Type Here to Get Search Results !

કમ્પ્યુટરના ઇનપુટ ડિવાઈસ | કી બોર્ડ, માઉસ, ઓપ્ટિકલ કોડ રીડર, ડીઝીટાઈઝર, ઓપ્ટિકલ માર્ક રીડર | Computer Input Devices

ઈનપુટ ડિવાઈસ

કમ્પ્યૂટરમાં ડેટાને ઈનપુટ એકમ દ્વારા પ્રોસેસ માટે દાખલ કરવામાં આવે છે. કમ્પ્યૂટરમાં ઈનપુટ એકમ દ્વારા વિવિધ સાધનોને જોડીને ડેટાને વિવિધ સ્વરૂપમાં દાખલ કરી શકાય છે. 

આમ, બહારથી દાખલ કરવામાં આવતા ડેટાને વિવિધ સ્વરૂપમાં દાખલ કરવા માટે નીચે મુજબના વિવિધ ઈનપુટ એકમોનો ઉપયોગ થાય છે. 

કમ્પ્યૂટરના આ એકમમાં ડેટા સ્વરૂપ જેવા કે ટેક્ષ, પિક્ચર, ડોટ, સ્પીચ, માર્ક વગેરે હોઈ શકે છે, ઈનપુટ એકમની પસંદગી કયા પ્રકારનો ડેટા કમ્પ્યૂટરમાં દાખલ કરવાનો છે તેના પર આધાર રાખે છે. 

ઈનપુટ એકમમાં જે ડિવાઈસ પસંદ કરેલ હોય તે ડિવાઈસને કમ્પ્યૂટરના ઈનપુટ ડિવાઈસ તરીકે જોડવામાં આવે છે. આ લેખમાં  કી બોર્ડ, માઉસ, ઓપ્ટિકલ કોડ રીડર, ડીઝીટાઈઝર, ઓપ્ટિકલ માર્ક રીડર જેવા વિવિધ સાધનોને જોઈશુ .

કમ્પ્યુટરના ઇનપુટ ડિવાઈસ | કી બોર્ડ, માઉસ, ઓપ્ટિકલ કોડ રીડર, ડીઝીટાઈઝર, ઓપ્ટિકલ માર્ક રીડર | Computer Input Devices

 કીબોર્ડ (Key Board)

કી બોર્ડને મુખ્યત્વે ત્રણ પ્રકારમાં વહેચી શકાય છે.

1.આલ્ફાન્યુમેરિક :

કાગળ ઉપર રહેલી માહિતીને યુઝર ઘ્વારા કમ્પ્યૂટરમાં દાખલ કરવા માટે કી બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. અહી જે અક્ષર દાખલ કરવાનો હોય તેને અનુરૂપ કી દબાવવાની હોય છે. 

કી બોર્ડ તે કી ને અનરૂપ અક્ષર કમ્પ્યૂટરમાં મોકલી આપે છે. કી બોર્ડ પ્રકારનું ઈનપુટ એકમ દરેક પ્રકારના કમ્પ્યૂટર સાથે ઉપલબ્ધ હોય છે. 

કી બોર્ડ ઉપરની કી નું નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય.

  • અક્ષરોની કી            A થી Z સુધીના અક્ષરો અને સંજ્ઞાઓની કી
  • આંકડાની કી           0 થી 9 સુધીના આંકડા માટે ની કી
  • એસ્કેપ કી               છેલ્લે આપેલ કંમાન્ડની અસર રદ કરવા માટે
  • કર્સર કન્ટ્રોલ કો        Pg Up, Pg Dn, Home, End કર્સરને સ્કીન ઉપર ફેરવવા અને મુકવા માટે
  •  એરો  કી                 ડૉકયુમૅન્ટમાં જુદી જુદી જગ્યાએ જવા માટે
  • ઈન્સર્ટ કી                કોઈ સ્થાને લખાણ ઉમેરવા માટે
  • ડેલીટકી                  લેખનમાંથી અક્ષરો દૂર કરવા માટે
  • બેક સ્લેશ કી           છેલ્લો ટાઈપ કરેલો અક્ષર દૂર કરવા માટે.

આમ, દરેક કી નો ઉપયોગ વિવિધ કાર્ય માટે અલગ અલગ રીતે થાય છે. એક જ કીનો ઉપયોગ જયારે અમુક કન્ટ્રોલ કી સાથે કરવામાં આવે ત્યારે તે જ કી થી અલગ અલગ આદેશ કમ્પ્યૂટરમાં મોકલી શકાય છે. CAPS LOCK off હોય ત્યારે 'ડ' ની કી દબાવવામાં આવે ત્યારે કમ્પ્યૂટરમાં 'ડ' ની સંજ્ઞા લખાય છે. 

2. ન્યુમેરિક કી પેડ 

ન્યુમેરિક કી બોર્ડ એક નાનકડું કી બોર્ડ છે કે જેમાં માત્ર આંકડાઓનો સમૂહ હોય છે. તેનો ઉપયોગ કમ્પ્યૂટરમાં ન્યુમેરિક ડેટાને દાખલ કરવા માટે થાય છે. 

જેમકે /1 મશીનમાં ડેબિટકાર્ડનો પીન નંબર ઉમેરવા, નાણાકીય કાર્યો ને લગતા આંકડા ઉમેરવા માટે આ કી પેડનો ઉપયોગ થાય છે. 

3. પીનપેડ

પીનપેડ એક ન્યુમેરિક કી પેડ ડીવાઈસ જેવું જ કામ કરે છે. જેમકે કોઈ વ્યક્તિનું ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરી તેનો પીન નંબર (પર્સનલઆઇડેન્ટિટીનંબર) ઉમેરવા માટે આ ડીવાઈસનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને આ ડીવાઈસ મોલ, પેટ્રોલ પંપ વગેરે જગ્યાએ ઉપયોગ થાય છે.

માઉસ

સ્ક્રીન ઉપર કર્સરને એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જવા માટે તથા કર્સરને સ્ક્રીન ઉપર જરૂરી સ્થાન ઉપર મુકીને કમ્પ્યૂટરને કાર્ય કરવા આદેશ આપવા માટેમાઉસ પ્રકારના ઈનપુટ એકમનો ઉપયોગ કરવામાં આવે છે. 

આ એક હથેળીમાં સમાઈ શકે તેવુ નાનુ સાધન છે. જેમાં ઉપરની બાજુ એ બે કે ત્રણ કી હોય છે. નીચેની બાજુએ એક નાની ગોળ બારી હોય છે. જેમાં એક સખત દડો હોય છે. 

આ સાધનને રબ્બરની ચટાઈ જેવી સપાટી ઉપર ફેરવવામાં આવે તેમ તેમાં રહેલ દડી ફરે છે અને દડે। ફરવાની ગતિ તથા દિશા પરથી સ્કીન ઉપર કર્સરને તે ગતિથી અને દિશામાં ખસેડે છે એટલે કે કર્સર ખસેડવો હોય તે પ્રમાણે માઉસ ફેરવવાનું હોય છે.

કી બોર્ડ પરની એન્ટર અને એસ્કેપ કિ જેવી જ અનુક્રમે ડાબી અને જમણી બાજુ બે કી હોય છે એટલે કે કમ્પ્યૂટર ઉપયોગકર્તા માઉસ ઉપરથી જ એન્ટર અને એસ્કેપ કીની સંજ્ઞાઓ કમ્પ્યૂટરને મોકલી આપે છે. હાલમાં વિન્ડોઝ જેવા સોફટવેરમાં માઉસ ખુબજ જરુરી સાધન છે. 

માઉસ ત્રણ કી કે સ્ક્રોલ થઈ શકે તેવા પણ હોય છે, જેમાં વચ્ચેની કીનો ઉપયોગ વિશિષ્ટ પ્રકારની એપ્લિકેશનમાં થાય છે.

માઉસને ત્રણ પ્રકારમાં વહેચવામાં આવે છે.

  • મીડેનેડલ માઉસમાં દડાની મૂવમેન્ટ પ્રમાણે મીકેનિકલ સેન્સર દ્વારા સ્કીન ઉપર પોઈન્ટરને ફેરવે છે.
  • ઓપ્ટો મીકેનિકલ માઉસ પણ મીકે(નિકલ માઉસ જેવુ જ હોય છે, પરંતુ તેમાં ઓપ્ટીકલ સેન્સરના ઉપયોગથી દડાની મૂવમેન્ટ દ્વારા ડીટેકટ કરે છે.
  • ઓપ્ટીકલ માઉસ કે જેમાં દડો હોતો નથી અને તે ઓપ્ટિકલ રીતે કર્સરને મૂવ કરી શકે તેવા હોય છે.

માઉસને કમ્પ્યૂટર સાથે નીચેની ત્રણ રીતે જોડી શકાય છે.

  • સિરિયલ પોર્ટ દ્વારા
  • ઈન્ટરફેસ કાર્ડ દ્વારા
  • કોડલેસ પઘ્ધતિથી (વાયર વગર)
  • USB કેબલ દ્વારા

માઉસપેડ 

માઉસ જે પ્લાસ્ટિક કે રબર પેડ ઉપર ફેરવવામાં આવે તેને માઉસપેડ કહે છે.

આ પેડની મદદથી માઉસ સહેલાઈથી તેની ઉપર ફરી શકે છે.

ઓપ્ટિકલ કોડ રીડર ( OCR)

કાગળ ઉપર ટાઈપ કરેલ કે છાપેલ માહિતીને સીધી જ વાંચીને કમ્પ્યૂટરમાં દાખલ કરવા માટે બે પ્રકારના ઈનપુટ એકમો વપરાય છે. 

જો માહિતી સામાન્ય શાહીથી લખેલ હોય પરંતુ અક્ષરો નકકી કરેલ કદ અને આકારના હોય તો તેવી માહિતીને કમ્પ્યૂટરમાં દાખલ કરવા માટે OCR નામનું યંત્ર વપરાય છે. 

જો માહિતી ચુંબકીય શાહીથી અને અક્ષરો નકકી કરેલ આકારમાં જ છાપેલ હોય તો તેવી માહિતીને દાખલ કરવા માટે મેગ્નેટિક ઈન્ક કેરેકટર રેકોગ્નાઈઝેશન (MICR) નામનું યંત્ર વપરાય છે. 

આ યંત્રોમાં છાપેલ કાગળને દાખલ કરવામાં આવે છે. અક્ષરોને  તેના આકાર ઉપરથી ઓળખવામાં આવે છે. આ યંત્ર ઓળખેલ અક્ષરોની સંજ્ઞા કમ્પ્યૂટરમાં મોકલી આપે છે. 

MICR એકમનો ઉપયોગ બેંકોમાં ચેકોના ક્લીયરીંગ અને એકાઉન્ટીંગનાં કાર્યને ઝડપી બનાવવામાં થઈ રહયો છે.

ઓપ્ટિકલ માર્ક રીડર ( OMR )

OMR નો ઉપયોગ કાગળ ઉપર ચોકકસ જગ્યાએ કરેલ ટપકાં જેવા ચિહ્નો વાંચવા માટે થાય છે. 

આ પ્રકારના એકમનો ઉપયોગ હેતુલક્ષી પ્રકારની જાહેર પરીક્ષાઓની ઉત્તરવહીઓના મૃલ્યાંકન કરવા અને તેના ઉપરથી પરિણામો તૈયાર કરવા માટે થાય છે.

ડીઝીટાઈઝર ( Digitizer )

કાગળ ઉપર ચિત્ર અથવા નકશાના રૂપમાં નિરપિત માહિતીને સીધી જ કમ્પ્યૂટરમાં દાખલ કરવા માટે ડીઝીટાઈઝર નામનું ઈનપુટ એકમ વપરાય છે. 

આ પ્રકારના યંત્રમાં જે કાગળ ઉપર માહિતી હોય તે કાગળને એક સમતલ સપાટી ઉપર મુકવામાં આવે છે. પછી તેના ઉપર આ યંત્ર સાથે જોડાયેલ એક સ્થાન સૂચકને માહિતીના એક પછી એક ટપકાં ઉપર ફેરવવામાં આવે છે. 

આ સ્થાન સૂચક માહિતીના જે ટપકાં ઉપર હોય તે સ્થાન અને સ્કેલ કમ્પ્યૂટરમાં મોકલી આપે છે. આ રીતે સંપૂર્ણ ચિત્ર અને નકશો સ્કેલના રૂપમાં કમ્પ્યૂટરમાં સગ્રહ થાય છે.