Type Here to Get Search Results !

ગુજરાતની નદીઓ અને સરોવરો: નર્મદા, તાપી, સાબરમતી, બનાસ, સરસ્વતી, શેત્રુંજી, નળ સરોવર

ગુજરાત હમેશાથી ખેતીમા આગડ પડતુ રહ્યુ છે જેનુ મુખ્ય કારણ ગુજરાતની સમૃદ્ધ નદીયો અને સરોવરો છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારમા નર્મદા, તાપી, સાબરમતી, બનાસ, સરસ્વતી, શેત્રુંજી આને બીજી મુખ્ય નદીયો આવેલી છે.

અને સરોવરો: નર્મદા, તાપી, સાબરમતી, બનાસ, સરસ્વતી, શેત્રુંજી, નળ સરોવર

દક્ષિણ ગુજરાતની નદીઓ

નર્મદા

  • મધ્ય પ્રદેશના મૈકલ પર્વતમાળાના અમરકંટક(1066 મીટર)માંથી નીકળી ભરૂચથી 24 કિમી દૂર ખંભાતના અખાતને મળે છે. તેની કુલ લંબાઈ 1312 કિમી છે, ગુજરાતમાં તેની લંબાઈ 160 કિમી છે. 
  • તેનો કુલ સાવવિસ્તાર 98,796 ચોરસ કિમી છે. નર્મદા હાંફેશ્વર પાસે ગુજરાતના મેદાનમાં પ્રવેશે છે. ત્યાં તેને ઓરસંગ અને કરજણ નદી મળે છે.
  • શુક્લતીર્થ અને ભરૂચની વચ્ચે તેને અમરાવતી અને ભૂખી નદી મળે છે. નર્મદાના વહનમાર્ગમાં શુક્લતીર્થ પાસે કબીરવડ અને મુખ પાસે અલિયાબેટ મહત્ત્વના બેટ છે. 
  • નર્મદાના કિનારે ચાંદોદ, કરનાળી, માલસર, નારેશ્વર અને શુક્લતીર્થ પ્રસિદ્ધ તીર્થસ્થળો છે. દરિયાની ભરતીની અસર નદીમાં 40 કિમી સુધી રહે છે અને 104 કિમી સુધી વહાણવટા માટે ઉપયોગી છે. આ નદી પર નવાગામ પાસે 'સરદાર સરોવર યોજના' સાકાર થઈ છે. 

તાપી

  • મધ્ય પ્રદેશના મહાદેવની ટેકરીઓમાં બેતુબ પાસેથી નીકળી સુરત પાસે અરબ સાગરને મળે છે. તેની કુલ લંબાઈ 720 કિમી છે, ગુજરાતમાં તેની લંબાઈ 144 કિમી છે. 
  • તાપી હરણફાળ' નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે. તાપી નદી ૫૨ 'ઉકાઈ' અને 'કાકરાપાર' યોજના છે. દરિયાની ભરતીની અસર નદીમાં 45 કિમી સુધી રહે છે અને 110 કિમી સુધી વહાણવટા માટે ઉપયોગી છે. 

પૂર્ણા

  • પીંપલનેરના ડુંગરમાંથી નીકળી અરબ સાગરને મળે છે. તેની લંબાઈ 80 કિમી છે. નવસારી પાસે તે બે ફાંટામાં વહેંચાઈ જાય છે. 

અંબિકા

  •  વાંસદાની ટેકરીઓમાંથી નીકળી પૂર્ણાથી 24 કિમી દૂર અરબ સાગરને મળે છે. તેની લંબાઈ 64 કિમી છે. 

ઔરંગા

  •  ધરમપુરના ડુંગરમાંથી નીકળી અંબિકાથી 13 કિમી દૂર અરબ સાગરને મળે છે. વલસાડ શહેર ઔરંગા નદી પર આવેલું છે. 

પાર

  •  ઔરંગાથી દક્ષિણે 10 કિમી દૂર અરબ સાગરને મળૈ છે. તેની લંબાઈ 80 કિમી છે. 

કોલક

  • દમણને પારડીથી અલગ પાડે છે. દરિયાની ભરતીની અસર 13 કિમી સુધી રહે છે. નદીના પટમાંથી કાલુ માછલી મળે છે. 

દમણગંગા

  • ગુજરાતની દક્ષિણ સરહદે આવેલી છે. ચોમાસામાં એમાં ઘોડાપૂર આવે છે. દરિયાની ભરતીની અસર 13 કિમી સુધી રહે છે. 

મધ્ય ગુજરાતતી નદીઓ

સાબરમતી

  • ઉદયપુર પાસેના ઢેબર સરોવર નજીકથી નીકળી વૌઠાથી આગળ ખંભાતના અખાતને મળે છે. તે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરાવલી, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લામાં થઈને વહે છે. 
  • તેની લંબાઈ 321 કિમી છે. તેને ખારી, વાત્રક, માઝમ, ભોગાવો, મેશ્વો, સૂક્ભાદર, શેઢી, હાથમતી અને અંઘલી નદીઓ મળે છે. અમદાવાદ જિલ્લાના વૌઠા પાસે સાત નદીઓનો સંગમ થતો હોવાનું મનાય છે. 

મહી

  • મધ્ય પ્રદેશના અંઝેરા પાસેથી નીકળી રાજસ્થાનના વાંસવાડા જિલ્લામાં થઈ ગુજરાતમાં પ્રવેશે છે અને ખંભાતના અખાતને મળે છે, તેની ક્લ લંબાઈ 500 કિમી છે, ગુજરાતમાં તેની લંબાઈ 180 કિમી છે. 
  • મહી નદીને અનાસ, પાનમ, મીસરી અને ગળતી નદીઓ મળે છે. દરિયાની ભરતીના કારણે 70 કિમીના પ્રવાહમાં નદીનો પટ વિશાળ બન્યો છે. વહેરા ખાડી પાસે નદીપટ 1 કિમી પહોળો છે. આથી તે “મહીસાગર” તરીકે ઓળખાય છે. આ નદી પર વશાક્બોરી' અતે 'કડાણા' યોજના છે. 

ઉત્તર ગુજરાતની નદીઓ

બનાસ

  •  રાજસ્થાનના શિરોહી જિલ્લાના સિરણવાના પહાડમાંથી નીકળી બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાંથી વહી કચ્છના રણમાં સમાઈ જાય છે.  

સરસ્વતી

  • દાંતા તાલુકાના ચોરીના ડુંગરમાંથી નીકળી સ પાટણ અને કચ્છ જિલ્લામાંથી વહી કચ્છના રણમાં સમાઈ જાય છે.   

રૂપેણ

  • બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છ સાંધી વહી કચ્છના રણમાં સમાઈ જાય છે. 

સૌરાષ્ટ્રની નદીઓ

સૌરાષ્ટ્રની નદીઓ મધ્યના ડુંગરાળ ) સૌરાષ્ટ્રની નદીઓ : મેદેશમાંથી, નીકળી ચારેય બાજુ ત્રિજ્યાકારે વહે છે. 

ભાદર

  • આ નદી જસદણથી ઉત્તરે આવેલા આણંદપરના ઉચ્ચપ્રદેશમાંથી નીકળી નવીબંદર પાસે અરબ સાગરને મળે છે. તેની લંબાઈ 194 કિમી છે. કરનળ, વાંસાવડી, ગોંડળી, ઉતાવળી, ફોફળ, મોજવેણુ, મીણસર અને ઓઝત નદીઓ તેને મળે છે. 
  • આ નદી પર જસદણ, આટકોટ, નવાગઢ, ધોરાજી, ઉપલેટા, ગણોદ અને નવીબંદર શહેરો આવેલાં છે. જેતપુર નજીક લીલાખા અને નવાગામ પાસે ભાદર બંધ બંધાયો છે. 

શેત્રુંજી

  •  ગીરની ઘુંડી ટેકરીમાંથી નીકળી સુલતાનપુર પાસે ખંભાતના અખાતને મળે છે. તેની લંબાઈ 173 કિમી છે. તેને ગાગડિયો નદી મળે છે. ધારી નજીક ખોડિયાર માતાના સ્થાનક પાસે અને પાલિતાણા નજીક રાજસ્થળી પાસે બંધો બંધાયા છે. 

વઢવાણ ભોગાવો

  • આ નદી ચોટીલા તાલુકાના નવાગામ પાસેના ડુંગરમાંથી નીકળી ચોટીલા, સાયલા, મૂળી અને વઢવાણ પાસેથી પસાર થઈ નળ સરોવરને મળે છે. તેની લંબાઈ 101 કિમી છે. આ નદી પર ગૌતમગઢ પાસે “નાયકા' અને સુરેન્દ્રનગર પાસે “ધોળીધજા' નામના બંધ છે. 

લીંબડી ભોગાવો

  • ચોટીલા તાલુકાના ભીમોરાના ડુંગરમાંથી આ નદી નીકળે છે. તેની લંબાઈ 113 કિમી છે. સાયલા તાલુકાના થોરિયાળી ગામ પાસે આ નદી પર બંધ બંધાયો છે. 

મચ્છુ

  • આ નદી ચોટીલા તાલુકાના આણંદપુર-ભાડલા ગામ પાસેથી નીકળી વાંકાનેર અને મોરબી શહેર પાસેથી પસાર થઈ માળિયા (મિયાણા) પાસે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. તેની લંબાઈ 113 કિમી છે.

સૂકભાદર

  • ચોટીલા પાસેના ડુંગરમાંથી નીકળી ધંધુકા પાસે થઈ ધોલેરા નજીક ખંભાતના અખાતને મળે છે.

ઘેલો

  • આ નદી ફૂલઝર નજીકના ઉચ્ચપ્રદેશમાંથી નીકળી ઘેલા સોમનાથ, ગઢડા, અડતાળા, નવાગામ અને વલભીપુર થઈ ખંભાતના અખાતને મળે છે. તેની લંબાઈ 90 કિમી છે. 

કાળુભાર

  • સમઢિયાળા નજીક રાયપુરના ડુંગરમાંથી નીકળી ખંભાતના અખાતમાં ભાવનગરની ખાડીને મળે છે. તેની લંબાઈ 95 કિમી છે. આ ઉપરાંત રંધોળી, માલણ, ઘાતરવડી, રાવળ, મછુંદ્રી, શિંગવડો, હિરણ, સની, સાસોઈ, નાગમતી, ઊંડ, બ્રાહ્મણી અને ફાલ્કુ નાની નદીઓ છે. 

કચ્છની નદીઓ

  • મિતિ, નૈયરા, ખારી, ભૂખી, કનકાવતી અને રુક્માવતી મુખ્ય નદીઓ છે. આ નદીઓ દક્ષિણ તરફ વહી કચ્છના અખાતને મળે છે. ચોમાસા સિવાય આ નદીઓ સૂકી રહે છે. 

નળ સરોવર

  • નળ સરોવર કચ્છના નાના રણ અતે ખંભાતના અખાતને જોડતી નીચી ભૂમિના પ્રદેશમાં આવેલું છે. નળ સરોવરની લંબાઈ 32 કિમી અને પહોળાઈ 6.5 કિમી છે. તેનું ક્ષેત્રફળ 120.82 ચોરસ કિમી છે. 
  • તેની ઊંડાઈ 5થી 8 મીટર છે. તેનું પાણી ચોમાસામાં મીઠું હોય છે, પરંતુ તળિયાના ક્ષારને લીધે તરત જ ખારું થઈ જાય છે. નળ સરોવરમાં નાના નાના ટાપુઓ આવેલા છે. તેમાં પાનવડ સૌથી મોટો ટાપુ છે. 
  • અહીં શિયાળામાં દુનિયાના દૂર દૂરના પ્રદેશોમાંથી જાતજાતનાં અનેક પક્ષીઓ આવે છે. આ પક્ષીઓને જોવા તથા સહેલગાહ માણવા પ્રવાસીઓ અહીં આવે છે. નળ સરોવરના વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે.