Type Here to Get Search Results !

કમ્પ્યૂટરના ઈનપુટ ડિવાઈસ | સ્કેનર, જોય સ્ટિક, ટ્રેક બોલ, બારકોડ રીડર, ટચ સ્કીન, ટચ પેડ, સ્પીચ ઈનપુટ, ડિઝિટલ કેમેરા, વિડિયો કેમેરા, માઈક્રોફોન, રીમોટ કન્ટ્રોલ | Computer input devices

ઈનપુટ ડિવાઈસ

કમ્પ્યૂટરમાં ડેટાને ઈનપુટ એકમ દ્વારા પ્રોસેસ માટે દાખલ કરવામાં આવે છે. કમ્પ્યૂટરમાં ઈનપુટ એકમ દ્વારા વિવિધ સાધનોને જોડીને ડેટાને વિવિધ સ્વરૂપમાં દાખલ કરી શકાય છે. 

આમ, બહારથી દાખલ કરવામાં આવતા ડેટાને વિવિધ સ્વરૂપમાં દાખલ કરવા માટે નીચે મુજબના વિવિધ ઈનપુટ એકમોનો ઉપયોગ થાય છે. 

કમ્પ્યૂટરના આ એકમમાં ડેટા સ્વરૂપ જેવા કે ટેક્ષ, પિક્ચર, ડોટ, સ્પીચ, માર્ક વગેરે હોઈ શકે છે, ઈનપુટ એકમની પસંદગી કયા પ્રકારનો ડેટા કમ્પ્યૂટરમાં દાખલ કરવાનો છે તેના પર આધાર રાખે છે.

 ઈનપુટ એકમમાં જે ડિવાઈસ પસંદ કરેલ હોય તે ડિવાઈસને કમ્પ્યૂટરના ઈનપુટ ડિવાઈસ તરીકે જોડવામાં આવે છે. આ લેખમાં  સ્કેનર, જોય સ્ટિક, ટ્રેક બોલ, બારકોડ રીડર, ટચ સ્કીન, ટચ પેડ, સ્પીચ ઈનપુટ, ડિઝિટલ કેમેરા, વિડિયો કેમેરા, માઈક્રોફોન, રીમોટ કન્ટ્રોલ જેવા વિવિધ સાધનોને જોઈશુ .

કમ્પ્યૂટરના ઈનપુટ ડિવાઈસ | સ્કેનર, જોય સ્ટિક, ટ્રેક બોલ, બારકોડ રીડર, ટચ સ્કીન, ટચ પેડ, સ્પીચ ઈનપુટ, ડિઝિટલ કેમેરા, વિડિયો કેમેરા, માઈક્રોફોન, રીમોટ કન્ટ્રોલ | Computer input devices

સ્કેનર ( Scanner )

સ્કેનર નામના ઈનપુટ એકમનો ઉપયોગ કાગળ ઉપર રહેલી કોઈપણ પ્રકારની માહિતીને કમ્પ્યૂટરમાં ચિત્ર સ્વરૂપે સંગ્રહ કરવાની હોય ત્યારે થાય છે. 

આ પ્રકારના સાધનનો ઉપયોગ અત્યારે પ્રકાશન ઉદ્યોગમાં વપરાતા કમ્પ્યૂટરો સાથે થાય છે. આ સાધનનો ઉપયોગ બેંકોમાં ખાતેદાર તથા જાહરે કંપનીઓમાં શેર ધારકોની સહીનાં નમૂનાને કમ્પ્યૂટરમાં સંગ્રહવા માટે થાય છે. 

ઉપરાંત, આ સાધનનો ઉપયોગ અત્યારે સંદેશા વ્યવહારમાં ખૂબ પ્રચલિત એવા ફેક્ષ નામના યંત્રમાં પણ થાય છે. સ્કેનરની બનાવટમાં બે પ્રકારની ટેકનોલોજી ચાર્જ કંપલ્ડ ડિવાઈસ  અને ફોટો મલ્ટિપ્લાયર ટયુબ વપરાય છે. 

સ્કેનરમાં દાખલ કરેલ માહિતી પિકચર સ્વરૂપમાં સંગ્રહાતી હોવાથી તેની ગુણવત્તા જેટલી વધારે હોય તે હિતાવહ હોય છે. દા.ત. 300, 600, 1200 DPI જેટલું હોય છે. સ્કેનર તેની સાઈઝ (A3/A4) અને તેનાથી પણ નાની સાઈઝના હોય છે. હાથમાં રાખીને કાગળ ઉપર ફેરવી શકાય તેવા સ્કેનર પણ હોય છે.

જોય સ્ટિક ( Joy- Stick)

જોય સ્ટિકએ વિડિયો ગેમ રમવા માટે વપરાય તેવું જ ઈનપુટ ડિવાઈસ છે. જોય સ્ટિકનો ઉપયોગ કર્સરના મૂવમેન્ટને કન્ટ્રોલ કરવા માટે થાય છે. 

જોય સ્ટિક ડિઝિટલ સિગ્નલના લેવલ પરથી કમ્પ્યૂટરની સ્કીન પર કર્સરની સ્પીડ અને પોઝિશનને કન્ટ્રોલ કરી શકાય તેવા હેતુ માટે વપરાય છે.

લાઈટ પેન (Light pen)

લાઈટ પેન એ પણ માઉસ જેવું પોઈન્ટીંગ ડિવાઈસ છે. તેનો ઉપયોગ મેનુના ઓપ્શન પસંદ કરવા માટે થાય છે. તેની રચનામાં નાની ટયુબમાં ફોટોસેલ રાખવામાં આવે છે તેને મોંનીટરની સ્ક્રીન પર ફેરવતા ત્યાં ફિલ્ડ (મેનુ વિકલ્પ) ની લાઈટને ડિટેક્ટ કરી અમલમાં મુકે છે. 

લાઈટ પેન ફોટો સેલ અને ઈલેકટ્રિક સિગ્નલ ને અનુસરે છે. લાઈટ પેનનો ઉપયોગ ગ્રાફીક્સ વર્ક માટે ખાસ કરીને કમ્પ્યૂટર એડેડ ડિઝાઈન માં થાય છે.

ટ્રેક બોલ (Track ball)

ટ્રેક બોલનો ઉપયોગ કર્સરના મુવમેન્ટને કન્ટ્રોલ કરવા માટે થાય છે. હાથની મદદથી બોલને દરેક દિશામાં ફેરવી શકાય છે. 

ટ્રેક બોલ દિશા અને સ્પીડને ડિઝિટલ સિગ્નલ દ્વારા કર્સરને કન્ટ્રોલ કરે છે.

બારકોડ રીડર (Barcode Reader)

બારકોડ રીડરનો ઉપયોગ માર્કેટમાં વેચાતી વસ્તુઓ ઉપર કરેલા કોડીંગ દ્વારાતેની માહિતી અને કિંમત જાણવા માટે થાય છે. 

બારકોડ રીડરએ ફોટો ઈલેકટ્રિક સ્કેનર છે તે બારકોડ કે કયુઆર કોડ ની મદદથી યુનિવર્સલ પ્રોડકટ કોડની માહેતી મેળવી શકે છે.

ટચ સ્કીન ( Touch Screen)

ટચ સ્કીનએ એક એવા પ્રકારની ડિસપ્લે સ્કીન છે જેના ઉપર હાથની આંગળી વડે ઓબ્જેકટને સ્ક્રીન ઉપર ફેરવી માઉસ કે લાઈટપેન જેવું કાર્ય કરી શકાય છે. 

અહી, સ્ક્રીન બે અતિ સંવેદનશીલ પેનલ ધરાવે છે જેના દ્વારા ઓબ્જેકટને અમલમાં મુકી શકાય છે. આંગળીના ઉપયોગથી ઈનપુટ કમાન્ડને અમલમાં મુકી શકાય છે. આથી, ટચ સ્ક્રીન પ્રકારના ઈનપુટ ડિવાઈસનો ઉપયોગ આવનારા સમયમાં વધશે.

ટચ પેડ (Touch Pad)

એક નાના ટચ સેન્સિટીવ પેડને પોઈન્ટીંગ ડિવાઈસ તરીકે પોર્ટેબલ કમ્પ્યૂટરમાં વાપરવામાં આવે છે. 

અહી, આંગળી કે અન્ય ઓબ્જેકટને આ પેડ ઉપર ફેરવવાથી કર્સરનું મૃવમેન્ટ અને તેનો અમલ કરી શકાય છે.

સ્પીચ ઈનપુટ (Speech Input)

ઉપયોગકર્તા દ્વારા બોલવામાં આવેલ શબ્દ એટલે સ્પીચને ડિઝિટલ ર્ફોમમાં ફેરવવામાં આવે છે. સૉફટવેરની મદદથી ઉપયોગકર્તા દ્વારા સ્પીચને વોઈસ રેકોગ્નાઈઝેશન સિસ્ટિમમાં લેવામાં આવે છે અને ત્યાર બાદ તેને ઈનપુટ તરીકે સ્વીકારે છે. 

આ વોઈસ રેકોગ્નાઈઝેશન સિસ્ટિમ મુખ્યત્વે સળંગ સ્પીચ અને બ્રેકીંગ સ્પીચ એમ બે પ્રકારની હોય છે.

ડિઝિટલ કેમેરા (Digital Camara)

ડિઝિટલ કેમેરાની મદદથી ઈમેજના રૂપે કમ્પ્યૂટરને ઈનપુટ મોકલી શકાય છે. આ ઈમેજને ઈમેજ ટુલની મદદથી વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે. 

ડિઝિટલ કેમેરામાં સ્ટીલ ફોટોગ્રાફી સંગ્રહવામાં અને પછી તેને ડિઝિટલ ઈનપુટ તરીકે કમ્પ્યૂટરમાં મોકલવામાં આવે છે. આ ડેટાને ડિઝિટલ ફાઈલમાં સગ્રહવામાં આવે છે. 

આજના આધુનિક યુગમાં ડિઝિટલ કેમેરાના વિવિધ મોડલ માર્કેટમાં અનેક સવલતો સાથે ઉપલબ્ધ છે જેમાં કમ્પ્યૂટર, મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો સાથે સરળતાથી જોડી શકાય છે. આ કેમેરામાં સંગ્રહ માટે વિવિધ સ્ટોરેજ ડિવાઈસ પ્રમાણે અલગ અલગ મોડલ હોય છે. 

ડિઝિટલ કેમેરાને કમ્પ્યૂટર સાથે જોડવા ખુબજ સરળ હોય છે. આ કેમેરાનું રીઝોલ્યુએશન જેટલું વધારે તેમ તેની ગુણવત્તા સારી અને કિંમત વધારે હોય છે.

વિડિયો કેમેરા

આ ડીવાઈસ દ્વારા હરતું ફરતુ દ્રશ્ય અને વિડિયોને કેદ કરી શકે છે જેમકે ડિઝિટલ કેમેરા મોટા ભાગના વિડીયો કેમેરા સીધા કમ્પ્યૂટરમાં ડેટા ઉમેરી શક્તા નથી, કેદ કરેલા વિડીયો ને તે વિડિયો ટેપ અથવા મેમરી કાર્ડમા'સંગ્રહ કરે છે અને કમ્પ્યૂટરમાં ટ્રાન્સફર કરે છે.

જોકે કેટલીક પરિસ્થિતિમાં વિડીયો કેમેરા વિડીયો માહિતીને સીધી કમ્પ્યૂટરમાં ફીટ કરે છે જેમકે ટેલીવિઝન પ્રોડફ્શન અને વિડિયો કોન્ફરન્સીંગ આવી પરિસ્થિતિમાં વિડીયો ડેટાએ વાસ્તવિક સમયે હોવા જરૂરી છે.

વેબ કેમેરા

આ ખૂબજ મૂળભૂત વિડિયો કેમેરો છે કે જે કમ્પ્યૂટરમાં લાઇવ વિડિયો ઉમેરવા ઉપયોગીછે. વેબ કેમેરાની વિડિયો માહિતીએ ગુણવત્તામાં પૂર્ણ વિડિયો કેમેરાની સરખામણીમાં ઓછી હોય છે. તેને બચેટિંગ માટે ઉપયોગી બને છે. 

ઉદા..મેસેન્જર એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને વેબ ચેટિંગ કરી શકે છે જેવી કે MSN/YAHOO/Whatsapp મેસેન્જર સામાન્ય રીતે વેબ કેમેરા મોંનીટરની ટોય પર લગાવેલા હોય છે, જયારે ઘણા લેપટોપમાં વેબ કેમેરા તેની સ્ક્રીનની ઉપરના ભાગે લગાવેલા હોય છે.

માઈક્રોફોન

માઈક્રોફોન એ ઇનપુટ ડીવાઈસ તરીકે અવાજને ડિઝિટલ સ્વરૂપમાં તબદીલ કરવા માટે વપરાય છે જેનો ઉપયોગ મલ્ટિ મીડિયાની રજૂઆત તેમજ મ્યુઝીકને મિક્સ કરવા માટે વપરાય છે.

રીમોટ કન્ટ્રોલ

મૂળભૂત રીતે ટેલિવીઝન કે અન્ય વિડિયો--ઓડીયો ડિવાઈસમાં વપરાતુ સાધન છે. જે ઈન્ફારેડ કે રેડીયો સિગન્લ આધારિત પઘ્ધતિ ઘ્વારા ડિવાઈસ ને ઓપરેટ કે કન્ટ્રોલ કરી શકાય છે. 

ઘર વપરાશમાં વપરાતા તમામ ડિવાઈસ  કે જેમાં રીમોટવપરાય છે તે તમામ આ સિંઘ્ધાત ઉપર કાર્યરત હોય છે.