Type Here to Get Search Results !

ચામડીને સ્વસ્થ રાખવા અને રોગોથી બચવાના ઘરગથ્થુ ઉપચાર | Home remedies for skin health

જે દેશમાં જન્મ્યા તે દેશની વનસ્પતીઓથીજ રોગ ભગાડવો હિતકારી છે. પરંતુ દુઃખની વાત એ છે કે આજનો ભારતવાસી રોગ નિવારણ માટે ગુણકારી સ્વદેશી ઘરાઉ ચીજાને બદલે વિલાયતી રસાયણીક દવાઓ પાછળ પડીને સમય, ધન અને તંદુરસ્તી ત્રણ અણમોલ ભંડારનો નાશ કરે છે. 

એ વાતનો આનંદ છે કે આજે પણ થોડા લોકો છે જેઓ ઘરગથ્થુ ચીજો દ્વારા સ્વદેશી ઔષધોનો ઉપયોગ કરવા માગે છે, તેમના માટે આ અંક આશીર્વાદરૂપ છે. આ અંકના ઉપચારો વર્ષોથી અનેકો દ્વારા સિદ્ધ થયેલા છે. આ સંપૂર્ણ સ્વદેશી સારવારના પ્રયોગો ભારતમાં આયુર્વેદ દ્વારા હજારો વર્ષોના અનુ ભવનો સરળ સાર છે. 


(1)ગ્લિસરીન,ગુલાબજળ અને લીંબુનો રસ સરખે ભાગે લઇ શીશીમાં ભરી રાખો એ બનશે, મિશ્રણથી માલીસ કરવાથી ચામડી સાફ બનશે. હાથ-પગમાં ચીરા મટશે. 

(2)મુળાના રસમાં થોડું દહીં મેળવી ચહેરા ઉપર લગાડવાથી ચહેરો સુંવાળો ચમકીલો થાય છે. 

(3)એક ડોલ ગરમ અથવા ઠંડા પાણીમાં એક લીંબુ નીચોવી તેનાથી સ્નાન કરવાથી ચામડી સુંવાળી થાય છે અને ચામડીમાં ચમક આવે છે. 

(4)કારેલાના પાનનો રસ ચોપડવાથી ચામડીના બહુ જુના રોગ મટે છે.

(5)તલના તેલને સહેજ ગરમ કરી રોજ માલીસ કરવાથી ફીકી ચામડી ચમકતી થાય છે.

(8)કાકડીને ખમણી તેનો રસ ચોપડવાથી ચીકાશવાળી તેમજ ચીમળાયેલી ચામડી સુંવાળી બને છે.

(9)હાથ કે પગની ચામડી ફાટે ત્યારે વડનું દૂધ લગાડવાથી જલ્દી મટે છે.

(10)સંતરાની છાલને સુકવી તેનો પાવડર કરી ગુલાબજળમાં મેળવી તેને મોં પર લગાડી અર્ધો કલાક રહેવા દઇ પછી ધોવાથી ચામડી મુલાયમ બનશે અને ડાઘા નીકળી જશે અને ચહેરાની કરચલી નીકળી જશે.

(11)હાથ કે પગમાં ચીરા પડયા હોય, અળાઇ થઇ હોય તો એક ભાગ લીંબુનો રસ અને તેનાથી ત્રણ ઘણું તલનું તેલ અથવા કોપરેલ મેળવી લગાડવાથી રાહત થાય છે.

(12) ચણાના લોટમાં પાણી અને થોડું ઘી શરીર પર અને મોં પર માલીશ કરવાથી ચામડી ગૌર વર્ણની અને તેજસ્વી બને છે.

(13)દાઝી ગયેલી ચામડી પર સફેદ ડાઘ રહી જાય છે તેના ઉપર રૂને મધમાં ભીંજાવી પાટો બાંધવાથી ડાઘ નીકળી જાય છે.

(14)દુધ અને દિવેલ સરખે ભાગે લઈ નિયમિત શરીરે માલીસ કરવાથી શરીર પરથી કરચલી દૂર થાય છે.

(15)લીમડાના સો પાન લઈ તેનું ચાર્ગ રોજ ૬ મહિના સુધી લેવાથી સફેદ કોઢ મટી જાય છે. રોજ સવારે બબ્બે તોલા મધ, ઠંડા પાણીમાં મેળવી પીવાથી ચામડીના રોગો જેવાકે દીધું, ખંજવાળ, ફોલ્લી મટે છે.

(16)ચોખાના ધોવાણમાં થોડીક હળદર ભેળવીને ચહેરા અને શરીર પર માલીસ કરવાથી અને પછી સ્નાન કરવાથી શરીર અને ચહેરાની સુંદરતા વધે છે. મહિનામાં બે ઉપવાસને ચાર એક યથા કરી દોરીને આરામ આપો.

(17) દૂધની મલાઇનો લેપ સ્નાન કરતા પહેલાં અર્ધા કલાક અગાઉ ચહેરા પર કરવો. સુકાયા બાદ મોં પર હાથથી માલીસ કરવું જેથી બધી મલાઇ ચહેરાનો મેલ લઇ પોપડા થઈ ઉખડી જશે અને ચામડી ગોરી તકતકતી અને લીસી બનશે.

(18)બટાટાની છાલને શરીર પર ઘસવાથી ચામડી સુંવાળી થાય છે.

(19)રસ કાઢી લીધેલા લીંબુના ફાડી ચહેરા પર ઘસવાથી ચામડી સહેજ તમતમે છે, પરંતુ ચહેરાની લાલી એકદમ આવે છે. થોડીવાર મોં પર છાલ ઘસી પાછી ઠંડા પાણીએ મોં ધોઈ ચહેરા પર લોહી ફરવા લાગે અને લાલી આવે છે,

(20) જેનો રંગ શામળો હોય, મોં દેખાવડું ન હોય તો જો આમળાના ચુર્ણને હળદર પાવડર સાથે મેળવી દૂધમાં કાલવી સ્નાન કરતી વખતે મો પર ઘસીને ચોળે તો તેનાથી લાંબા સમયે દેખાવડા થાય છે.

(21) ગરમ પાણીમાં આમળાનો ભૂકો નાંખી ઉકાળીને પાણીથી સ્નાન કરવાથી ચામડી મુલાયમ બને છે.

(22) દૂધમાં લીંબુનો રસ મેળવી સવાર-સાંજ ચહેરા પર માલીસ કરવાથી ચહેરો સ્વચ્છ કોમળ અને ચમકદાર બને છે. આખા શરીરે માલીસ કરવાથી શરીર તંદુરસ્તીભર્યું બને છે.

(23) એક શેર પાણીને ઉકાળી વા શેર બનાવી દીધા બાદ તેમાં સરખે ભાગે ગ્લીસીરીન અને લીંબુનો રસ નાંખી એક શીશીમાં ભરી રાખવું અને ખુબ હલાવી એક સરખું મિશ્રણ કરવું. આનાથી દિવસમાં બે- ત્રણ વાર મો પર માલીસ કરવાથી મો પરના ડાધા અને મેલ નીકળી જાય છે. ઠંડીમાં આ મિશ્રણથી ચામડી તરડાતી નથી અને ગરમીમાં એનાથી ઠંડક રહે છે, આ મિશ્રણથી સ્નો વાપરવાની જરૂર પડતી નથી.

(24) કેટલાકને ચહેરો સુગંધીત બનાવવા નો વાપરવાની ટેવ હોય છે. તેને બદલે સ્નાન કર્યા બાદ બે ટીપાં સુખડના તેલના મોં પર ઘસવાથી સુગંધ આવે છે અને ચામડીને ઠંડક આપે છે. અળાઇ થઇ હોય તો હરડે અને ફટકડીનું પાણી બનાવી તે અળાઇ પર રોજ લગાડવાથી તરત ફાયદો થાય છે.

(25) શિયાળામાં હાથ પગની આંગળીઓની વચ્ચે ચળ અને ચામડીમાં ચીરા પડે તો ઘઉંના ભુસામાં એક ચમચી મીઠું નાખીને પાણી નવશેકું ગરમ કરી પાણીમાં હાથ- પગ રાખીને શેક કરવાથી ચળ મટી જાય છે. સંતુલીત આહાર એટલે રોગના હુમલાખોરોથી બચાવનાર સ્વાદ અને રૂચિને અનુકુળ ખોરાક લેવો.

Tags