Type Here to Get Search Results !

કમ્પ્યૂટર એટલે શું? Basics of computer| Data vs Information

 ડેટા (Data)

ડેટા તેના મૂળ સ્વરૂપમાં બિનઉપયોગી છે, પરંતુ તેને બીજા કોઈ ડેટાની સાથે સાંકળવામાં આવે તો તે ઉપયોગી નીવડે છે. કુનાલે સારા માર્કસ મેળવ્યા પણ તેને બીજા વધુ ડેટાની સાથે જોડવામાં આવે ત્યારે જ તે ઉપયોગી કે તર્કસંગત બને છે. 

ઈન્ફર્મેશન(Information)

ડેટાના ઉપયોગથી તેના પર પ્રક્રિયા કરીને ઉપયોગકર્તાને ઉપયોગી બને તેવું કંઈક તૈયાર કરવામાં આવે તેને ઈન્ફર્મેશન તરીકે ઓળખવામાં આવે છે.

સિઘ્ધાર્થના ગુણ સાથે સરખાવતા જાણવા મળ્યું કે કુનાલના 812 માર્કસ સિઘ્ધાર્થના 775 માર્કસની સરખામણીએ વધારે હતા. ઈન્ફર્મેશન તેના મૂળ સ્વરૂપમાં જ ઉપયોગી હોય છે. સામાન્ય રીતે ઈન્ફર્મેશન ડેટા પરથી મેળવવામાં આવે છે.

પ્રોસેસીંગ (Processing)

ડેટા પર કરવામાં આવતુ કાર્ય એટલે "પ્રોસેસ". જેમાં સરવાળો, બાદબાકી કે સરખામણી હોઈ શકે. પ્રોસેસીગ બાદ ડેટાનું ઈન્ફર્મેશનમાં રૂપાંતર થાય છે. ઈન્ફર્મેશન પ્રાપ્ત કરવા માટે નીચેના ત્રણ તબકકામાંથી પસાર થવું પડે છે.

ઘણી વખત એવું બને કે મેળવેલ ઈન્ફમેશન સચોટ રીતે ન મળી હોય તો ફરી તેને પ્રોસેસ કરવી પડે, આવા કિસ્સામાં ઈર્ન્ફોમેશનને ફરી પ્રોસેસ કરવા માટે ડેટા તરીકે સ્વીકારીને ફરી પ્રોસેસમાં લઈ જઈ યોગ્ય ઈન્ફર્મેશન પ્રાપ્ત કરી શકાય છે.

ઈન્ફર્મેશનનો ડેટા તરીકે ઉપયોગ કરી વધુ વિગતવાર ઈન્ફર્મેશન મેળવી શકાય છે. ડેટા ઉપર પ્રોસેસીંગ કર્યા બાદ ઈન્ફર્મેશન પ્રાપ્ત કરવાના સિઘ્ધાંતને ઘ્યાનમાં લઈ ને કમ્પ્યૂટરની રચના કરવામાં આવી છે. 
કમ્પ્યૂટરની રચના આ ત્રણ ભાગને આધારિત હોય છે.
કમ્પ્યૂટર એટલે શું?

કમ્પ્યૂટર એટલે શું?

ડેટા ઉપર પ્રક્રિયા કરીને ઈન્ફર્મેશન તેયાર કરી આપતાં ઈલેક્ટ્રોનિક સાધનને
કમ્પ્યૂટર કહે છે.

કમ્પ્યૂટરએ
  • ખૂબ ઝડપથી કાર્ય કરતી ઈલેકટ્રોનિક સંરચના.
  • કમ્પ્યૂટર ગાણિતિક તેમજ તાર્કિક કાર્ય કરી શકે.
  •  કમ્પ્યૂટર તેની મૅંમરીમાં ડેટા કે ઈન્ફર્મેશન તેમજ સૂચનાઓનો સંગ્રહ કરી તે મૂજબ કાર્ય કરે.

કમ્પ્યૂટરએ એક પઘ્ઘતિ છે, જેને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. કમ્પ્યૂટર સંગ્રહ કરેલા ડેટાનું યોગ્ય રીતે અર્થઘટન કરી સંગ્રહ કરેલી સૂચનાઓના સમૂહ પ્રમાણે જ પ્રક્રિયા કરી સંગ્રહ કરતું તેમજ યોગ્ય ઈન્ફર્મેશન આપતું ખૂબજ ઝડપી કાર્ય કરતું સાધન કહેવાય છે.

કમ્પ્યૂટરની લાક્ષણિકતાઓ

કમ્પ્યૂટરની લાક્ષણિકતાઓ તેના ફાયદા સૂચવે છે. કમ્પ્યૂટરના ઉપયોગથી નીચે મુજબના લાભ લઈ શકાય છે.

ઝડપ ( Speed)
કમ્પ્યૂટર ખુબજ ઝડપી કાર્ય કરે છે. કમ્પ્યૂટર દાખલ કરેલ ડેટા પર પ્રક્રિયા ખુબજ ઝડપી કરી શકે છે. અનેક ઘણા ડેટાને એક સાથે અમલમાં મુકવાની ક્ષમતા ધરાવે છે. સમયાતંરે તેની ઝડપમાં વધારો તેની ટેક્નોલોજી ને આધારે મેળવી શકાયો છે.

ચોકસાઈ ( Accuracy )
કમ્પ્યૂટર ભૂલ કરતું નથી, પરંતુ જો સાચી સુચનાઓ આપેલી ન હોય ત્યારે ભૂલ થાય છે. આથી, કમ્પ્યૂટરમાં દાખલ કરવામાં આવતી સુચનાઓ કે ડેટા સાચો હોવી જોઈએ.

એકસુત્રતા Consistency )
કમ્પ્યૂટર થાકી શકતુ નથી, જેથી કાર્ય સારુ અને સતત પ્રાપ્ત થતુ રહે છે. કમ્પ્યૂટર પર કરવામાં આવતા કાર્યમાં એકસુત્રતા જળવાય છે જે માનવી દ્વારા શકય નથી. આમ કમ્પ્યૂટર એકસૂત્રતા ધરાવતું ઈલેક્ટ્રોનિક સાધન છે.

સંગ્રહ ( Storage )
કમ્પ્યૂટરની સૌથી મોટી ભેટએ તેની સંગ્રહ શકિત છે. કમ્પ્યૂટરમાં દાખલ કરવામાં આવતા ડેટા અને ઈન્ફર્મેશનને કારણે કાગળ સ્વરૂપમાં રહેલી ફાઈલોની તકલીફ દુર થાય છે અને કમ્પ્યૂટરમાં રહેલી માહિતી જીવનભર સંગ્રહી તેમજ મેળવી શકાય છે.

વિવિધતા ( Versatility )
કમ્પ્યૂટરની મેંમરીનો ઉપયોગ અલગ અલગ કાર્યો કરવા માટે અને અલગ અલગ યંત્રો તરીકે પણ કરી શકીએ છીએ. કમ્પ્યૂટરના ઉપયોગની વિવિધતા અનેક ક્ષેત્રે તેના કાર્યને અનુરૂપ કરવા માટે થાય છે.

ઓટોમેશન ( Automation )
કમ્પ્યૂટરને કારણે દરેક જટિલ પ્રકિયા સ્વય સંચાલિત રીતે કરવી શકય બને છે. કમ્પ્યૂટર ઓટોમેટિક મશીન તરીકે પણ કાર્ય કરી શકે છે.

વિશ્વસનીય (Reliability )
કમ્પ્યૂટરને વિશ્વસનીય ઈલેકટ્રોનિક્સ સાધન છે. તેનું આયુષ્ય ઘણું લાબું હોય છે.

ખર્ચ ( Cost )
કમ્પ્યૂટરની શરુઆતના અમલની કિંમત વધારે હોય છે પણ વ્યવહારની કિંમતમાં ઘટાડો થાય છે.

કમ્પ્યૂટરની મર્યાદાઓ

કમ્પ્યૂટરના ફાયદાની સાથે સાથે તેની મર્યાદાઓ પણ રહેલી છે, પરંતુ તે ઉપયોગકર્તાના વલણ પર આધારિત હોય છે.

ડેટાની સત્યાર્થતા ( Program correctness)
પ્રોસેસ કરીને ઈન્ફર્મેશનમાં રૂપાંતરિત કરવામાં આવતો ડેટા સામાન્ય રીતે સાચો જ હોય છે. પરંતુ, સંભવત્‌ આપવામાં આવતો ડેટા ભૂલ ભરેલો હોય તો પ્રોસેસના અંતે પ્રાપ્ત થતી ઈન્ફર્મેશન ખોટી મળે છે.

અનુભવની પરિપકવત્તા ( Experience )
કમ્પ્યૂટર અનુભવે ઘડાતા નથી, કારણ કે તેનું કાર્ય તેની પઘ્ધતિ આધારિત સ્થિર હોય છે.

વૈકલ્પિક વ્યવસ્થા (Alternative) 
એક રીતે કાર્ય ન થાય તો વ્યકિત બીજી રીતે કાર્ય કરે છે, પરંતુ તે કમ્પ્યૂટર દ્વારા શકય નથી.

વાતાવરણ (Environment)
કમ્પ્યૂટરને સ્વચ્છ અને વાતાનુકુંલિત વાતાવરણમાં રાખવું ઈચ્છનીય હોય છે.

લાગણીશીલ નથી (Not Emotional)
કમ્પયૂટરને લાગણી કે ભાવ હોતો નથી. તે માનવની જેમ જ્ઞાન કે અનુભવના આધારે નિર્ણય લઈ શકતા નથી.
કમ્પ્યૂટર વિચારી શક્તું નથી, પરંતુ તમે જે રીતે અને જે ક્રમ અનુસાર સૂચનાઓ આપી હોય તે પ્રમાણે કાર્ય કરે છે.