Type Here to Get Search Results !

સાવધાન! મોબાઈલને પણ કાન હોય છે | Do mobile phones hear our conversations secretly?

જાસૂસી ઉદરકામા માટે પ્રખ્યાત (વધુ તો કુખ્યાત) એવી અમેરિકાની ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન/ FBI ના વડા જેમ્સ કોમીને એક વાર કોઈ પત્રકારે પૂછ્યું હતું કે, “તમારા લેપટોપના કેમેરા તથા માઇકોફોન પર મેં હંમેશાં બ્રાઉન ટેપ ચિપકાવેલી જોઇ છે. આનું કોઇ ખાસ કારણ ?” 

જેમ્સ કોમીનો જવાબ : “લોકો મોટરકારને લોક મારે છે. હું મારા લેપટોપત્તે (ટેપ વડે) લોક રાખું છું.” લેપટોપના કાન-આંખ ચિટકપટ્ટી વડે ઢાંકી રાખવા પાછળ જેમ્સ કેમીની કોઈ ગણતરી હોય તો તે પોતાની ગુપ્તતાને લેપટોપથી સુરક્ષિત રાખવાની હતી. 



લેપટોપનો કે પછી સ્માર્ટફોનનો કેમેરા ઓન કરવામાં આવે ફક્ત જ્યાર જતે કાર્યરત બને એવું જો ધારતા હોવ તો ભૂલી જજો ! બંધ જણાતો કેમેરા વિડિઓ રેકોર્ડિંગ કરતો હોય અને માઈક્રોફોન વાર્તાલાપો “સાંભળતું' હોય એ સંભવ છે. 

મોબાઇલ ફોનના કેસમાં તો સંભવિતતા અનેકગણી વધુ છે. આ વાતને પુષ્ટિ આપતા આમ તો હજારો દાખલા છે, પણ અહીં ટીનુ અબ્રાહમ નામના દક્ષિણ ભારતીયનું ઉદાહરણ લઇએ. 

થોડા વખત પહેલાં ટીનુ અબ્રાહમે પોતાની પત્ની સાથે કોઇ લગ્નસમારંભમાં જવાનું થયું. નોંધપાત્ર વાત છે કે અબ્રાહમ દંપતિને સમારંભનું આમંત્રણ ઈ-મેલ (માટે ઇન્ટરનેટ) મારફત મળ્યું ન હતું. સમારંભનું ભૌગોલિક સ્થાન જાણવા માટે બેમાંથી એકેય જણાએ ગૂગલનો ઉપયોગ કર્યો ન હતો. 

આમ, લગ્નપ્રસંગે જવા વિશેની વાયા ઇન્ટરનેટ કોઇ પણ માહિતીનું આદાનપ્રદાન થયું નહોતું--અને છતાં પ્રસંગના આગમનપૂર્વે ટીનુ અબ્રાહમના ફોનમાં એક ખાનગી કંપનીનો જાહેરાતવાળો મેસેજ ચમક્યો .મેસેજ વાંચીને ટીનુને આશ્ચર્ય ! થયું. 

કંપનીએ શી રીતે જાણ્યું કે ટીનુએ સપ્તાહને અંતે લગ્નમાં જવાનું હતું ? શું કંપનીના કાર્યકરોએ ' ટીનુના સ્માર્ટફોનના માઈક્રોફોન મારફત ખાનગી વાર્તાલાપ સાંભળી લીધો હતો ? 

રહસ્ય તો કોને ખબર, પણ ઇન્ફર્મેશન ટેક્નોલોજિ વિશે સારું એવુ જ્ઞાન ધરાવતા ટીનુએ પેલી કંપની પર તેમજ ગૂગલ પર છૂપી રીતે અંગત વાર્તાલાપ સાંભળવાનો ખુલ્લેઆમ આરોપ મૂક્યો. 

ટીનુ અબ્રાહમનો કેસ જરા વિચિત્ર કે પછી સામાન્ય બુદ્ધે સાથે મેળ ખાતો ન જણાય એ સંભવ છે. પરંતુ ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ સે સેલકોનતતા માઈક્રોફોન સ્વરૂપે પોતાના કાન આપણી તરફ સતત માંડી રાખે છે એ વાત હવે જગતના કરોડો લોકો માનતા થયા છે. 

એક સેમ્પ્લ એમેઝોન પર જુઓ. કેટલાક વખત પહેલાં ગૂગલ સામે એવા મતલબનો આરોપ મૂકાયો હતો કે મોબાઈલમાં લોકેશન ઓફ કરી દીધા છતાં પણ ગૂગલ “પાછલા બારણે' ગુપચ્‌પ રીતે લોકેશન ઓન કરી દે છે અને ત્યાર પછી ફોનધારકની પ્રત્યેક હિલચાલ પર ચાંપતી નજર રાખે છે. 

આ આરોપનો રેલો પગતળે આવ્યો ત્યારે ગૂગલના સંચાલકોએ “હવે પછી એમ નહિ કરીએ” એવું નિવેદન આપવું પડ્યું. અમેરિકાની નેશનલ સિક્યુરિટી એજન્સીમાં કામ કરી ચૂકેલા એડવર્ડ સ્નોડેન નામના કમ્પ્યૂટરનિષ્ણાતના જશાવ્યા મુજબ ઘણાં વર્ષ પૂર્વે ઓપષ્ટિક નર્વ્સ નામનો જાસૂસી પ્રોજેક્ટ હાથ ધરાયો હતો.

વિડિઓ કોલ કરનારા લોકોની તસવીરો તેમના જુ કેમેરા વડે ખેંચવામાં આવતી હતી. ગુપચુપ રીતે થતા એ કાર્યનો જરાસરખોય અણસાર વિડિઓ કોલર્સને આવતો નહિ. 

બીજી તરફ રોજની કરોડો તસવીરો વડે  ડેટાબેઝ વધુને વધુ સમૃદ્ધ બનતો હતો. એડવર્ડ સ્નોડેન જણાવે છે કે આજના સ્માર્ટફોનમાં ઘૂસપેઠ કરી માઇક્રોફોનની મદદથી ઝગપટ કરવું, ફોનનો કેમેરા ઓન કરી વ્યક્તિની તસવીરો ખેંચવી, સોશ્યલ મીડિઆના,  ઈ-મેલનાસંદેશા વાંચવા વગેરે બધું સામાન્ય વ્યક્તિના ધાર્યા કરતા ક્યાંય વધુ સહેલાઇથી પાર પડી શકે છે. 

પાર પડી શકવાનું એક કારણ મોબાઈલ ફોનની વિવિધ કોનધારકના કેમેરા, માઇક્રોફોન, લોકેશન, ફોનબુક, વગેરે જેવી સુવિધાઓને એક યા બીજી રીતે વાપરવાનો હક્ક મેળવે છે. 

ખરું પૂછો તો આપણે પોતે એ અધિકાર એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ બટન દાબીને આપી દીધો હોય છે. નતીજારૂપે સ્માર્ટફોનમાં થતી નાનામાં નાના ગતિવિધિ (જેમ કે, હોટલમાં જમવું, એરટિકેટ બુર્કિંગ, ઓનલાઈન ખરીદો વગેરે) વિશે જાણકારી મળી જાય છે અને તેના આધારે આપણા પર તે જાહેરાતોનો મારો ચલાવે છે.

ઊંટ તેના પર સવારી થતી રોકવા ઢેકાં કાઢે તો માણસ સવારી કરવા માટે કાંઠા ક્યાં બનાવી શક્તો નથી ? આખી વાતનો ટૂંક કસાર એ કે પર્સનલ સ્માર્ટફોન પર પર્સનલ કન્ટ્રોલ હોવાનું ધારી લેવાને કારણ નથી. 

ટૂકસારનોય ટૂંકો સાર : આપણે સ્માર્ટફોનને વાપરીએ ત્યાં સુધી વાંધો નહિ. ઊલટી સ્થિતિ જોખમી છે.