો હોય છે. 

ઉદાહરણ તરીકે પ.પ લિટર પાણીનું વીજવિઘટન ૨૦ કિલોવોટ-કલાક જેટલી એનર્જીનો હાઇડ્રોજન મોટરકારના ફ્યૂઅલ સેલ માટે આપી શકે, પરંતુ એવું વીજવિઘટન કરવા સોલાર સેલની ૩૦-૬૦ મીટરની સમજવાની મુખ્ય વાત તો એ કે હાઇડ્રોજન (વાયુરૂપે યા તો પ્રવાહીરૂપે) એનર્જીનો સોત નથી.

 પૃથ્વીના વાતાવરણમાં અગર તો ભૂસ્તરીય પોપડામાં તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. વૈજ્ઞાનિક દષ્ટિએ તે એનર્જીનો  વાહક છે, જેને પેદા કરવો પડે છે. 

અશ્મિજન્ય મિથેન વાયુમાં રહેલા હાઇડ્રોજનને છૂટો પાડી શકીએ, પણ બહુ ઓછો પુરવઠો હાથ લાગે છે. બીજો તરીકો વીજવિઘટન પણ દુર્ભાગ્યે કિફાયતી નથી. 

ગરમ થવા માંડતું પાણી જ વીજળીનો અમુક પુરવઠો વાપરી ખાય છે, જે સીધું નુકસાન છે. વીજળી જો કોલસો બાળીને પેદા કરી હોય તો એ સંજોગોમાં નુકસાન લગભગ બેવડાય છે. કોલસો અને ગાજ્યાં છે. 

ઘણાને તે સર્વોત્તમ પદ્ધતિ જણાય છે, પણ સવાલ એ છે કે સોલાર એનર્જીને વીજળીમાં ફેરવવી અને તે વીજળી બારોબાર ઇલેકિટ્રક કાર માટે લેખે લગાડવાને બદલે હાઇડ્રોજન પેદા કરવા અર્થે વાપરવી તે વળી કેવી જાતનું ગણિત 'બહોત બોયા તે ઊગ્યા ઘાસ' રૂઢિપ્રયોગ જેવું રિઝલ્ટ મળે છે. 

સૌથી અગત્યનો મુદો : ઈન્ટરનેશનલ રિન્યૂઅલ એનર્જી એજન્સી દ્વારા હાથ ધરાયેલા સંશોધન અનુસાર ૨૦૫૦ના વર્ષ સુધીમાં બાર મહિને જેટલી ઊર્જા આપતો ૧૫૮ મેટ્રિક ટન હાઇડ્રોજન જોઇએ. 

પવનચક્કી, જળવિદ્યુત મથક, સોલાર સેલ અને સમુદ્રી ભરતી-ઓટ દ્વારા એટલો હાઇડ્રોજન પેદા કરવા જેટલી વીજળી મળે તેમ છે જ નહિ.

ટૂંક સાર : ભવિષ્યમાં હાઇડ્રોજન મોંઘેરા કાજુ-બદામ નીવડી શકે, પણ દાલ-રોટી મહિ. “થોડા ખાના, ખૂબી સે રહેના' એ જ આપણા માટે શ્રેયકર માર્ગ છે.

Tags