Type Here to Get Search Results !

કમ્પ્યૂટરમાં વપરાતા આઉટપુટ ડિવાઈસ | મોનીટર , પ્રિન્ટર, પ્લોટર, સ્પીકર | Computer Output Devices

કમ્પ્યૂટરમાં વપરાતા આઉટપુટ એકમનું કાર્ય કમ્પ્યૂટરના મુખ્ય મેંમરીમાં રહેલ માહિતીને કમ્પ્યૂટરની બહાર લાવવાનું છે. અહી બહાર આવતી માહિતીને વિવિધ સ્વરૂપમાં દર્શાવવા માટે વિવિધ આઉટપુટ એકમોનો ઉપયોગ થાય છે.
કમ્પ્યૂટરમાં વપરાતા આઉટપુટ ડિવાઈસ | મોનીટર , પ્રિન્ટર, પ્લોટર, સ્પીકર | Computer Output Devices

મોનીટર (Monitor)

સોફટ આઉટપુટ તરીકે દરેક પ્રકારના કમ્પ્યૂટર સાથે ઉપલબ્ધ હોય છે, તેને VDU (Visual Display Unit) કાહેવાય છે. 

VDU પર માહિતીનું નિરુપણ અક્ષરો અને ચિત્રો બન્ને સ્વરૂપે થઈ શકે છે. ૫0૩0 એ ઘરમાં વપરાતા ટી.વી. જેવું એકમ છે. મૉનીટરની સ્ક્રીન પર કમ્પ્યૂટરમાંથી આઉટપુટ માહિતીનું નિરુપણ થાય છે. 

આ એકમોમાં એકજ સમયે તે સ્ક્રીન પર સમાઈ શકે તેટલી જ માહિતી દર્શાવી શકાય છે જયારે બીજી વધુ માહિતી દર્શાવવી હોય ત્યારે આગળ દર્શાવેલી માહિતી સ્કીન પરથી દુર થઈ જાય છે, આ પ્રકારના આઉટપુટ એકમનો ઉપયોગ યુઝર જયારે સીધો જ કમ્પ્યૂટર પર કાર્ય કરતો હોય ત્યારે થઈ શકે છે . 

કલરના આધારે VDU ના ત્રણ પ્રકાર છે.

(1)મોનોકોમ

મોનોકોમએ બે કલર દર્શાવે છે, બેગ્રાઉન્ડ કલર અને ફોર ગ્રાઉન્ડ કલર જેમાં ટેક્ષ કે ઓબજેકટ દર્શાવવામાં આવે છે. કલર મુખ્યત્વે Black & White, Green & Black, Amber & Black હોય છે .

(2)ગ્રે

ગ્રે ર્કરેલ મોનીટરએ એક સ્પેશિયલ પ્રકારનું મોનીટર છે જેમાં ગ્રે કલરના વિવિધ શેડ દ્વારા નિરૂપણ થાય છે.

(3)કલર

કલર મોનીટર 16 કે તેથી વધારે1 મિલીયન વિવિધ પ્રકારના કલરનું નિરૂપણ કરી શકે છે. FA RGB મોનીટર પણ કહે છે. 

અહી, આ લાલ-લીલો-વાદળી એમ ત્રણ કલરની મદદથી વિવિધ મિલીયન કલરનું નિરૂપણ શકય બને છે. 

સિગ્નલના આધારે

CRT

મોંનીટરમાં વહન પામતી સિગ્નલના આધારે તેને એનાલોગ અને ડિઝિટલ એમ બે પ્રકારમાં વહેચવામાં આવે છે. બંન્ને પ્રકાર CRT ટેકનોલોજીનો ઉપયોગ છે. 

ડિઝિટલ મોંનીટરએ ઝડપી તથા યોગ્ય ઈમેજને દર્શાવે છે. કલરના ધોરણો પ્રાપ્ત કરવા માટે મઘરબોર્ડ ઉપર ઉચ્ચકક્ષાનું ડિસ્પ્લે કાર્ડ મુકી સારુ પરિણામ મેળવી શકાય છે અને તેના આધારે મોનીટરને CGA, EGA, VGA, SVGA કેટેગરીમાં વહેચવામાં આવે છે. 

એનાલોગ મોંનીટરએ ટેલીવીઝનના EGA ધોરણો પ્રમાણે કાર્ય કરે છે અને તેની ગુણવત્તા ડિઝિટલ કરતાં ઉતરતી કક્ષાની હોય છે.

ફ્લેટ પેનલ ડિસ્પ્લે મોનીટર (LED)

જે આધુનિક સમયમાં પાવરની બચત, વજન અને અવાજનાં સ્તર ને ઘટાડવા માટે €[૨1' મોંનીટરની જગ્યાએ સહેલાઈથી ઉપયોગમાં લઇ શકાય તેવા LED.

- ઈમેસીવ ડિસ્પ્લે કે જે ઇલેકટ્રિક એનર્જીનું લાઈટ એનર્જીમાં રૂપાંતરણ કરે છે. ઉદા: પ્લાઝમાં અને 1.132.

- નોન ઈમેસીવ ડિસ્પ્લે કે જે લાઈટ સિગ્નલનો અન્ય સોર્સમાં ગ્રાફિક પેટર્નના સ્વરૂપે રૂપાંતરિત કરે છે. ઉદા; LED

લાક્ષણિકતા

  • વિવિધ સાઈઝમાં ઉપલબ્ધ જેવા કે 14,17,21,24,... (ઈચમાં)
  • વિવિધ પિક્ચર ગુણવત્તા પ્રમાણે જેવી કે 16, 256, 16 બીટ કે 24 બીટ કલર
  • બેન્ડવીથ પ્રમાણે
  • રીફેશ રેટ 50, 60, 75 ઢહટ્ઝ પ્રમાણે
  • વિડિયો સ્ટાન્ડર્ડ પ્રમાણે
  • ઈન્ટરલેસ કે નોન ઈન્ટરલેર્સ્ડ મૉનીટર

સામાન્ય રીતે વપરાશકર્તા જયારે ટર્મિનલ દ્વારા કમ્પ્યૂટર પર કાર્ય કરતા હોય ત્યારે ઈનપુટ એકમ તરીકે કી બોર્ડ, માઉસ અને આઉટપુટ એકમ તરીકે VDU નો ઉપયોગ કરે છે કિ બોર્ડ, માઉસ અને ૫/ઝ ના સંકલિત એકમને ટર્મીનલ (Terminal) કહેવામાં આવે છે. 

જો ટર્મિનલમાં કી બોર્ડ અને VDU સાથે પોતાનું ભમ, મેંમરી અને ઓપરેટીંગ સિસ્ટિમ હોય તો તેવા ટર્મિનલને ઈન્ટેલીજન્ટ ટર્મિનલ (intelligent Terminal) કહેવામાં આવે છે. 

જો ટર્મિનલમાં ફકત કિ બોર્ડ અને VDU જોડાયેલ હોય તો તેવા ટર્મિનલને ડમ્બ ટર્મિનલ (Dumb Terminal) કહેવામાં આવે છે.

ડિઝિટલ મલ્ટિમીડિયા પ્રોજેકટર

જયારે ખુબજ મોટા વિસ્તારમાં પડદા પર જોવાની જરૂર પડે તેવી પરિસ્થિતિમાં ડિઝિટલ પ્રોજેફૂટરનો ઉપયોગ થાય છે. ઉ.દા: કોઈ વિષય પર રજૂઆત કરવા, જાહેરાત માટે અને ઘરમાં ફિલ્મ જોવા માટે પણ પ્રોજેફટરનો ઉપયોગ થાય છે. 

પ્રોજેકટર એ કમ્પ્યૂટર ના હાઈ રીજોલ્યુએશન સિગ્નલ ને ખુબ જ મોટા સ્કીન ઉપર રજુ કરે છે. પ્રોજેકટરમાં જેમ રીજોલ્યુએશન વધારે તેમ તેની ગુણવત્તા સારી હોય છે. 

પ્રોજેકટર એ કમ્પ્યૂટર સાથે, DVD પ્લેયર અથવા સેટેલાઇટ રિસીવર જેવા સામાન્ય મોનીટર સાથે કે નેટવર્ક થી અન્ય ડિવાઈસને જોડાણ કરી શકે છે. પાવરફુલ લાઈટ સ્ત્રોતનો ઉપયોગ કરીને ડિવાઈસમાં ચિત્રનું નિર્માણ કરી મોટા લેન્સ દ્વારા ચિત્ર બહાર ફેંકે છે.

પ્રિન્ટર ( Printer )

પ્રિન્ટર દ્વારા કમ્પ્યૂટરમાં રહેલી માહિતીને કાગળ ઉપર પ્રિન્ટ કરવા માટે નીચેની ત્રણ પઘ્ઘતિ પ્રમાણે પ્રિન્ટીંગ કાર્ય કરે છે.

પ્રિન્ટર લાક્ષણિકતાના આધારે

કેરેક્ટર પ્રિન્ટ (Character Print)

આ પ્રકારના પ્રિન્ટમાં યંત્ર એક સાથે એક અક્ષર છાપે છે અને તે રીતે અક્ષર પછી અક્ષરની રીતે લાઈન છાપે છે. આ પ્રકારના પ્રિન્ટરમાં તેની અંદર ટ્રેકટર ફીડ રચના અને સળંગ સ્ટેશનરીનો ઉપયોગ થાય છે. 

આવા પ્રિન્ટરની છાપવાની ઝડપ પ્રતિ સેકન્ડે 20 અક્ષરથી 500 અક્ષરની હોય છે. છાપવાની ઝડપના એકમ તરીકે કેરેક્ટર પર સેકન્ડ (CPS) હોય છે. 

આ પ્રિન્ટરનો ઉપયોગ ઓફિસમાં માઈકોકમ્પ્યૂટર સાથે થાય છે. સામાન્ય પણે કિંમતમાં સસ્તા અને ઉપયોગમાં સરળ હોવાથી પ્રચલિત છે.

લાઈન પ્રિન્ટ  (Line Print)

આ પ્રકારના પ્રિન્ટમાં યંત્ર એક સાથે લાઈન છાપે છે, એટલે કે તે લાઈનમાં છાપવાના બધાજ અક્ષરો લગભગ એક સાથે જ છપાય છે. આ રીતે લાઈન પછી લાઈનની રીતે આખુ પાનું છાપે છે. 

આ પ્રિન્ટરની ઝડપ કેરેકટર પ્રિન્ટર કરતા વધુ અને પ્રતિ મિનિટે 200 લાઈનથી 2000 લાઈન છાપે છે. તેને લાઈન પર મિનિટ (1.217) માં મપાય છે. 

આ પ્રિન્ટરની ઝડપ વધુ હોવાથી તેમાં સળંગ સ્ટેશનરી અને ટ્રેકટર ફીડ રચનાનો ઉપયોગ થાય છે. આ પ્રિન્ટરનો ઉપયોગ મઘ્યમ કદથી મોટા કદના કમ્પ્યૂટર કેન્દ્રોમાં મીની, મેઈનફ્રેમ કે સુપર કમ્પ્યૂટર સાથે થાય છે.

પેઈજ પ્રિન્ટ (Page Print)

આ પ્રકારના પ્રિન્ટમાં યંત્ર એક સાથે આખુ પાનું છાપે છે, એટલે કે તે પ્રિન્ટરમાંથી પસાર થઈને ઝેરોક્ષ મશીનની માફક કાટ્રેઝ કે ટોનરની મદદથી છાપે છે. 

આ પ્રિન્ટરની ઝડપ કેરેકટર પ્રિન્ટર કરતા વધુ અને પ્રતિ મિનિટે  1-15 પાના છે. તેને ડોટ પર ઈચ (DPI) માં મપાય છે. આ પ્રિન્ટરની ઝડપ અને ગુણવત્તા વધુ હોવાથી તેનો ઉપયોગ વધુ થાય છે.

ઈમ્પેક્ટ પ્રિન્ટર (Impact Printer)

ઈમ્પેક્ટ પ્રિન્ટરમાં કાગળ ઉપર અક્ષર ઉપસાવવા માટે હથોડાના આઘાતની અને ઈન્ક રીબનની જરૂર પડે છે. આ પ્રકારના પ્રિન્ટરથી સાદા કાગળ ઉપર જ પ્રિન્ટીંગ કરી શકાય છે. 

કાર્બન પેપર વાળી સ્ટેશનરીનો ઉપયોગ કરી એકજ વખતે એક કરતા વધુ નકલો પણ પ્રિન્ટ કરી શકાય છે. આ પ્રકારના પ્રિન્ટર અવાજ કરતા હોય છે.

ઉ.દા. ડેઈઝી વ્હીલ, કેરેકટર બોલ સિલિન્ડર, ડોટ મેટ્રિક્સ, કેરેકટર બેલ્ટ, ચેઈન બેન્ડ, ડમ

ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર (Dot Matrics Printer)

ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ઈન્ક રિબીન ઉપર પીનને અથડાવીને કેરેકટરનું નિરૂપણ કરે છે. દરેક પિન એક ડોટ અને એકથી વધુ ડોટના મિશ્રણથી કેરેક્ટરનું નિરૂપણ થાય છે. 

ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર 9 કે 24 પીનનો ઉપયોગ કરીને પ્રિન્ટીંગ ગુણવત્તા મેળવી શકાય છે જેમ પીન વધારે તેમ પ્રિન્ટીંગ વધુ સારુ કરી શકાય છે. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કિંમતમાં સસ્તા અને પ્રમાણમાં ઝડપી પરંતુ સારી ગુણવત્તા વાળું પ્રિન્ટીંગ આપી શકાતા નથી અને અવાજ કરતાં હોય છે. 

ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર અક્ષર નાના નાના ટપકાની મદદથી બનાવીને છાપે છે. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં અક્ષર 7*5 ટપકા ધરાવતો અથવા 9*7 ટપકાં ધરાવતો શ્રેણિક હોય છે. આ પ્રકારના પ્રિન્ટર સેકન્ડમાં 30 થી 400 અક્ષરો છાપી શકતા હોય છે. 

જો કે વધુ ગુણવત્તા વાળુ છાપકામ મેળવવા માટે અક્ષરને ટપકા સ્વરૂપે નહી પણ બિલકુલ અક્ષરના સ્વરૂપમાં છાપવા માટે વધુ ટપકા વાળા શ્રેણીક 9*7 અથવા 18*36 નો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેમ કરવા જતા ડોટ મોંટ્રેક્સ પ્રિન્ટરની ઝડપ ઘટે છે અને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર સેકન્ડમાં 50 થી 100 જેટલા જ અક્ષરો છાપી શકે છે.

ડેઇઝી વ્હીલ પ્રિન્ટર

ડેઇઝી વ્હીલ પ્રિન્ટરએ બોલ વાળા ટાઇપરાઇટરના સિદ્ધાંત પર કામ કરે છે. ડેઇઝી વ્હીલ પ્રિન્ટરો ગ્રાફિફ્સ છાપી શકતા નથી અને સામાન્ય રીતે તે અવાજ કરતાં અને ધીમા હોય છે. 

તે પ્રતિ સેકન્ડમાં 10 થી 75 અક્ષરો પ્રિન્ટ કરે છે. ફૂલની પાંખડી જેવા હોવાથી તેને ડેઇઝી વ્હીલ પ્રિન્ટર કહે છે. આવા પ્રિન્ટર ખાસ કરીને ઓફિસમાં વર્ડ પ્રોસેસિંગ કાર્યમાં વપરાય છે કે જયાં ખુબ સારી ગુણવત્તા વાળા ઓછા લેટર મોકલવાના હોય ત્યાં ઉપયોગી થાય છે.

ફાયદા

  • ડોટમેટ્રિકસ પ્રિન્ટર કરતા વધુ ભરોસાપાત્ર છે.
  • ગુણવત્તામાં સારું હોય છે.
  • ડેરેફટરનાં ફોન્ટ સરળતાથી બદલી શકાય છે.

ગેરફાયદા

  • ડોટ મેટ્રેકસ પ્રિન્ટર કરતા ધીમા હોય છે.
  • અવાજવધુ ડરે છે.
  • ડોટમેટ્રિકસ પ્રિન્ટર કરતા વધુ ખર્યાળ છે.

બિઝનેસ જયાં પ્રચંડ સામગ્રી જથ્થો છાપવામાં આવે છે. ત્યાં લાઈન પ્રિન્ટર્નો ઉપયોગ થાય છે. લાઈન પ્રિન્ટર એક સમયે એક લાઈન પ્રિન્ટ કરી શકે છે.

ડ્રમપ્રિન્ટર

આ પ્રિન્ટરનો આકાર ડ્રમ જેવો હોવાથી તેને ડ્રમ પ્રિન્ટર કહે છે. તેમાં ડ્રમની સપાટી ટ્રેકમાં વિભાજીત કરે છે. ટોટલ ટ્રેક એ પેપરની સાઈઝ બરાબર હોય છે. 

જેમકે પેપરની પહોળાઈ આમ ટ્રેક પર કેરેકટરનો સેટ લખાશે બજારમાં જુદાજુદા કેરેકટરનાં સેટ જેવા કે 48, 64, 96 કેરેક્ટરના સેટ ઉપલધ છે. મનું એક પરિભ્રમણ એક લાઈન પ્રિન્ટ કરે છે. 

ડ્રમ પ્રિન્ટરએ ખુબ ઝડપી છે. તેમાં એક મિનિટમાં 300 થી 2000 લાઈન પ્રિન્ટ થાય છે.

ફાયદા

  • ખુબ ઝડપી છે.

ગેરફાયદા

  • ખુબ ખર્ચાળ છે.
  • કેરેક્ટરનાં ફોન્ટ બદલી શકાતા નથી.

ચેઈન પ્રિન્ટર

આ પ્રિન્ટરમાં કેરેકટર સેટની સાંકળનો ઉપયોગ થતો હોવાથી તેને ચેઈન પ્રિન્ટર કહે છે. તેમાં પ્રમાણભૂત કેરેકટરનાં સેટ જેવા કે 48, 64, 96 કેરેકટરના સેટ ઉપલધ છે.

ફાયદા

  • કેરેક્ટરનાં ફોન્ટ સરળતાથી બદલી શકાય છે.
  • પ્રિન્ટર જુદીજુદી ભાષાનો ઉપયોગ કરી શકે છે.

ગેરફાયદા

  • અવાજ વધુ ડરે છે.

નોન-ઈમ્પેકટ પ્રિન્ટર (Non Impact Printer)

આ પ્રકારના પ્રિન્ટરમાં પ્રિન્ટીંગ માટે ખાસ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થતો હોવાથી હથોડાના આઘાતની કે ઈન્ક રિબનની જરૂર રહેતી નથી. 

આ પ્રકારના પ્રિન્ટર અવાજ કરતા નથી પણ તેમાં એક કરતા વધુ નકલો પ્રિન્ટ કરી શકાતી નથી. આ પ્રિન્ટરમાં ખાસ પ્રકારની શાહી કે ટોનર અથવા ખાસ પ્રકારના કાગળોનો ઉપયોગ કરવાનો રહે છે. આનો આધાર તેમાં રહેલ ટેકનોલોજી ઉપર છે.

ઉ.દા ર્થમલ, ઈલેકટ્રોસ્ટટિક, ઈલેકટ્રોમેગ્નેટિક, ઈન્ક જેટ, લેસરજેટ.

ઈન્કજેટ પ્રિન્ટર (Ink-jet Printer)

ઈન્કજેટ પ્રિન્ટરની રચનામાં કાર્ટેઝ ઉપર ઈન્કનું પ્રસારણ કરવામાં આવે છે અને તે કાર્ટેઝને રોડ ઉપર ફેરવે છે તેથી કાર્ટેઝમાંથી શાહીનું પ્રસારણ થાય છે. 

આ પ્રિન્ટરની પ્રિન્ટીંગની ગુણવત્તા ખૂબ ઉત્તમ રીતે પ્રાપ્ત થાય છે. ઈન્ક્જેટ પ્રિન્ટર સામાન્ય રીતે 4 થી 15 પાના પ્રાતિ મિનિટે પ્રિન્ટ કરી શકે છે. 

ઈન્ક્જેટ પ્રિન્ટરમાં કાટ્રેઝ બ્લેક એન્ડ વ્હાઈટ અને કલર એમ બંને પ્રકારની હોવાથી પ્રિન્ટર દ્વારા કલર પ્રિન્ટ પણ મેળવી શકાય છે. તેમજ આ પ્રકારના પ્રિન્ટરની માંગ ઓફિસ કાર્ય માટે વધુ હિતાવહ છે. આ પ્રિન્ટર ખુબજ સસ્તા હોય છે.

ઈન્ક્જેટ પ્રિન્ટરને લેસર પ્રિન્ટરની હરોળમાં પ્રિન્ટીંગ ગુણવત્તા માટે મુકી શકાય પરંતુ તેનો વિકલ્પ તરીકે વાપરી શકાય નહી, કારણ કે લેસર પ્રિન્ટર બટર કોપી કાઢી શકાતું હોવાથી DTP ને લગતા કાર્ય માટે લેસર પ્રિન્ટર જ વપરાય છે.

લેસર પ્રિન્ટર (Laser Printer)

લેસર પ્રિન્ટરોની કાર્ય રચના ઝરોક્ષ મશીનની કાર્ય રચનાને મળતી આવે છે ફરક ફક્ત એટલો કે ઝેરોક્ષ મશીનમાં મૂળ નકલને સ્કેન કરીને નકલ પ્રિન્ટ કરવામાં આવે છે. 

જયારે લેસર પ્રિન્ટરમાં કમ્પ્યૂટરના CPU માંથી મોકલાયેલ માહિતી/આકૂતે વગેરે માટે સંકેતો મેળવીને તેને કાગળ ઉપર સીધુ જ પ્રિન્ટ કરવામાં આવે છે. 

લેસર પ્રિન્ટરની રચનામાં ડમ ઉપર ટોનર (શાહીના દાણા) નું પ્રસારણ કરવામાં આવે ત્યારે તે પ્રકારનું બીમ ફેકવાથી અક્ષરો/આકૃતિ ઉત્પન્ન કરી તેને ગતિ કરતા કાગળ ઉપર પ્રિન્ટ કરવામાં આવે છે. 

પ્રકાશના એક બીમને અનેક નાના પ્રકાશના કિરણોમાં વિભાજીત કરવાથી જુદા જુદા બિન્દુઓ ઉત્પન્ન કરી તેના સમૂહથી અક્ષરો/આફાતિઓ તેયાર કરવામાં આવે છે. લેસર પ્રિન્ટર સામાન્ય રીતે 8 થી 15 પાના પ્રતિ મિનિટે પ્રિન્ટ કરી શકે છે.

પ્રિન્ટીંગ ગુણવતા

  • ખૂબજ સારી ગુણવત્તા વાળુ અને વિવિધ ફોન્ટસમાં છપાઈ કામ કરવું હોય તો ડેઈઝી વ્હીલ, ઈન્ક્જેટ કે લેસરજેટ પ્રિન્ટર ઉપયોગી થાય છે.
  • ડેઈઝી વ્હીલ પ્રિન્ટરનો ઉપયોગ ઉચ્ચ હોદ્દાના ઓફિસરો, મંત્રીઓ કરતા
  • હોય છે.
  • પ્રકાશન ઉદ્યોગમાં લેસરજેટ પ્રિન્ટરનો ઉપયોગ બહોળા પાયે થાય છે.
  • ઈન્ડ જેટ પ્રિન્ટરનો ઉપયોગ રંગીન છાપ કામ માટે કરી શકાય છે.
  • ડોટમેટ્રિકસ, ઈન્કજેટ અને લેસર જેટ પ્રિન્ટરના ઉપયોગથી અક્ષરોની સાથે
  • સાથે ચિત્ર અને આલેખોનું છપાઈકામ પણ થઈ શકે છે.

પ્લોટર (Plotter)

ચિત્રાત્મક માહિતી જેવી કે નકશાઓ તેમજ આલેખોનું કાયમી નકલમાં નિરૂપણ કરવા માટે પ્લોટર વપરાય છે.

  1. ડમ પ્લોટર
  2. ફ્લેટ-બેડ પ્લોટર

જે પ્લોટરમાં ચિત્રો કે આલેખનું નિરૂપણ એકજ પેન થી થતુ હોય તેને મોંનો કલર પ્લોટર કહેવામાં આવે છે જયારે જે પ્લોટરમાં એક કરતા વધુ રંગીન પેનથી માહિતીનું નિરૂપણ થતુ હોય તેને મલ્ટી કલર પ્લોટર કહેવામાં આવે છે. 

પ્લોટરનો ઉપયોગ CAD & CAM(Computer aided designing and computer aided machining) વૈજ્ઞાનિક એન્જીનિયરીંગ અને ગ્રાફિક્સ જેવી એપ્લિકેશનમાં ખાસ થાય છે.

સ્પીકર

જો તમે તમારા કમ્પ્યૂટરમાંથી અવાજ કે સંગીત સાંભળવા માંગતા હોય તો તેની સાથે લાઉડસ્પીકર જોડવું પડે છે તે ઇલેફ્ટ્રક સિગ્નલમાંથી અવાજનાં તરંગોમા ફેરવે છે. 

લાઉડ સ્પીકર એમ્યુઝિક એડિટીંગ વિડિયો કોન્ફરન્સીંગ ફિલ્મજોવા વગેરે જેવીએપ્લિકેશન માટે લાઉડ સ્પીકર એ આવશ્યક છે.