Type Here to Get Search Results !

ગુજરાતના મહાન સાહિત્યકારો, ગૌરીશંકર જોષી, કનૈયાલાલ મુનશી, પ્રેમાનંદ, ઝવેરચંદ મેઘાણી, મીરાબાઈ

ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં ઘણા બધા લોકોનો ફાળો છે. આજે આ અંક માં આપણે જાણીશું એવા જ કેટલાક મહાન સાહિત્યકારો જેવા કે કનૈયાલાલ મુનશી, ગૌરીશંકર જોશી, મીરાબાઈ, પ્રેમાનંદ, ઝવેરચંદ મેઘાણી, તેમની કૃતિઓ, અને તેમને મળેલા પુરસ્કારો વિષે જેમણે ગુજરાતી સાહિત્યને સમૃધ્ધ બનાવવા માં અગત્યનું યોગદાન આપ્યું છે

ગુજરાતના મહાન સાહિત્યકારો

1. ગૌરીશંકર જોષી (ધૂમકેતુ)

  • ગુજરાતી, નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર અને નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ હતા.

જન્મ : 12 ડિસેમ્બર, 1892, મૃત્યુ : 11 માર્ચ, 1965, જન્મ સ્થળ : વીરપુર, અભ્યાસ : B.A. અંગ્રેજી અને સં સંસ્કૃત વિષય સાથે 

મુખ્ય કૃતિઓ: તણખા મંડળ 1 થી 4 (1926, 1928, 1932, 1935), મંગળદીપ - 1957, ચંન્દ્ર રેખા - 1959, નિકુંજ - 1960, સાધ્યરંગ - 1961, સાધ્યતેજ - 1962, વસંતકુંજ - 1964, અવશેષ - 1932, પ્રદીપ - 1933, મલ્લિકા - 1937, ત્રિભેટો - 1938, વનકુંજ- 1954, વનરેણુ - 1956, છેલ્લો સબકારો - 1964, આકાશદીપ - 1947, પરિશેષ - 1949, અનામિકા – 1949, વન છાયા. યા - 1949, પ્રતિબિંબ 1951, વનરેખા 1952, જલદીપ - 1953, પૃથ્વીસ – 1923, રાજમુગુટ - 1924, રુદ્રશરણ - 1937, પરાજય - 1939, જીવનનાં ખંડેર - 1963, મંઝિલ નહી કિનારા - 1964, ચૌલાદેવી - 1940, કર્ણાવતી - 1942, રાજકન્યા 1943, વાચીની દેવી - 1945, જયસિંહ સિદ્ધરાજ બર્બરજિષ્ણુ - 1945, જયસિંહ સિદ્ધરાજ ત્રિભુવન ખંડ - 1947, જયસિંહ સિદ્ધરાજ અવંતીનાથ - 1948, ગર્જરેશ્વર કુમાળ પાળ (1948), રાજર્ષિ કુમાળ પાળ - 1950, નાયકા દેવી - 1951, રાય કરણ ઘેલો - 1952, અજીત ભીમ દેવ - 1953, આમ્રપાલી - 1954, પરાધીન ગુજરાત - 1962, ધ્રુવ દેવી - 1966, પગ દંડી - 1940, રજકણ - 1934, જલ બિંદુ - 1936, મેઘ બિંદુ - 1950, પદ્મ રેણુ - 1951, જીવનપથ - 1949, જીવનરંગ - 1956 

ટૂંકી વાર્તા : સોનેરી પંખી, જીવનવાણ, ભૈયાદાદા , રજપૂતાણી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, ત્રિભેટો , જીબ્રાનની જન્મભૂમિનો. ત્યાગ, પોસ્ટ ઓક્સિ, આત્માના આંસુ, એક ટૂંકી મુસાફરી. 


2. નર્મદાશંકર લાભશંકર દવે (ગુજરાતી ગધના પિતા)

જન્મઃ 24 ઓગસ્ટ, 1833, મૃત્યું: 25 ફેબ્રુઆરી, 1886, જન્મ સ્થળ : સુરત, પિતા : લાભશંકર, માતા : નવદુર્ગા ગૌરી,

  • સુધાકર યુગના સાહિત્યકાર છે.
  • તેમની સૌપ્રથમ આત્મકથા મારી હકીકત છે.
  • 1864 ગુજરાતી સામાયિક “siડિયો”ની સૌપ્રથમ શરૂઆત કરી હતી.
  • સૌપ્રથમ ગુજરાતી શબ્દકોષ, નર્મકોશ બહાર પાડ્યો હતો.

કૃતિઓ : નર્મ કવિતા, નર્મગધ, નર્મકોશ, ઈલિયડનો સાર, મહિપતરામ રૂપરામ મહેતા, મહાપુરુષોનું ચરિત્ર, કવિ ચરિત, મેવાડની હકીકત, તુલસી વૈધવ્યચિત્ર, ઋતુવર્ણન, હિંદુઓની પડતી, સૂરતની અગ્રેસર હકીકત, રાજ્યરંગ રામજાનકી દર્શન, દ્રોપદી દર્શન, બાળકૃષ્ણ વિજય, કૃષ્ણકુમારી, સીતાહરણ, ધર્મ વિચાર, ગુજરાત સર્વસંગ્રહ, કાઠિયાવાડ સર્વસંગ્રહ, શ્રી શાકુંતલમ, સજીવારોપણ, વીરસિંહ

કાવ્ય કંડિકાઓ :

જગતનું નૂર સંપ છે, કુસંપે રાજ્ય ગયા, ઘર ગયા, બુદ્ધિ ગઈ,

શરીર ગયા અને ધન ગયા,

જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણ પ્રભાત,

ડગલું ભર્યું કે ના હટવુ, ના હટવું.

સહુ ચલો જીતવાને જંગ, ગૂગલો વાગે, યા હોમ કરીને પડો, ફ્લેહ છે આગે,

સજન નેહ નીભાવવો ઘણો , દોયલો યાર , તરવો સાગર હોડકે, સુવું શાસ્ત્ર પર ધાર,,

કોની કોની છે ગુજરાત....

શંખનાદ સંભળાયે મૈયા , શૂર પુરૂષને તેવું હો. ધિ:ક ધિઃક દાસપણું,

બળ્યું તમારૂ શાણપણું....


3. કનૈયાલાલ મુનશી (ઘનશ્યામ)

જન્મ : 30 ડિસેમ્બર , 1987, મૃત્યુ: કેબ્રુઆરી, 1971 જન્મસ્થળ : ભરૂચ, પિતા : માણેક્લાલ, માતા : તાપીબા, અભ્યાસ : એલ. બી, વ્યવસાય : 1913 માં મુંબઈમાં વકીલાતનો વ્યવસાય શરૂ કરી સ્નાતક પદવી, મુંબઈ - (1910)

  • ધ્રુવસ્વામિની દેવી તેમનું એકમાત્ર નાટક છે.
  • 1904 - ભરૂચમાં મફ્ત પુસ્તકાલયની સ્થાપના
  • 1912 - ભાર્ગવ માસિકની સ્થાપના.
  • 1915-20 - હોમરૂલ લીગના મંત્રી
  • 1922 - ગુજરાત માસિકનું પ્રકાશન
  • 1925 - મુંબઈ ધારાસભામાં ચૂંટાયા
  • 1926 - ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણીય ઘડવૈયા
  • 1930 - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ
  • 1930-32 - સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવાથી જેલવાસ
  • 1937-39 - મુંબઈ રાજ્યમાં ગૃહ પ્રધાન
  • 1938 - ભારતીય વિદ્યાભવનની સ્થાપના
  • 1938 - કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • 1946 - ઉદયપુર અખિલ ભારત હિન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • 1948 - હૈદરાબાદ વિલીનીકરણમાં મહત્ત્વની ભૂમિકા
  • 1948 - ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતીના સભ્ય
  • 1950-52 - કેન્દ્રમાં પ્રધાન પદે
  • 1954 - વિશ્વ સંરકૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ
  • 1952-57 - ઉત્તર પ્રદેશના રાજ્યપાલા
  • 1959 - ‘સમર્પણ' માસિકની શરૂઆત
  • 1960 - રાજકારણમાંથી નિવૃત્તિ

નવલકથા : ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, વેરની વસુલા' પૃથ્વિવલ્લભ, ભગવાન કૌટિલ્ય , જય સોમનાથ, રાજાધિરાજ

નાટ્ય સંગ્રહો : કાકાની શશી , ધ્રુવસ્વામિની દેવી, લોકમહર્ષિણી' ભગવાન પરશુરામ અને આઠ ભાગમાં કૃષ્ણાવતાર

નાટકો : વાવાશેઠનું સ્વાતંત્ર્ય, બે ખરાબ જણ', આજ્ઞાંકિત, બ્રહ્મચર્યાશ્રમ, પીડાગ્રસ્ત પ્રોક્સર

આત્મકથા : અડધે રસ્તે, સીધા ચડાણ, સ્વમ સિદ્ધિની શોધમાં, મારી કમલા

અન્ય રચનાઓ : લોભહર્ષિણી , પુરંદર પરાજય, સ્નેહ સંભ્રમ, અવિભક્ત આત્મા, કોનો વાંક, તર્પણ, ભગ્નપાદુકા લોપામુદ્રી, ભગવાન કૌટિલ્ય


4. પ્રેમાનંદ (મહાકવિ)

જન્મ : 1640, મૃત્યુ : 1712, જન્મ સ્થળ : વડોદરા

કૃતિઓ : ચંદ્રહાસ આખ્યાન (1661), ઓખાહરણ (1667), સુભદ્રાહરણ, પાંડવા સ્વમેવ 

આખ્યાન : સુદામા ચરિત, મામેરુ અને નળા ખ્યાન, ઓખાહરણ, અભિમન્યુ આખ્યાન, સુધન્વાઆખ્યાન, જાદાલસા આખ્યાન

લઘુ કૃતિઓ : સ્વર્ગની નિસરણિ, કુવડાનો તો, વિવેક વણજારો, શામળશાનો વિવાહ, દાણલીલા બાળલીલા વ્રજવેલ, ભ્રમર પચીસી, , પાંડવોની ભાંજગડ વિષ્ણુ સહસ્ત્રનામ, રાધિકાનાં દ્વાદશમાસ


5.ઝવેરચંદ મેઘાણી  (કસુંબલ રંગના ગાયક)

જન્મ: 28 ઓગસ્ટ 1896, મૃત્યુ : 9 માર્ચ 1947, જન્મ સ્થળ : ચોટીલા, જિ. સુરેન્દ્રનગર, પિતા : કાળીદાસ, માતા : ધોળીબાઇ, જન્મ સ્થળ : 'ચોટીલા, જિ. સુરેન્દ્રનગર

  • ગાંધીયુગના કવિ ગણાય છે.
  • ઝવેરચંદ મેઘાણી પહાડનું બાળક તરીકે ઓળખાય છે.
  • ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય સહાયક તરીકે નવાજ્યાં હતા.

નવલકથા : સૌરાષ્ટ્રની રસધારના પાંચ ભાગ, રઢિયાળી રાત, સોરઠી બહારવટિયાના ત્રણ ભાગ, ચૂંદડી, કંકાવટી, વેવિશાળ, સોરઠ તારા વહેતા પાણી, તુલસી ક્યારો, પ્રભુ પધાર્યા, રાણા પ્રતાપ , વસુંધરાના વહાલા દવલા, રવીન્દ્ર વીણા યુગવંદના એમનો પ્રસિધ્ધ કાવ્યસંગ્રહ છે. માણસાઈના દીવા પુસ્તકમાં રવિશંકર મહારાજના અનુભવોને આધારે ઉજાગર કરતી વાર્તાઓ આલેખન કર્યું મેઘાણીની કવિતામાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિ આલેખાયેલા છે.

એવોર્ડઃ રણજિતરામ સુવર્ણ ચંદ્રક મેળવનાર પ્રથમ - 1928

કાવ્ય કંડિકાઓ :

ઘટમાં ઘોડા થનગને, આતમ વીજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.....

છેલ્લો કટોરો ઝેરનો આ : પી જજનો બાપુ ! સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !

આગે કદમ, આગે કદમ, યારો, રૂનાના પંથ પર આગે કદમ... અમારે પંથ શી આક્ત પડી છે. 

નથી જાણ્યું ઝલકે ઝલકે રે જળ માછલી, છલકે જાણે વીરા મારાની આંખ રે....

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ

ઓ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ


6. મીરાંબાઈ (કૃષ્ણ ભક્ત)

જન્મઃ 1498, મૃત્યુઃ 1547, જન્મ સ્થળ : મેડતા (કુકી), રાજસ્થાન

કૃતિ : રામ રમકડું જડિયુંરે, પગ ઘુંઘરુ બાંધ મીરા નાચી રે, હારે કોઈ માધવ લ્યો, લેને તારી લાક્કી, વૃંદાવનકી કુંજગલિન, પદો, ભક્તિ રચનાઓ

કાવ્ય કંડિકાઓ :

નંદલાલ નહી રે આવું ને ઘરે કામ છે.

હાં રે કોઈ માધવ લો..

ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા

મુખડાની માયા લાગી રે મોહન પ્યારા !

અબ તો મેરા રામ નામ દૂસરા ન કોઈ

મેરે તો ગિરધર ગોપાલ

મને લાગી ક્ટારી પ્રેમની

વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી

રામ રાખે તેમ રહીએ

જૂનું થયું રે દેવળા


7. શામળ (પ્રથમ વાતકાર)

જન્મ : 1694, મૃત્યુઃ 1769, જન્મ સ્થળ : અમદાવાદ

કૃતિ : ચન્દ્રચંદ્રાવતી, નંદબત્રીસી, મદનમોહના, સિંહાસન બત્રીસી, સૂડા બહોતેરી, બરાસ કસ્તુરી, પદ્માવતી, અંગદવિષ્ટિ, દ્રૌપદી વસ્ત્રાહરણ, વૈતાલ પચીસી, રાવણ મંદોદરી

કાવ્ય કંડિકાઓ :

  • “પેટ કરાવે વેઠ”, “લક્ષ્મી તેને લીલા લહેર”, “ગાજ્યા મેહ વરસે નહિ”
  • દોહ્યલા દિવસ કાલે વામશે, જીવતો નર ભદ્રા પામશે.
  • સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કથે, રે એજ કવિજન એક.