Type Here to Get Search Results !

ગુજરાતમા આપવમા આવતા પુરસ્કાર | Awards given in gujarat

ગુજરાત સરકાર દ્રારા ખેલાડીઓ (રમતવીરો), ગુજરાતી સહિત્ય, વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રોમાંં ઉત્તીર્ણ થયેલ હોય તેમને ગુજરત સરકાર દ્રારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. જેવા કે રમતગમતના અવૉર્ડ ક્ષેત્રે એકલવ્ય અવૉર્ડ, સરદાર વલ્લભભાઈ પટેલ અવૉર્ડ, જયદીપસિંહજી અવૉર્ડ એવોર્ડ અપાય છે. તે ઉપરાંત રોકડ રકમમાં પણ એવોર્ડ સ્વરુપે આપવામાં આવે છે. જેવા કે ગુજરાત સરકારના એક લાખ રૂપિયાના અવૉર્ડ આપવામાં આવે છે.વિજ્ઞાન ક્ષેત્રે શ્રી વિક્રમ સારાભાઈ અવૉર્ડ, શિક્ષણ ક્ષેત્રે શ્રી મગનભાઈ દેસાઈ અવૉર્ડ, લોકકલા ક્ષેત્રે શ્રી ઝવેરચંદ મેઘાણી અવૉર્ડ, રમતગમત ક્ષેત્રે શ્રી અંબુભાઈ પુરાણી અવૉર્ડ, રંગમંચલક્ષી કલા ક્ષેત્રે પંડિત ઓમકારનાથ ઠાકુર અવૉર્ડ, લલિતકલા ક્ષેત્રે શ્રી રવિશંકર રાવળ અવૉર્ડ, સાહિત્ય ક્ષેત્રે આધ કવિ નરસિંહ મહેતા એવોર્ડ, તદ ઉપરાંત વિશ્વગુર્જરી અવૉર્ડ, જયભિખ્ખું અવૉર્ડ, ગુજરાત સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી અવૉર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી” અવૉર્ડ અને રણજિતરામ સુવર્ણચંદ્રક અપાય છે.

ગુજરાતમા આપવમા આવતા પુરસ્કાર | Awards given in gujarat

રમતગમતના અવૉર્ડ 

ગુજરાત સરકાર રાજ્યના રમતવીરો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે નીચે પ્રમાણેના અવૉર્ડ્સથી સન્માનિત કરે છે.

અવૉર્ડનું નામ ક્ષેત્ર
એકલવ્ય અવૉર્ડ ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે
સરદાર વલ્લભભાઈ પટેલ અવૉર્ડ ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે
જયદીપસિંહજી અવૉર્ડ ગુજરાતનો ખેલાડી રાજ્યકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે આ અવૉર્ડ્ઝ પેટે નક્કી કરેલી રોકડ રકમ પણ આપવામાં આવે છે.

ગુજરાત સરકારના એક લાખ રૂપિયાના અવૉર્ડ 

નીચે દર્શાવેલ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વ્યક્તિને દર વર્ષે આ અવોર્ડ આપવામાં આવે છે.

ક્ષેત્ર અવૉર્ડનું નામ
વિજ્ઞાન વિક્રમ સારાભાઈ અવૉર્ડ
શિક્ષણ મગનભાઈ દેસાઈ અવૉર્ડ
લોકકલા ઝવેરચંદ મેઘાણી અવૉર્ડ
લરમતગમત અંબુભાઈ પુરાણી અવૉર્ડ
લરંગમંચલક્ષી કલા પંડિત ઓમકારનાથ ઠાકુર અવૉર્ડ
લલિતકલા રવિશંકર રાવળ અવૉર્ડ
સાહિત્ય આધ કવિ નરસિંહ મહેતા એવોર્ડ

વિશ્વગુર્જરી અવૉર્ડ

ઈ. સ 1972 માં અમદાવાદમાં સ્થપાયેલ ‘વિશ્વગુર્જરી' સંસ્થા દ્વારા દર વર્ષે ગુજરાતી મહાનુભાવોનું નીચે પ્રમાણે ત્રણ વિભાગમાં અવૉર્ડ દ્વારા સન્માન કરવામાં આવે છે.

  • ગુજરાત અવૉર્ડ: ગુજરાતમાં વસતા ગુજરાતીઓ માટે
  • રાષ્ટ્રીય અવૉર્ડઃ ગુજરાત બહાર પરંતુ ભારતના કોઈ પણ રાજ્યમાં વસતા ગુજરાતીઓ માટે
  • આંતરરાષ્ટ્રીય અવૉર્ડ: ભારત બહાર વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે

જયભિખ્ખું અવૉર્ડ

માનવ કલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા  બદલ સુપ્રસિદ્ધ લેખક શ્રી બાલાભાઈ વી, દેસાઈ(જયભિખ્ખ)ની સ્મૃતિમાં આ અવૉર્ડ આપવામાં આવે છે.

ગુજરાત સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી અવૉર્ડ

ગુજરાતમાં સંગીત, નૃત્ય અને નાટકના ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારને ‘ગુજરાત સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી' દ્વારા આ અવૉર્ડ આપવામાં આવે છે. આ અવૉર્ડ તરીકે નિશ્ચિત રકમ, શાલ અને તામ્રપત્ર એનાયત થાય છે.

ગુજરાત સાહિત્ય અકાદમી અવૉર્ડ

નવલકથા, કાવ્યસંગ્રેષ્ઠ, એકાંકી, નિબંધ, બાળ કાવ્ય-સંગ્રેષ, જીવનચરિત્ર વગેરેનાં સર્જન બદલ ઉત્તમ ગુણવત્તાવાળા, ગુજરાતી ભાષાનાં પુસ્તકોના શ્રેષ્ઠ સર્જકોને દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ગુજરાત સાહિત્ય અકાદમી' આ અવૉર્ડ આપે છે. 

રણજિતરામ સુવર્ણચંદ્રક

ગુજરાત સાહિત્ય સભા'ના આદ્યસ્થાપક શ્રી રણજિતરામ વાવાભાઈ મહેતાની સ્મૃતિમાં ભાષા સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારને એનાયત થાય છે.