Type Here to Get Search Results !

જાણો લોહીમાં રહેલું હિમોગ્લોબિન કેવી રીતે શરીરમાં ઓક્સિજન લઇ જાયે છે | Hemoglobin working process in body

લોહીમાં રહેલું હેમોગ્લોબિન આપણે શ્વાસ વાટે લીધેલા ઓક્સિજનને કેવી રીતે ગ્રહણ કરે છે  અને શી રીતે અવજો શારીરિક કોષોને પહોંચાડે છે? આ અંક માં આપણે સમજીશું હીમોગ્લોબિનની કાર્યપધ્ધતિ વિષે.

Hemoglobin working process in body

પુખ્ત વયના માણસના શરીરમાં પાંચેક લીટર જેટલું લોહી હોય છે, જથ્થાના માપે ૨ક્તકણોનો ફાળો તેમાં ૪૪ ટકા છે. નાની ચમચીભર લોહીમાં આશરે ૨૫ અબજ રક્ત કણો છે અને દરેક માં હેમોગ્લોબિનના  રેણુઓ લગભગ ૨, ૫૦,૦૦૦ છે. 

હેમોગ્લોબિન મહત્તમ ઓક્સિજન સમાઇ શકે એ માટે તેમણે DNA, Mitochondria, RNA તમામ પ્રકારના enzymes/ ઉન્સેચકો, Golgi apparatus કહેવાતી શ્રેષ્મત્વચા વગેરેને તિલાંજલી આ પી દીધી છે. 

શરીરના ક્યા કોષોને કેટલું ઓક્સિજન આપવું તે હમોગ્લોબિન પોતે નક્કી કરે છે. કૃત્રિમ લોહી બનાવવું એટલે જ સહેલું નથી.) કુદરત એ કુદરત છે.

નવાઇની વાત એ કે રક્તકણો બધા કોષોને ઓક્સિજન દાન કરે, પણ તેઓ પોતે ઓક્સિજન વાપરતા નથી. (દાનવીર પોતે આપેલા દાનમાંથી શું કમિશન લે?) એનર્જી માટે રક્ત કણો લુકોઝ વડે કામ ચલાવે છે. 

હેમોગ્લોબિન iron ધરાવે છે, જે ઓશીકામાં ભરેલા રૂની જેમ હેમોગ્લોબિનની અંદર કેદ છે. આ લોહતત્ત્વ ઑક્સિજનને પોતાના તરફ આકર્ષે છે, પણ ઑક્સિજન સાથે તે પરબારા સંપર્કમાં આવતું નથી. 

આમ છતાં દરરોજ લગભગ ૨૦ અબજ રક્તકણો નાશ પામે ત્યારે તેમનો નિકાલ કરી દેતું શરીર લોહતત્ત્વથી છૂટકારો ન મેળવી શકે, કેમ કે પાણીમાં તે દ્રાવ્ય નથી. મૂત્રપિંડ તેને પેશાબ વાટે કાઢી શકતું નથી, એટલે શરીરમાં તેમનો જથ્થો અનામત રહે છે. 

આ જથ્થાને યોગ્ય રીતે થાળે પાડવા માટે અને ફરી કામે લગાડવા માટે બીજી મિકેનિઝમ છે. ફેરિટિન કહેવાતું સંખ્યાબંધ એકમોનું પિંજર જેવા આકારનું પ્રોટિન આવા ફાજલ પડેલા લોહ માટે કામચલાઉ ગોદામની ભૂમિકા બજાવે છે. 

સૂક્ષ્મ લોહકણોને તે પોતાના આંતરિક પોલાણમાં ખેંચી લે છે અને જે નવા રક્ત કણો નું સર્જન થાય તેમના માટે ક્રમશઃ મુક્ત કરે છે. 

ક્યારે અને કેટલા પ્રમાણમાં મુક્ત કરવા તેની ફેરિટિનને શી રીતે જાણ થાય એનો ભેદ તબીબી નિષ્ણાતો હજી પામી શક્યા નથી, પણ એટલું ચોક્કસ કે ફેરિટિન ઉત્ક્રાંતિના દોરમાં કરોડો વર્ષ પહેલાં સર્જાયેલું બહુ જૂનું પ્રોટિન છે.  

આદિકાળમાં પૃથ્વીનું વાતાવરણ પહેલી વખત ઑક્સિજન વડ સભર થયું અને તે વાયુને શ્વાસમાં લેતા સજીવો પેદા થયા એકય સજીવના શરીરમાં લોહતત્ત્વને ‘કાટપ્રૂફ' રાખતી બીજી . વ્યવસ્થા નથી. કરતાં વધુ કારણો નોંધી શકાય એમ છે.

Tags